સંસદમાં ઘૂસી જનાર સાગર શર્મા પરિવારને વીડિયો કોલ પર બોલ્યો- મા મેં જે કર્યું...

PC: theprint.in

સંસદની સુરક્ષામાં સેંધ લગાવવાનો આરોપી સાગર શર્માની પૂછપરછ ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ગત દિવસે દિલ્હીથી પહોંચેલી સ્પેશિયલ સેલની ટીમે વીડિયો કોલના માધ્યમથી સગાર શર્મા સાથે તેના પરિવારની વાત કરાવી હતી. આ વાતચીત લગભગ 40 મિનિટ સુધી ચાલી. આ દરમિયાન સાગરે પરિવારજનોને કહ્યું કે, તેણે જે કર્યું, એ બરાબર કર્યું. ચાલો આ આર્ટિકલમાં જાણીએ સાગરે બીજું શું કહ્યું.

વીડિયો કોલ પર સાગર બોલ્યો કે મા ત્યાં ઘર પર બધુ બરાબર છે, કોઈ પરેશાની તો નથી? તેના પર માતાએ કહ્યું કે, દીકરા તે આ શું કર્યું? સાગરે આગળ કહ્યું કે, મા મેં જે કર્યું તે બરાબર કર્યું. મેં કોઈના કહેવા પર કર્યું નથી. તપાસ બાદ જલદી જ છૂટી જઈશ. મા તારું અને માહી (બહેન)નું ખ્યાલ રાખજે. વાતચીત દરમિયાન સાગર શર્માએ લખનૌ સ્થિત ઘર અને કેટલાક સ્થળો પર મહત્ત્વપૂર્ણ કાગળોની જાણકારી આપી. જેને પોલીસ પોતાની સાથે લઈ ગઈ.

દિલ્હીથી આવેલી સ્પેશિયલ સેલની ટીમને સાગરના રૂમાંથી 4 બેંક ખાતાની પાસબુક મળી છે. તેમાં ટ્રાન્ઝેક્શનની તપાસ કરવામાં આવી રહી છે. આ ખાતાઓમાં ક્યારે અને ક્યાંથી પૈસાનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું છે, તેની જાણકારી એકત્ર કરવામાં આવી રહી છે. એ સિવાય રૂમમાં પોકેટ ડાયરી, પુસ્તકો, ફાઇલ, ટિકિટ વગેરે મળ્યા છે, જેના પર સાગરના પિતાની સાઇન કરાવીને જપ્ત કરી લેવામાં આવ્યા છે. તપાસ એજન્સીએ આરોપી સાગર શર્માના માતા-પિતા અને બહેનને સાથે બેસીને પૂછપરછ કરી છે.

આ અગાઉ ઉત્તર પ્રદેશ ATSએ પણ સાગરના પરિવારજનોની પૂછપરછ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ, UP ATS અને ઇન્ટેલિજેન્સની ટીમે પણ લખનૌ સ્થિત સાગરના ઘરે પહોંચીને કેસની તપાસ કરી છે. ટીમે આરોપી સાગર શર્માને બેટરી રીક્ષા આપનાર નનકે અને તેના પુત્ર હિમાશુથી પણ પૂછપરછ કરી છે, જેમાં ખબર પડી જે સાગરે બેન્કો સાથે સંપર્ક કર્યો હતો. તેણે ફંડ એકત્ર કરવા માટેનો પ્રયાસ કર્યો હતો. તે પોતાની નવી ઇ-રિક્ષા ઈચ્છતો હતો.

નનકેએ જણાવ્યું કે, ઇ-રિક્ષાના ભાડાના રૂપમાં 500 રૂપિયા પ્રતિ દિવસ સાગર મને આપતો હતો. અહી સુધી નક્કી કોટા હતો. સવારે 9:00 વાગ્યે ઇ-રિક્ષા લઈ જતો હતો અને રાત્રે લાવતો હતો. એક બેંકથી ફોન આવ્યો હતો. તેના પર સાગરે કહ્યું હતું કે તેને રૂપિયાઓની સખત જરૂરિયાત છે. એટલે તે લોન લેવા માગે છે. તે લોનના બધા રૂપિયા જલદી જ ચૂકવી દેશે કેમ કે તેનો સમય બદલાવાનો છે. રિપોર્ટ મુજબ સંસદની અંદર હોબાળો કરનાર સાગર શર્માએ 700 રૂપિયામાં એ સ્પેશિયલ બૂટ બનાવડાવ્યા હતા. જેમાં સ્મોક કેન છુપાવીને અંદર લઈ ગયો હતો.

પોલીસ જણાવ્યું કે, સાગર શર્માએ એક ફૂટવેર શૉરૂમાંથી 8 નંબરના બે જોડી બુટ ખરીદ્યા હતા. એ દુકાનદારની પણ પૂછપરછ કરવામાં આવી છે. તપાસમાં એ પણ સામે આવ્યું કે સાગર શર્માના ખાનગી બેંક અકાઉન્ટથી ફ્લાઇટની ટિકિટ ખરીદવામાં આવી હતી. તે બેંગલોર અને કોલકાતાના મિત્રોના માધ્યમથી બાકી સાથીઓ સાથે જોડાયો હતો. ગત સાંજે દિલ્હી નંબરની ગાડીથી ટીમ સાગરના ઘરે પહોંચી હતી. આ ટીમમાં 6 સભ્ય હતા. બધા સાદા ડ્રેસમાં હતા. ઘરમાં બેઠા અન્ય લોકોને બહાર કાઢ્યા બાદ બંધ રૂમમાં સાગરની માતા, પિતા અને બહેન સાથે લગભગ 40 મિનિટ સુધી પૂછપરછ કરી. આ દરમિયાન સાગરની માતા-પિતા અને બહેન સાથે વીડિયો કોન્ફરન્સિંગથી વાત કરાવવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp