સંજય રાઉત બોલ્યા- 'ફાઇવ સ્ટાર જેલ જેવી છે નવી સંસદ, અમારી સરકાર બની તો...

PC: indianexpress.com

પોતાના નિવેદનોને લઈને લાઇમલાઇટમાં રહેનારા શિવસેના (UBT) નેતા સંજય રાઉતે દેશની નવી સંસદને લઈને ફરીથી વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે નવા સંસદ ભવનની તુલના ફાઇવ સ્ટાર જેલ સાથે કરી છે. તેમણે એવો પણ દાવો કર્યો કે, જ્યારે તેમની પાર્ટી કેન્દ્રમાં પોતાની સરકાર બનાવશે તો જૂના સંસદ ભવનથી સત્રની શરૂઆત કરશે. ઉલ્લેખનીય છે કે, નવા સાંસદ ભવનનું ઉદ્વઘાટન થોડા મહિના અગાઉ કરવામાં આવ્યું હતું. વિપક્ષી પાર્ટીઓએ આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો.

સંજય રાઉતે કહ્યું કે, 'નવી સંસદ એક ફાઇવ સ્ટાર જેલ જેવી છે, જ્યાં તમે કામ નહીં કરી શકો. જ્યારે અમે પોતાની સરકાર બનાવીશું તો અમે આપણી ઐતિહાસિક સંસદ (જૂની સાંસદ)માં પોતાનું સંસદ સત્ર શરૂ કરીશું.' એ સિવાય સંજય રાઉતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 'અબકી બાર 400 પાર'ના નારા પર કટાક્ષ કરતા કહ્યું કે, વડાપ્રધાન મોદીએ 2024ની ચૂંટણી માટે 400ની જગ્યાએ 600નું લક્ષ્ય રાખવું જોઈએ.

શરદ પવાર જ્યારે વર્ષ 2014 અગાઉ કૃષિ મંત્રી હતા, ભારતના અત્યાર સુધીના સૌથી સારા કૃષિ મંત્રીઓમાંથી એક હતા- એમ કોઈ બીજાએ નહીં, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે. તેમણેબુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યવતમાલ રેલી પર પણ પ્રહાર કર્યો, જ્યાં તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને મહારાષ્ટ્ર રાજ્ય નમો શેતકારી સન્માન યોજના હેઠળ ધનરાશિ વિતરિત કરી. જેમાં ખેડૂતોને 12,000 રૂપિયા (કેન્દ્ર અને રાજ્ય દરેક પાસેથી 6,000 રૂપિયા)નું વાર્ષિક ઋણ સામેલ છે.

આ અગાઉ સંજય રાઉતે કહ્યું હતું કે મહાવિકાસ અઘડી (MVA) ગઠબંધનના સભ્ય બુધવારે આગામી લોકસભાની ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં સીટ ફાળવણીને લઈને સહમત થઈ ગયા છે અને તેની જાહેરાત જલદી જ કરવામાં આવશે. તેમણે આ નિવેદન મુંબઇમાં કોંગ્રેસ, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) અને શિવસેના (UBT)ની બેઠક બાદ સંવાદદાતાઓ સાથે વાતચીતમાં આપ્યું હતું. સંજય રાઉતે કહ્યું હતું કે, નિર્ણયને અંતિમ મંજૂરી આપવા માટે શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે અને પ્રકાશ આંબેડકર મુલાકાત કરશે. તેની જાહેરાત સંવાદદાતા સંમેલનમાં કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp