લોકસભામા BJPના ખરાબ પરિણામ માટે RSSની પત્રિકામાં અજીત પવારને જવાબદાર કેમ ગણાવાયા

PC: facebook.com/rsskishanganj

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલી પત્રિકાએ ફરી એક વખત મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના અજીત પવાર સાથે ગઠબંધન કરવા પર આપત્તિ દર્શાવી છે. RSS સાથે જોડાયેલી પત્રિકા વિવેકમાં લખ્યું કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન એટલે ખરાબ રહ્યું કેમ કે તેણે અજીત પવાર સાથે ગઠબંધન કર્યું. પત્રિકા મુજબ, આ ગઠબંધનથી ભાજપના કાર્યકર્તા અસહજ અનુભવી રહ્યા હતા અને ભાજપની હારનું કારણ પૂછવા પર તેઓ સૌથી પહેલા અજીત પવાર સાથે ગઠબંધનને જવાબદાર ઠેરવે છે.

કાર્યકર્તા ખચલેલા નાહી, તર સંભ્રમાત શીર્ષકમાં લખવામાં આવ્યું કે, એકનાથ શિંદેવાળી શિવસેના સાથે હિન્દુત્વના મુદ્દા પર ગઠબંધન કરવું ભાજપ માટે સ્વાભાવિક હતું, પરંતુ NCP આવવાનો વિરોધ શરૂ થયો. થોડા અઠવાડિયા અગાઉ RSS સાથે જોડાયેલી વધુ એક પત્રિકા ઓર્ગેનાઇઝરે પણ અજીત પવારને સાથે લેવાને ભાજપની હારનું કારણ બતાવ્યું હતું. ઓર્ગેનાઇઝર મુજબ, અજીત પવારને સાથે લેવાથી ભાજપની છબીને નુકસાન પહોંચ્યું.

પત્રિકા વિવેકમાં લખવામાં આવ્યું કે, આજે લગભગ દરેક કાર્યકર્તા લોકસભામાં હારના કારણોને બતાવવા અકે પોતાની નારાજગી અને પરેશાની જાહેર કરવામાં સૌથી પહેલા NCP સાથે ગઠબંધનથી જ વાત શરૂ કરે છે.  સ્પષ્ટ છે કે ભાજપના કાર્યકર્તાઓને NCPને સાથે લેવાનું પસંદ નથી. એવું નથી કે ભાજપના નેતાઓને તેની જાણકારી નથી. હાલમાં દેવેન્દ્ર ફડણવીસે એક ઇન્ટરવ્યૂમાં તેના પર ટિપ્પણી કરી હતી. શિવસેનાની ગઠબંધનમાં વાપસી, શિવસેનામાં આંતરિક વિદ્રોહ, એકનાથ શિંદેનું શપથ ગ્રહણને કાર્યકર્તાઓએ સ્વીકારી લીધા.

પત્રિકામાં આગળ લખવામાં આવ્યું કે, હિન્દુત્વને એક જોઇન્ટ કડીના રૂપમાં અને ગઠબંધનને દશકો જૂનો ઇતિહાસ હોવાના કારણે આ ગઠબંધન એક સ્વાભાવિક ગઠબંધન હતું, પરંતુ આજ ભાવના NCP સાથે આવ્યા બાદ બીજા ચરણ પર જવા લાગી અને લોકસભાની તસવીરે આ નારાજગીને હજુ વધારી દીધી. જો કે, તેમાં આગળ એમ પણ લખ્યું કે, NCPનું સામેલ થવું કાર્યકર્તાઓ વચ્ચે અશાંતિનું મુખ્ય કારણ લાગી રહ્યું છે, પરંતુ એ એકમાત્ર કારણ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp