12 કલાકની ડ્યૂટી પૂરી થઈ જતા રસ્તામાં જ બે ટ્રેન છોડીને જતા રહ્યા ડ્રાઈવર ગાર્ડ

PC: navbharattimes.indiatimes.com

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં લખનૌ-ગોરખપુર રેલખંડ પર ટ્રેનના ચાલકોનું એક નવું કારનામું સામે આવ્યું છે. અહી બે ટ્રેનના ડ્રાઈવર 12 કલાકની ડ્યુટીનો સમય પૂરો થવા પર રેલવે ટ્રેક પર જ રેલગાડી છોડીને જતા રહ્યા. તેના કારણે સહરસાથી દિલ્હી જનારી ટ્રેન 3 કલાક 40 મિનિટ અને બરૌનીથી લખનૌ જતી ટ્રેન 1 કલાક 41 મિનિટ સુધી બુઢવલ સ્ટેશન પર ઊભી રહી. આ દરમિયાન સ્ટેશન અધિક્ષકે યાત્રીઓની સમસ્યા પર ફોન ઉપાડવાનો બંધ કરી દીધો.

મુસાફરોના જોરદાર હોબાળા પર રેલવે વિભાગે ઇમરજન્સી ડ્યુટીના બીજા ચાલકોને લખનૌથી બુઢવાલ બોલાવ્યા, ત્યારબાદ ટ્રેનોને આગળ જવા માટે રવાના કરવામાં આવી. મીડિયા રિપોર્ટ મુજબ, લખનૌ થી ગોરખપુર રેલખંડના બુઢવલ રેલવે સ્ટેશનથી પસાર થઈ રહેલી બે એક્સપ્રેસ ટ્રેનોના ચાલક અને ગાર્ડોએ ટ્રેન આગળ લઈ જવાની ના પાડી દીધી. તેમણે ટ્રેન એમ કહીને છોડી દીધી કે તેમની ડ્યૂટી ટાઈમના 12 કલાક વીતી ચૂક્યા છે. આ દરમિયાન ટ્રેનો પર સવાર યાત્રીઓએ જોરદાર હોબાળો કર્યો. તેનાથી RPF, GRP, સ્થાનિક પોલીસ, સ્ટેશન અધિક્ષક અને સ્ટાફ પૂરી રીતે મુકદર્શક બન્યા રહ્યા.

NERના ગોંડા RPF ઇન્સ્પેક્ટર અજમેર સિંહ યાદવે જણાવ્યું કે, સહરસા બિહારથી નીકળીને નવી દલ્હી જઈ રહેલી ટ્રેન બુધવારે બપોરે 01:15 પર બુઢવલ સ્ટેશન પર પહોંચી હતી. તેના ચાલક અને ગાર્ડે ટ્રેનને પ્લેટફોર્મ નંબર-3 અને 4 વચ્ચે ઊભી કરી દીધી. તેના પર મુસાફરોએ હોબાળો શરૂ કરી દીધો. આ ટ્રેન ચાલક અને ગાર્ડનું કહેવું હતું કે તેમની 12 કલાકની ડ્યૂટી છે અને એ સમય પૂરો થઈ ચૂક્યો છે. તેના પર કંટ્રોલ રૂમને સ્થિતિ બતાવવામાં આવી. તેના પર આ ટ્રેનના ચાલક અને ગાર્ડને લખનૌથી બોલાવવામાં આવ્યા.

સહરસાથી નવી દિલ્હી માટે 04:50 વાગ્યે રવાના થઈ હતી. આ પ્રકારે આ ટ્રેન 3 કલાક 40 મિનિટ સુધી રેલવે સ્ટેશન પર ઊભી રહી. આ જ સ્ટેશન પર બરૌનીથી લખનૌ જઈ રહેલી એક્સપ્રેસ ટ્રેનના ચાલક અને ગાર્ડે પણ આ જ કહાનીનું પુનરાવર્તન કર્યું. આ બંનેએ પણ સ્ટેશન અધિક્ષકને જણાવ્યું કે, તેમની 12 કલાકની ડ્યૂટી પૂરી થઈ ચૂકી છે. તે હવે ટ્રેનને અગાળ નહીં લઈ જઈ શકે. આ ટ્રેન સાંજે 4:04 વાગ્યે અહી પહોંચી હતી. આ ટ્રેનના બીજા ચાલક અને ગાર્ડને લખનૌથી બોલાવવામાં આવ્યા. ત્યારબાદ 5:46 પર આગળ જવા રવાના કરવામાં આવી. આ સ્થિતિમાં આ ટ્રેન 1 કલાક 41 મિનિટ સુધી બુઢવલ સ્ટેશન પર ઊભી રહી.

બુઢવલ સ્ટેશનના GRP ઇન્સ્પેક્ટર દેવેન્દ્ર સિંહે જણાવ્યું કે, સહરસાથી દિલ્હી જઈ રહેલી નોન-સ્ટોપ ટ્રેનના ડ્રાઈવર 12 કલાકની ડ્યુટીનો સમય પૂરો થવા પર છોડીને જતા રહ્યા. તો સાંજે 4:00 વાગ્યે બરોનીથી લખનૌ જઈ રહેલી બરોની એક્સપ્રેસ ટ્રેન પણ ઊભી રહી ગઈ હતી. આ ટ્રેનના ડ્રાઈવર અને ગાર્ડ ડ્યૂટી પૂરી થવાની વાત કરીને ટ્રેન છોડીને જતા રહ્યા હતા. ગાડી લેટ થવા પર મુસાફરોએ લગભગ 20 મિનિટ સુધી હોબાળો કર્યો હતો, જેમને સમજાવીને શાંત કરાવવામાં આવ્યા. કંટ્રોલ ચેન્જ થયા બાદ આ ટ્રેન પણ રવાના થઈ ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp