સાક્ષીની વિનેશને સલાહ, 'આપણે બલિદાન આપવું જોઈએ, ઓફર તો મને પણ મળી હતી'
રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાની પોલિટિકલ એન્ટ્રી પર રેસલર સાક્ષી મલિકે મોટું નિવેદન આપ્યું છે. શુક્રવારે તેણે એક પ્રકારની સલાહ આપી અને કહ્યું કે, મને પણ ઓફર આવે છે, પરંતુ આપણે બલિદાન આપવું જોઈએ. મીડિયા સૂત્ર સાથે વાત કરતા સાક્ષીએ કહ્યું, 'કદાચ આજે તેઓ (કુસ્તીબાજ બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ) પાર્ટીમાં જોડાશે, તેથી જ તેઓ રાજીનામું આપવા આવી રહ્યા છે. તેઓ પાર્ટીમાં જોડાવા માંગે છે કે કેમ તે તેમનો અંગત નિર્ણય છે. પરંતુ, હું માનું છું કે આપણે ક્યાંક બલિદાન આપી દેવું જોઈએ. અમારા આંદોલનને ખોટું સ્વરૂપ ન આપવામાં આવે.'
સાક્ષી મલિકે કહ્યું કે, મહિલાઓ માટે મારું આંદોલન આજે પણ ચાલુ છે. મેં હંમેશા કુસ્તી વિશે વિચાર્યું છે, મેં કુસ્તીના હિતમાં કામ કર્યું છે અને ભવિષ્યમાં પણ કરીશ. તેણે કહ્યું, 'મને પણ મોટી ઑફર્સ મળી છે, પરંતુ હું જે પણ સાથે સંકળાયેલી છું, મારે અંત સુધી તેની સાથે કામ કરવાનું છે. જ્યાં સુધી સંઘ સ્વચ્છ નહીં બને અને બહેન-દીકરીઓનું શોષણ બંધ ન થાય ત્યાં સુધી મારી લડત ચાલુ રહેશે.'
સાક્ષી મલિકને પૂછવામાં આવ્યું કે, તમને ક્યા રાજકીય પક્ષો તરફથી ઓફર મળી છે? આના જવાબમાં તેણે કહ્યું, 'જ્યારે મારે ત્યાં જવું જ નથી તો પછી મારે તેની વાત શા માટે કરવી જોઈએ? આ મારો ઈરાદો નથી. મેં વિરોધ શરૂ કર્યો ત્યારે પણ મેં કોઈ મોટા રાજકીય પક્ષમાં જોડાવાનું વિચાર્યું ન હતું. અમારા પર અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે, અમે કોઈ રાજકીય હેતુ માટે બેઠા છીએ, પરંતુ એવું નહોતું. અમે શરૂ કરેલી લડાઈ આજે પણ ચાલુ છે. અમે ભવિષ્યમાં પણ બહેન-દીકરીઓના શોષણ સામે અવાજ ઉઠાવતા રહીશું.'
શું સાક્ષી મલિક વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના પ્રચારમાં જશે? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, હું સંપૂર્ણપણે બિનરાજકીય છું. હું કોઈ પક્ષ સાથે જોડાયેલી નથી કે, નથી મારી કોઈ પક્ષ સામે લડાઈ.' તેણે કહ્યું, 'મારી લડાઈ માત્ર એક જ વ્યક્તિ સામે હતી જે છે બ્રિજ ભૂષણ શરણ સિંહ. તેણે બહેન-દીકરીઓનું શોષણ કર્યું હતું. આ રીતે સ્પષ્ટ થાય છે કે મારી લડાઈ કોઈ રાજકીય પક્ષ સામે નથી. મને કોઈ રાજકીય પક્ષ પ્રત્યે કોઈ લગાવ કે નફરત નથી.'
#WATCH | On Bajrang Punia & Vinesh Phogat, wrestler Sakshee Malikkh says, "...It is their personal choice to join the party. I believe that we should make sacrifices. Our agitation, the fight for women should not be given a wrong impression...From my end, the agitation… pic.twitter.com/hdnlnXKqzD
— ANI (@ANI) September 6, 2024
અત્રે ઉલ્લેખનીય છે કે, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાઈ શકે છે. બંને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય વરિષ્ઠ નેતાઓને 10 રાજાજી માર્ગ પર મળ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે, પુનિયા અને ફોગાટ પાર્ટીમાં હાજરી આપશે. તેમાંથી કોઈ એક ચૂંટણી લડશે કે બંને ચૂંટણી લડશે તે ટૂંક સમયમાં સ્પષ્ટ થઈ જશે. ફોગાટે અંગત કારણોસર શુક્રવારે ભારતીય રેલ્વેમાંથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસે તેના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર ફોગાટ અને પુનિયા સાથે રાહુલ ગાંધીની તસવીર શેર કરી છે. પૂનિયા ટોક્યો ઓલિમ્પિક ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતા છે, જ્યારે ફોગાટ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ મહિલા કુસ્તીબાજ બની છે. જો કે, 50 Kg વજનની શ્રેણીમાં લગભગ 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp