RSS નથી દક્ષિણપંથી કે વામપંથી, સરકાર્યવાહે જણાવ્યું કંઈ વિચારધારાથી છે પ્રેરિત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ કહ્યું છે કે, સંઘ ન તો દક્ષિણપંથી છે અને નહીં વામપંથી છે, પરંતુ તે રાષ્ટ્રવાદી છે. હોસબોલે અહીં બિરલા ઓડિટોરિયમમાં બુધવારના રોજ 'અખંડ માનવદર્શન અનુસંધાન અને વિકાસ પ્રતિષ્ઠાન'ના તરફથી આયોજિત 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાલે, આજે અને કાલે' વિષય પર આયોજિત દીનદયાળ સ્મૃતિ વ્યાખ્યાનમાં બોલી રહ્યા હતા.

'ભારતમાં રહેતા તમામ હિંદુ'

તેમણે કહ્યું, 'ભારતમાં રહેતા તમામ લોકો હિંદુ છે, કારણ કે તેમના પૂર્વજો હિંદુ હતા. તેમની પૂજા પદ્ધતિ અલગ હોઈ શકે છે, પરંતુ તે બધાનો DNA એક છે.' તેમણે કહ્યું કે, બધાના સામૂહિક પ્રયાસોથી જ ભારત વિશ્વ ગુરુ બનીને દુનિયાનું નેતૃત્વ કરશે. તેમણે કહ્યું કે, સંઘ ભારતના તમામ મતોં અને સંપ્રદાયોને એક માને છે.

સંઘની વિચારધારા શું છે?

હોસબોલેએ કહ્યું કે સંઘ ન તો દક્ષિણપંથી છે કે ન તો વામપંથી છે, પરંતુ તે રાષ્ટ્રવાદી છે. તેમણે કહ્યું કે લોકો પોતાના મત અને સંપ્રદાયનું પાલન કરતાં સંઘનું કાર્ય કરી શકે છે. તેમણે કહ્યું, 'સંઘ કઠોર નથી, પરંતુ લચીલું છે.'

લોકશાહીના વિકાસમાં સંઘની મહત્વની ભૂમિકાઃ હોસબોલે

તેમણે કહ્યું કે, સંઘને સમજવા માટે મગજ નહીં દિલ જોઈએ. તેમણે તેમના સંબોધનમાં આવનારી પેઢીના કલ્યાણ માટે પર્યાવરણની રક્ષા કરવા પર ભાર આપ્યો. હોસબોલેએ કહ્યું કે દેશમાં લોકતંત્રની સ્થાપનામાં RSSની મહત્વની ભૂમિકા રહી છે. આ કાર્યક્રમમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ડૉ. મહેશ ચંદ્ર સહિત ઘણા મોટા નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ આયોજન દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહે સ્પષ્ટ કર્યું કે RSS એક રાષ્ટ્રવાદી સંગઠન છે.

આરક્ષણને લઈને આપ્યું હતું મોટું નિવેદન

આરક્ષણને લઈને દત્તાત્રેય હોસબોલેએ કહ્યું હતું કે, તેઓ અને તેમનું સંગઠન RSS આરક્ષણનું 'મજબૂત સમર્થક છે. તેમણે ભારત માટે આરક્ષણને એક 'ઐતિહાસિક જરૂરિયાત' જણાવતા કહ્યું હતું કે જ્યાં સુધી સમાજનો એક ખાસ વર્ગ 'અસમાનતા'નો અનુભવ કરે છે, ત્યાં સુધી આરક્ષણ ચાલુ રાખવું જોઈએ.

'દેશ પ્રમાણે કામ થવું જોઈએ'

રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નામ બદલવા પર હોસબોલેએ કહ્યું કે, આ માત્ર નામ નથી, પરંતુ વિચાર-વિમર્શનો સમય છે. સ્વતંત્રતા શું છે? શું ગોરા લોકોને અહીંથી હટાવીને શ્યામ લોકોને ખુરશી પર બેસાડી દેવું એ સ્વતંત્રતા નથી. સ્વતંત્ર મતલબ આપણું તંત્ર જોઈએ. તેમણે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ N.V.રમનાની વાતનું ઉદાહરણ આપતા જણાવ્યું કે જ્યારે CJIએ કહ્યું હતું કે ન્યાયપાલિકા ભારતની માટીને અનુરૂપ નથી. તેથી હવે એક વિમર્શ શરૂ થયું છે. જે હવે ચાલુ રહેશે. દેશ પ્રમાણે કામ થવું જોઈએ. નામ બદલવું કોઈ નાની પ્રક્રિયા નથી. તે ચાલતું રહેશે. હવે વિચાર-વિમર્શનો સમય છે. તેની શરૂઆત થઈ ગઈ છે. બધું ભારતના લોકો અને અહીંની માટી પ્રમાણે થવું જરૂરી છે.

About The Author

Top News

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે

ભારત પર 50 ટકા ટેરિફ હોવા છતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ચોખા પર ટેરિફ વધારવાની વાત કરી છે. જો...
World 
ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.