રાહુલ ગાંધીના ભાષણ પર ધમાસાણ, મુસ્લિમ ધર્મગુરુ રોષમાં, બોલ્યા- હું તેનું...
સંસદમાં સોમવારે વિપક્ષ નેતા રાહુલ ગાંધી તરફથી આપવામાં આવેલા ભાષણને લઈને ખૂબ વિવાદ થઈ રહ્યો છે. એક તરફ જ્યાં ભાજપ અને હિન્દુવાદી પક્ષ તેના પર હુમલાવર છે, તો હવે ઈસ્લામિક ધર્મગુરુએ પણ એક વાત પર આપત્તિ દર્શાવી છે. રાહુલ ગાંધી તરફથી અભય મુદ્રાને લઈને આપવામાં આવેલા નિવેદનનું ઓલ ઈન્ડિયા સૂફી સજ્જાદાનશીને ખંડન કર્યું છે. તેમણે તેની નિંદા કરતા કહ્યું કે, ઇસ્લામમાં એવું ક્યાંય કહેવામાં આવ્યું નથી. તેમણે અભય મુદ્રાને ઇસ્લામ સાથે જોડાવાને ખોટું બતાવતા તેની નિંદા કરી અને કોંગ્રેસ નેતા પાસે નિવેદન સુધારવાની માગ કરી છે.
તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીનું સંસદમાં જે નિવેદન હતું જેમાં તેમણે અભય મુદ્રાનો ઉલ્લેખ કર્યો છે. અભય મુદ્રાને ઇસ્લામ સાથે જોડાવી ખોટું છે. ઇસ્લામમાં દુવા માગવાને તેમણે અભય મુદ્રા સાથે તુલના કરી છે જે એકદમ ખોટું છે. ઇસ્લામમાં મૂર્તિ પૂજા નથી, હા હિન્દુ ધર્મમાં વિભિન્ન મુદ્રાઓનો ઉલ્લેખ છે અને દેવી દેવતાઓની પૂજા થાય છે, પરંતુ ઇસ્લામમાં પૂજા પણ થતી નથી એટલે આ ઇસ્લામના મૂળ સિદ્ધાંત વિરુદ્ધ છે કે અભય મુદ્રાને ઇસ્લામ સાથે જોડવામાં આવે. રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના નિશાનને અભય મુદ્રા કહેવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેને ઇસ્લામ સાથે જોડાવાનું ખોટું છે. હું તેની નિંદા કરું છું, તેમણે પોતાના નિવેદનને સુધારવું જોઈએ.
આ અગાઉ અજમેર શરીફના ગાદીપતિ હાજી સૈયદ સલમાન ચિશ્તીએ પણ રાહુલ ગાંધીના નિવેદન પર આપત્તિ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, અમે રાહુલ ગાંધીનું નિવેદન સાંભળ્યું છે જે તેમણે અભય મુદ્રાને ઈસ્લામિક દુવા સાથે જોડી છે, પરંતુ ઇસ્લામમાં એવું ક્યાંય કહેવામાં આવ્યું નથી. રાહુલ ગાંધીએ સમજવું જોઈએ કે, કોઈ વિશ્વાસમાં પ્રતિકાત્મકતા શું છે. ઇસ્લામમાં અમે માનીએ છીએ કે અલ્લાહ જન્નત અને ધરતીને બનાવનાર છે, પરંતુ તેમની કોઈ છબી કે પ્રતિકાત્મકતા નથી.
લોકસભામાં વિપક્ષ નેતા બન્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સદનમાં પોતાના પહેલા ભાષણમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં દરેક વર્ગ અને વ્યક્તિને ડરાવે છે, જ્યારે કોંગ્રેસનું નિશાન ભગવાન શિવ, ઇસ્લામ, ગુરુ નાનક, મહાત્મા બુદ્ધ, મહાવીરની અભય મુદ્રા છે જે દેશમાં સત્ય, અહિંસા અને નિર્ભયતા ફેલાવી રહી છે. રાષ્ટ્રપતિ અભિભાષણ પર ચર્ચમાં વિપક્ષની આગેવાની કરતા રાહુલ ગાંધીએ ભગવાન શંકર, ગુરુ નાનક દેવ, મહાત્મા બુદ્ધ, મહાવીર, ઇસ્લામમાં ઈબાદતના હાથોની તસવીરો દેખાડી અને ભારતીય જનતા પાર્ટી (BJP) પર હિંસા અને નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો.
રાહુલ ગાંધીએ ભગવાન શિવનું ચિત્ર સદનમાં દેખાડ્યું, પરંતુ અધ્યક્ષે તેમણે ટોક્યા તો તેમણે સવાલ કર્યો કે શું ભગવાન શિવના ચિત્રને નહીં દેખાડી શકાય. ભગવાન શિવ અભય મુદ્રામાં હોય છે. ગુરુ નાનકજી અભય મુદ્રામાં હોય છે. ભગવાન મહાવીરનું અભય મુદ્રાવાળું ચિત્ર પણ દેખાડ્યું. તેમણે કહ્યું કે, બધા મહાપુરુષોએ અહિંસાની વાત કરી, ડર દૂર કરવાની વાત કરી અને અને કહ્યું કે ડરો નહીં, ડરાવો નહીં. અભય મુદ્રાનો અર્થ છે કે ડરો નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp