ચીનના સિક્રેટ બેગમાં આખરે શું હતું કે ચેક પણ કરવા દેતું નહોતું પ્રતિનિધિમંડળ?

PC: news18.com

G20 શિખર સંમેલન દરમિયાન ચીની પ્રતિનિધિમંડળ પાસે ઉપસ્થિત સિક્રેટ બેગનું રહસ્ય અત્યાર સુધી ખૂલી શક્યું નથી. દિલ્હી પોલીસ સત્તાવાર રૂપે એમ કહી રહી છે કે ચીની દૂતાવાસને બેગ સોંપી દેવામાં આવી છે અને મામલો હવે સમાપ્ત થઈ ચૂક્યો છે. જો કે, ઇન્વેસ્ટિગેશન એજન્સીઓ અત્યારે પણ એ કુકડું ઉકેલવામાં લાગી છે. કોઈ પાસે એ જાણકારી નથી કે આ અજીબ દેખાતા બેગમાં એવું કયું ઉપકરણ હતું, જેને હોટલ રૂમમાં લઈ જવામાં આવી રહ્યું હતું અને ચીની પ્રતિનિધિમંડળ તેની તપાસ કરાવવા પણ તૈયાર નહોતું.

ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, એક મહિલા અધિકારીના નેતૃત્વમાં 6 ચીની અધિકારી 12 કલાક સુધી બેગને સ્કેન કરાવવાનો વિરોધ કરતા રહ્યા, જેને લઈને ઘર્ષણની સ્થિતિ બનેલી રહી. ભારતીય ઇન્વેસ્ટિગેશન એજન્સીઓ પણ પોતાની સ્થિતિ પર કાયમ રહી. પ્રોટોકૉલના કારણે આ બેગની પ્લેનથી ઊતરતી વખત તપાસ થઈ શકી નહોતી. વિયેના કન્વેન્શનના કારણે એરપોર્ટ પર ચેકિંગ ન થયું. આ બેગનો આકાર એટલો અજીબ હતો કે તેણે દરેકનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું.

ચીની પ્રતિનિધિમંડળ આ બેગની તપાસ ન કરાવવા પર અડગ હતું. એવામાં જ્યાં સુધી આ બેગ હોટલમાં રહી, એ રૂમ બહાર પોલીસના અધિકારી અલગ-અલગ શિફ્ટમાં દેખરેખ કરતા રહ્યા. ગતિરોધ વધવા પર બાદમાં વિશેષ સુરક્ષા ટીમની ઉપસ્થિતિમાં ચીની દૂતાવાસ મોકલી દેવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઉપકરણની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ઇન્ટેલિજેન્સ અધિકારી તેની તપાસ કરી રહ્યા છે કે, શું તેઓ ઓફ ધ એર’ જેવી દેખરેખ અને જૈમિંગ ઉપકરણ હતું.

એમ માનવામાં આવી રહ્યું છે કે એક ચીની ઈલેક્ટ્રોનિક્સ દિગ્ગજ દેખરેખ માટે આ SIG-INT (સિગ્નલ ઇન્ટેલિજેન્સ) સંગ્રહણ ઉપકરણોનો પુરવઠો કરી રહી છે. હોટલ તાજમાં જ બ્રાઝીલના રાષ્ટ્રપતિ પણ રોકાયા હતા. પાસેની હોટલમાં ITC  મૌર્યમાં જો બાઈડેન રોકાયા હતા. એક અધિકારીએ કહ્યું કે, એવી કોઈ રીત નહોતી કે અમે તેમને હોટલ રૂમમાં આ ઉપકરણ રાખવા દેતા. જ્યાં સુધી અમે પૂરી રીતે સંતુષ્ટ થઈ જતા નથી કે આ ઉપકરણનો શું ઉપયોગ થવાનો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ચીની ડિપ્લોમેટ્સે તાજ હોટલમાં પ્રાઇવેટ ઇન્ટરનેટની માગ કરી હતી, પરંતુ તેમને તે ન આપવામાં આવ્યું. ત્યારબાદ બેગને લઈને સુરક્ષા એજન્સીઓની શંકા હજુ વધી ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp