સદગુરુ જગ્ગી વાસુદેવનો દાવો, કહ્યું- આપણે કળિયુગમાં નથી જીવી રહ્યા, આપણે તો...

PC: twitter.com

ઇશા ફાઉન્ડેશનના સંસ્થાપક અને આધ્યાત્મિક ગુરુ તરીકે જાણીતા સદગુરુ જગ્ગી વાસુદેવે એક એવો દાવો કર્યો છે જેને કારણે બધાની આંખ પહોળી થઇ ગઇ છે. સદગુરુએ કહ્યું કે, આપણે હાલના સમયમાં જીવી રહ્યા છે તે કળિયુગ નથી. આ સમય દ્વાપર યુગનો છે. દ્રાપર યુગ 2083માં પુરો થશે અને આપણે બધા ત્રેતાયુગમાં પહોંચી જઇશું. તેમણે આના માટે તથ્યો પણ સમજાવ્યા છે.

એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં સદગુરુ જગ્ગી વાસુદેવે રામ રાજ્યની કલ્પના વિશે પણ વિગતવાર વાત કરી. તેમણે વર્તમાન સમયમાં થઈ રહેલા પરિવર્તનો અને વિકાસના કામોની પણ વાત કરી હતી. તેમણે ગામડાઓથી લઈને શહેરો સુધીના લોકોના ચહેરા પરની ખુશીની પણ વાત કરી હતી.

રામરાજ્યની કલ્પના વિશે વાત કરતા સદગુરુએ કહ્યું કે, સૌથી પહેલા એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આપણે અત્યારે કળિયુગમાં નથી જીવી રહ્યા. કળિયુગ વિશે વાત વારંવાર થાય છે કારણ કે કૃષ્ણે કુરુક્ષેત્રના યુદ્ધમાં કળિયુગ વિશે કહ્યું હતું, પરંતુ ગ્રહની સ્થિતિ અનુસાર, ગ્રહ દર 72 વર્ષે લગભગ એક ડિગ્રી આગળ વધે છે. આ 25 હજાર 920 વર્ષો સુધીનું સમયચક્ર છે. જે સત્યયુગથી ત્રેતા, ત્રેતાથી દ્વાપર અને દ્વાપરથી કળિયુગ સુધી પહોંચે છે. કળિયુગ અને દ્વાપર ભેગા થયા અને 25 હજાર 900 વર્ષનું સમયચક્ર ઘણા સમય પહેલા પૂર્ણ થયું છે. 2083 માં આપણે બધા દ્વાપર યુગથી ત્રેતાયુગમાં સંપૂર્ણ રીતે આગળ વધીશું.

તેમણે વધુમાં કહ્યું કે, કળિયુગતો ઘણા સમય પહેલા સમાપ્ત થઈ ગયો છે. રામરાજ્ય એ રૂપક તરીકે પસંદગી છે. કેટલાક લોકો પ્રેમથી રામને ભગવાન તરીકે ઓળખે છે. જ્યારે સામાન્ય રીતે તેમને પુરુષોત્તમ કહેવામાં આવે છે. પુરુષોત્તમનો અર્થ પુરુષોમાં સૌથી ઉત્તમ આપણે તેમને મર્યાદા પુરુષોત્તમ કહીએ છીએ. કારણ કે તેમના અસ્તિત્વનું એક કારણ છે. આ સંદર્ભમાં જોવામાં આવે તો રામરાજ્યનો અર્થ થાય છે એક સંપૂર્ણ રાષ્ટ્રની સ્થાપના કરવાનો પ્રયાસ. તમે તેને હાંસલ કર્યું છે કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી. તમે પ્રયત્ન કર્યો છે કે નહીં તે મહત્વનું છે.

એક ઉત્તમ જીવન અથવા એક ઉત્તમ રાષ્ટ્રને લઇને તેમણે કહ્યું કે,માત્ર મૃત વ્યક્તિનું જીવન જ સંપૂર્ણ હોઈ શકે છે. જીવંત વ્યક્તિ માત્ર પ્રયાસ જ કરી શકે છે. જે દિવસે તમે પ્રયાસ કરવાનું બંધ કરશો તે દિવસ તમે મૃત્યુ પામશો. આપણે એક ઉત્તમ રાષ્ટ્ર નિર્માણની કોશિશની વાત કરી રહ્યા છે. આપણે ઉત્તમ રાષ્ટ્રની વાત નથી કરી રહ્યા, કારણકે તે સંભવ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp