CBI સામે હાજર નહીં થાય અખિલેશ યાદવ, આપી PDAવાળી દલીલ

PC: facebook.com/yadavakhilesh

સમાજવાદી પાર્ટી (SP)ના નેતા અખિલેશ યાદવને CBIએ ગેરકાયદેસર ખનન કેસમાં આજે પૂછપરછ માટે બોલાવ્યા છે. તેમનું નામ આ કેસમાં CBIએ સાક્ષી તરીકે નોંધ્યું છે, પરંતુ તેઓ આજે CBI સામે હાજર નહીં થાય. સમાજવાદી પાર્ટીના પદાધિકારીઓએ આ જાણકારી આપી છે. 5 વર્ષ અગાઉ નોંધાયેલા કેસને લઈને સમાજવાદી પાર્ટીના પછાત વર્ગના સેલના અધ્યક્ષ રાજપાલ કશ્યપે કહ્યું કે, 'અખિલેશ યાદવ આજે લખનૌની પાર્ટી ઓફિસમાં મીટિંગમાં છે. આ મીટિંગ PDA પર થવાની છે એટલે તેઓ દિલ્હી નહીં જાય.

અખિલેશ યાદવે જે PDA શબ્દ આપ્યો છે, તેમાં પછાત,દલિત અને લઘુમતી (અલ્પસંખ્યક) સામેલ છે. એ સિવાય સમાજવાદી પાર્ટીના પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું કે, તેઓ ક્યાંય જઇ રહ્યા નથી. તેઓ લખનૌમાં એક મીટિંગમાં સામેલ થશે. તેમણે અખિલેશ યાદવને મળેલી નોટિસ પર કહ્યું કે, મારી પાસે આ બાબતે વિસ્તારથી કોઈ જાણકારી નથી, પરંતુ એ નક્કી છે કે અખિલેશ યાદવ આજે દિલ્હી જઇ રહ્યા નથી. CBIએ CRPCના સેકશન 160 હેઠળ અખિલેશ યાદવને નોટિસ આપી હતી અને 29 ફેબ્રુઆરીએ ઉપસ્થિત થવાનો આદેશ આપ્યો હતો.

આ સેકશન હેઠળ કોઈ પણ પોલીસ અધિકારી કોઈ કેસની તપાસ માટે સાક્ષીને સમન્સ મોકલી શકે છે. એક વરિષ્ઠ અધિકારીએ આ કેસ પર વાત કરતા કહ્યું કે, અખિલેશ યાદવ આરોપી નથી, પરંતુ તેમને સાક્ષી બનાવવામાં આવ્યા છે. તેમને કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ગેરકાયદેસર ખનન કૌભાંડના કેસમાં આરોપ છેઃ કે આ કેસમાં સમાજવાદી પાર્ટીની સરકાર દરમિયાન ઇ-ઓક્શનની પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નહોતું. આ કેસમાં અલ્લાહાબાદ હાઇકોર્ટે તપાસનો આદેશ આપ્યો હતો.

આરોપ છે કે, વર્ષ 2012 થી વર્ષ 2016 દરમિયાન ગેરકાયદેસર ખનનનો પટ્ટો સરકારી અધિકારીઓએ આપ્યો હતો. એ પણ ત્યારે જાહેર કરવામાં આવ્યો, જ્યારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) તરફથી રોક લગાવવામાં આવી હતી. તો નોટિસ મળ્યા બાદ અખિલેશ યાદવે પણ તેને રાજનીતિક હુમલો કરાર આપ્યો. તેમણે કહ્યું કે, સપા ભાજપની સૌથી મોટી ટારગેટ છે. મને તો વર્ષ 2019માં પણ નોટિસ મળી હતી, ત્યારે પણ લોકસભાની ચૂંટણી હતી. હવે ફરી ચૂંટણી આવી રહી છે તો મને ફરી એક વખત નોટિસ આપવામાં આવી છે. હું જાણું છું કે જ્યારે ચૂંટણી આવે છે, તો નોટિસ પણ આવે છે. એટલી બેચેની કેમ? જો ભાજપે છેલ્લા 10 વર્ષોમાં ખૂબ કામ કર્યું છે તો પછી ડર કઇ વાતનો છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp