G-20 સમિટ માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારત નહીં આવે, જણાવ્યું આ કારણ

PC: PIB

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતમાં આયોજિત G-20 સંમેલનમાં હાજરી વ્યક્તિગત રીતે હાજર રહેવાના નથી. દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બર G-20 શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. રશિયાના પ્રવક્તા દિમિત્રી પેસકોવે શુક્રવારે જાણકારી આપી હતી કે રાષ્ટ્રપતિ પુતિનની સપ્ટેમ્બર મહિનામાં ભારત જવાની કોઇ યોજના નથી. રશિયા- યુક્રેન યુદ્ધને કારણે પુતિન વ્યસ્ત હોવાનું પ્રવક્તાએ કારણ આપ્યું છે.જ્હોનિસબર્ગમાં તાજેતરમાં યોજાયેલા બ્રિક્સ સંમેલનમાં પણ પુતિન હાજર રહ્યા નહોતા. તેમને બદલે રશિયાના પ્રતિનિધિ તરીકે રશિયાના વિદેશ મંત્રી સર્ગઇ લાવરોવે ભાગ લીધો હતો. રશિયાના પ્રવક્તાએ યેવજેની પ્રિગોઝિનના પ્લેન ક્રેશ મૃત્યુમાં ક્રેમલિનની સંડોવણીના આક્ષેપો સંપૂર્ણપણે જૂઠા હોવાની પણ વાત કરી છે.

G-20 ના કોઈ કાયમી અધ્યક્ષ નથી. જે સભ્ય દેશ તેનું પ્રમુખપદ ધરાવે છે તે સમિટનું આયોજન કરે છે. ભારત 1 ડિસેમ્બર 2022 થી તેના પ્રમુખ છે. ભારત નવેમ્બર 2023 સુધી G-20 નું અધ્યક્ષ રહેશે. 9 અને 10 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં G20 નેતાઓની સમિટનું આયોજન કરવામાં આવ્યું છે અને ઘણા સમયથી તેની પુરજોશમાં તૈયારી પણ ચાલી રહી છે.

G-20ની રચના 1999માં થઈ હતી. તે પછી તે નાણા મંત્રીઓ અને કેન્દ્રીય બેંકોના ગવર્નરોનું સંગઠન હતું. તેની પ્રથમ કોન્ફરન્સ ડિસેમ્બર 1999માં જર્મનીની રાજધાની બર્લિનમાં યોજાઈ હતી. 2008-2009માં વિશ્વમાં ભયંકર મંદી હતી. આ મંદી પછી આ સંગઠનમાં ફેરફારો થયા અને તે ટોચના નેતાઓના સંગઠનમાં ફેરવાઈ ગયું હતું.

વર્ષ 2008માં અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં તેની સમિટ થઇ હતી. વર્ષ 2009 અને વર્ષ 2010માં વર્ષમાં બે વખત G-20 સમિટનું આયોજન કરવામાં આવતું હતું. વર્ષ 2009માં લંડન અને પિટસબર્ગ અને વર્ષ 2010માં ટોરન્ટો અને સિયોલમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2011 પછી G-20 શિખર સંમેલન વર્ષમાં એકજ વખત કરવાનો નિર્ણય લેવાયો હતો.

G-20ના સભ્યોમાં ભારત ઉપરાંત આર્જેટિંના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, ચીન, ફ્રાંસ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇટાલી,જાપાન, સાઉથ કોરિયા,મેક્સિકો, રશિયા, સાઉદી અરબ, સાઉથ આફ્રીકા, તુર્કી, યુકે, અમેરિકા અને યુરોપીય સંઘ સામેલ છે.દુનિયાની 80 ટકા GDP અને 75 ટકા બિઝનેસ આ G-20 દેશોમાં થાય છે. એટલું જ નહીં, દુનિયાની બે તૃત્યાંશ વસ્તી પણ આ G-20 દેશોમાં વસે છે.

રશિયાના પ્રવક્તાએ પુતિન ભારત નહીં આવે તેની પૃષ્ટિ કરી છે સાથે એ પણ કહ્યું છે કે યેવજેની પ્રિગોઝિનના પ્લેન ક્રેશ મૃત્યુમાં ક્રેમલિનની સંડોવણી હતી તેવા આક્ષેપો તદ્દન ખોટા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp