ટેક્સના પૈસામાંથી મૌલવીઓને પગાર મળે તો હિન્દુ પૂજારીઓને કેમ નહીં? CM સામે ધરણા

PC: aajtak.in

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલના ઘરની બહાર પૂજારીઓએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. અહીં બેઠેલા પૂજારીઓની માંગ છે કે, જ્યારે મૌલાનાઓને પગાર આપી શકાય છે, તો પછી તેમને પગાર કેમ નથી આપવામાં આવી રહ્યો. અહીં તમને જણાવી દઈએ કે, દિલ્હી BJP મંદિર સેલ દ્વારા મંદિરના પૂજારીઓના પગારની માંગને લઈને 7 ફેબ્રુઆરીએ ધરણા કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

ટેમ્પલ સેલના પ્રમુખ કરનૈલ સિંહે કહ્યું હતું કે, જ્યારે હિંદુઓના ટેક્સના પૈસામાંથી મૌલવીઓ પગાર મેળવી શકે છે તો હિંદુઓને શા માટે માનદ વેતન ન મળી શકે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિરોધમાં હજારો પૂજારી સામેલ છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, CM કેજરીવાલના ઘરની બહાર એકઠા થયેલા પૂજારીઓ અને ઋષિઓ અહીં હનુમાન ચાલીસાનો પાઠ પણ કરશે.

દિલ્હીમાં મૌલાનાઓને કેટલો પગાર આપવામાં આવે છે? આના સંદર્ભમાં, અગાઉ કેટલાક મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે, દિલ્હી વક્ફ બોર્ડની લગભગ 185 રજિસ્ટર્ડ મસ્જિદોના 255 ઈમામ અને મુએઝીનને પગાર ચૂકવવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇમામને 18,000 રૂપિયા અને મુએઝીનને 14,000 રૂપિયાની આસપાસ પગાર આપવામાં આવે છે. બીજી તરફ, દિલ્હી વક્ફ બોર્ડમાં, નોંધણી વગરની મસ્જિદોના ઈમામોને 14 હજાર રૂપિયા અને મુએઝીનને દર મહિને લગભગ 12 હજાર રૂપિયા આપવામાં આવે છે.

ગયા વર્ષે નવેમ્બર મહિનામાં BJP સાંસદ પરવેશ સાહિબ સિંહે દિલ્હીના CMને પત્ર લખ્યો હતો. આ પત્ર દ્વારા તેમણે માંગ ઉઠાવી હતી કે, મસ્જિદોના મૌલવીઓની જેમ મંદિરના પૂજારીઓ અને ગુરુદ્વારાના ગ્રંથીઓને પણ તેમનો પગાર ચૂકવવો જોઈએ. BJP સાંસદે કહ્યું હતું કે આપણા બંધારણની પ્રકૃતિ ધર્મનિરપેક્ષતા પર આધારિત છે. કરદાતાઓ પાસેથી આવતા નાણાં ફક્ત પસંદ કરેલા અથવા એક જ ધાર્મિક જૂથ પર ખર્ચવા જોઈએ નહીં. જનતાના આ પૈસા પર તમામ ધર્મના લોકોનો સમાન અધિકાર છે.

વાસ્તવમાં, મસ્જિદના ઈમામોનો પગાર વકફ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. 1993માં સુપ્રીમ કોર્ટે ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ મૌલાના જમીલ ઈલ્યાસીની અરજી પર સુનાવણી કરતા વક્ફ બોર્ડને તેના દ્વારા સંચાલિત મસ્જિદોમાં ઈમામોને પગાર ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. વક્ફ બોર્ડ દિલ્હી, હરિયાણા અને કર્ણાટકમાં મસ્જિદોના ઈમામને પગાર આપે છે. ઘણા રાજ્યોમાં, વક્ફ બોર્ડ લાંબા સમયથી કેટલીક મસ્જિદોના ઈમામોને પગાર ચૂકવતું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp