યોગી ઉવાચ-ધર્મ તો દુનિયામાં એક જ છે સનાતન ધર્મ: VIDEO

PC: indiatoday.com

ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિન દ્વારા સનાતન ધર્મ પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી પછીથી આ મુદ્દો ઘણો ગરમાયો છે. હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, સનાતન ધર્મ જ એકમાત્ર ધર્મ છે. બાકી બધા સંપ્રદાય અને પૂજા પદ્ધતિઓ છે. સનાતન માનવતાનો ધર્મ છે અને જો આના પર હુમલો કરવામાં આવ્યો તો વિનાશ થશે અને દુનિયાભરમાં માનવતા પર સંકટ પેદા થઇ જશે.

ગોરખપુરના ગોરખનાથ મંદિરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન યોગી આદિત્યનાથે આ વાત કહી. યોગી આદિત્યનાથે શ્રીમદ્ભગવતગીતાના સંકીર્ણ દ્રષ્ટિકોણના સારને સમજવા અને તેની વિશાળતાને સમજવા માટે ખુલ્લી માનસિકતા રાખવાને મહત્વ આપ્યું. તેમણે કહ્યું કે, ભાગવતની કથા અસીમિત છે. તેને દિવસો કે કલાકોમાં સીમિત ન કરી શકાય. આ અંતહીન છે અને ભક્ત સતત ભાગવતના સારને પોતાના જીવનમાં આત્મસાત કરે છે.

આ પહેલા યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, દેશ અને સમાજની જરૂરતો એક સંતની પ્રાથમિકતા છે. મહંત દિગ્વિજયનાથ જી એક એવા સંત હતા જેમણે સમયના પડકારોનો સંઘર્ષ કર્યો. મહંત દિગ્વિજયનાથ રાજસ્થાનના મેવાડના રાણા વંશથી આવતા હતા. તેમણે દેશના સ્વાભિમાન માટે લડતા પોતાનું જીવન માતૃભૂમિને સમર્પિત કર્યું. તેમણે ઘણાં ધાર્મિક અને રાજકીય અનુષ્ઠાનોમાં સામેલ થઇને સમાજ માટે કશું નવું કરવાની કોશિશ કરી.

યોગી આદિત્યનાથે કહ્યું કે, મહંત દિગ્વિજયનાથે ગોરક્ષપીઠથી જોડાયા પછી સૌથી પહેલા શિક્ષા પર ભાર આપતા મહારાણા પ્રતાપ શિક્ષા પરિષદની સ્થાપના કરી. તેમણે યુવા પેઢીઓમાં રાષ્ટ્રવાદ પેદા કરવા માટે પોતાની સંસ્થાઓમાં વધારી. તેમના દ્વારા સ્થાપિત શિક્ષા પરિષદે યુવાઓમાં રાષ્ટ્રવાદ ભરવાનું કામ કર્યું છે. તેમણે વિશ્વવિદ્યાલયોની સ્થાપના કરી. તેની સાથે તેમના દ્વારા સ્થાપિત ચાર ડઝન શૈક્ષણિક પ્રશિક્ષણ સંસ્થા યુવા પેઢીને દેશ અને સમાજથી જોડાયેલા પડકારોનો સામનો કરવા તૈયાર કરવાનું કામ કરી રહ્યા છે.

ખેર, આ પહેલા યોગી આદિત્યનાથે સનાતન ધર્મને લઇ કહ્યું હતું કે, આ ધર્મ પર પહેલા પણ પ્રહાર થતા રહ્યા છે. પણ સત્તાજીવી લોકો તેને મીટાવી શક્યા નહીં. ખેર, ઉદયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મને લઇ આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન પછીથી ભાજપા સતત આરોપ લગાવી રહી છે કે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. સનાતન ધર્મ વિરોધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp