RSSની નવી મલ્ટી સ્ટોરીઝ ઓફિસ બનીને તૈયાર, પણ શરૂ થઇ શકશે નહીં
રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS)ની સ્થાપનાના આવતા વર્ષે 100 વર્ષ પુરા થઇ રહ્યા છે. દિલ્હીમાં સંઘની નવી મલ્ટી સ્ટોરીઝ ઓફિસ કેશવ કુંજ બનીને તૈયાર થઇ ગઇ છે, પરંતુ NOC મળી નથી.
મધ્ય દિલ્હીના ઝંડેવાલાનમાં 2.5 એકરમા બનેલા કેશવ કુંજને હવે નવું, આધુનિક અમે મોટું બનાવવામાં આવી રહ્યું છે. કુલ 3 ટાવર બનાવવામાં આવ્યા છે. દરેક ટાવરમાં ગ્રાઉન્ડ પ્લેસ 12 ફ્લોર હશે. બીજા અને ત્રીજા ટાવરની વચ્ચે એક મોટું મેદાન છે, જેમાં સંઘના સ્થાપક કેશવ બલિરામ હેગડેની પ્રતિમા રાખવામાં આવી છે. બીજા ટાવરના 11 મા માળે સરસંઘ સંચાલક મોહન ભાગવતનું ઘર બનાવવામાં આવ્યું છે.
દિલ્હી અર્બન આર્ટ કમિશને કેશવ કુંજને NOC આપવાનો ઇન્કાર કરી દીધો છે. કારણમાં કહેવાયું છે કે પુરતા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp