હવે કૂતરો પાળવો પડશે મોંઘો, સરકાર વસૂલશે ટેક્સ, આ જિલ્લાથી થશે શરૂ
MPના સાગર જિલ્લામાંથી ડોગ ટેક્સની શરૂઆત થઈ શકે છે. ખરેખર, નગરપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં તમામ કાઉન્સીલરોએ સહમતિ આપી દીધી છે કે જે પણ વ્યક્તિ કૂતરા પાળી રહ્યા છે તેણે ડોગ ટેક્સ આપવો પડશે. બેઠકમાં એ વાત પર ચર્ચા કરવામાં આવી કે, શહેરમાં કુતરા કરડવાના બનાવો સતત વધી રહ્યા છે. એટલા માટે કૂતરા પાળનારાઓ પર ટેક્સ લગાવવામાં આવે.
ટેક્સને લઈને મધ્યપ્રદેશના સાગર જિલ્લામાંથી મોટા સમાચાર છે. હવે અહીં લોકોએ 'ડોગ ટેક્સ' પણ આપવો પડશે. આ ટેક્સ એ લોકો આપશે જેઓને કૂતરા પાળવાનો શોખ છે. જિલ્લામાં સતત કુતરા કરડવાના બનાવો બની રહ્યા છે. નગરપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં આ મુદ્દો મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં સર્વાનુમતે કુતરાઓના માલિકો પાસેથી ડૉગ ટેક્સ વસૂલવાનો નિર્ણય લેવાયો છે.
બેઠકમાં કર આકારણી અને વસુલાતની દરખાસ્ત તૈયાર કરવાની જવાબદારી કોર્પોરેટ ગવર્નન્સને સોંપવામાં આવી છે. વહીવટીતંત્ર ટૂંક સમયમાં જ આ અંગે પ્રસ્તાવ તૈયાર કરીને પરિષદની સમક્ષ રજૂ કરશે. ડૉગ ટેક્સ વસૂલનારી સાગર મ્યુનિસિપલ કોર્પોરેશન મધ્યપ્રદેશમાં પ્રથમ સંસ્થા હશે. આ નિર્ણયને લઈને મ્યુનસિપલ કમિશનર ચંદ્રશેખર શુક્લાએ જણાવ્યું હતું કે શહેરમાં કૂતરાઓ દ્વારા લોકોને કરડતા હોવાની ફરિયાદો સતત આવી રહી હતી. કોર્પોરેશન કાઉન્સિલની બેઠકમાં પણ આ મામલો સામે આવ્યો હતો.
કાઉન્સિલરો વચ્ચે થઈ સર્વસંમતિ
આ અંગે તમામ કાઉન્સિલરોએ ટેક્સ વસૂલવા અને શહેરમાં રખડતા કૂતરાઓની સંખ્યા ઘટાડવાને લઈને અનેક સૂચનો આપ્યા. જેમાં કુતરા રાખનારાઓ પાસેથી ટેક્સ વસૂલવાના સૂચન પર સર્વસંમતિ રહી. હવે ટૂંક સમયમાં જ કોર્પોરેશન વહીવટીતંત્ર તેની કાર્ય યોજના તૈયાર કરશે. મંજૂરી મળ્યા બાદ આ ટેક્સને લાગૂ કરવામાં આવશે. કોર્પોરેશનના અધ્યક્ષ વૃંદાવન અહિરવારે જણાવ્યું હતું કે, લોકો ઘરમાં કૂતરા પાળે છે, પરંતુ તેઓ ઘરની બહાર મુખ્ય માર્ગ પર ફેરવવા સાથે જ કચરો પણ નાખે છે. આ દરમિયાન પાલતુ કૂતરાઓ દ્વારા પસાર થતા લોકોને કરડતા હોવાની ઘટનાઓ પણ સામે આવી છે.
કોર્પોરેશનના અધિકારીઓ તૈયાર કરશે કાર્ય યોજના
બેઠકમાં તમામ કાઉન્સિલરોનું કહેવું હતું કે, શહેરમાં કૂતરાઓની સંખ્યા અને તેઓ દ્વારા પસાર થતા લોકોને કરડતા હોવાના બનાવોમાં અચાનક વૃદ્ધિ થઈ છે. બેઠક દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો હતો કે દેશી અને વિદેશી કુતરા પાળનારાઓ પર અલગ અલગ દરે ટેક્સ લેવામાં આવશે. આ સિવાય નિરાધાર કૂતરાઓને પકડવાથી લઈને છોડવાના સંબંધમાં અલગથી કોર્પોરેટ અધિકારીઓ દ્વારા વિગતવાર કાર્ય યોજના તૈયાર કરવામાં આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp