‘સામના’માં PM મોદી વિશે એવું શું લખ્યું કે સંજય રાઉત પર રાજદ્રોહનો કેસ થઈ ગયો?

PC: ndtv.com

શિવસેના (UBT)ના પ્રવક્તા સંજય રાઉતની મુશ્કેલી વધી શકે છે. મુખપત્ર ‘સામના’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાબતે આપત્તિજનક લેખ લખવાના આરોપમાં તેમની વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે. સાંસદ સંજય રાઉત વિરુદ્ધ રાજદ્રોહ અને અન્ય આરોપોમાં ફરિયાદ નોંધવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે, ભાજપના યવતમાલ જિલ્લા સમન્વયક નીતિન ભૂટાડાએ રાજ્યસભાના સભ્ય સંજય રાઉત વિરુદ્ધ કરેલી ફરિયાદના આધાર પર કેસ નોંધવામાં આવ્યો છે.

સામનાના કાર્યકારી સંપાદક સંજય રાઉતે પલટવાર કરતા ભાજપ પર સેન્સરશીપનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, ભાજપને એમ કહેવાનો કોઈ અધિકાર નથી કે તે ઇમરજન્સી વિરુદ્ધ ઊભી થઈ હતી કેમ કે લડાઇ કોઈ પ્રકારની સેન્સરશીપ વિરુદ્ધ હતી. સામનામાં નિંદા રાજનીતિક છે. ફરિયાદમાં નીતિન ભૂટાડાએ દાવો કર્યો કે, સંજય રાઉતે 10 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આપત્તિજનક લેખ લખ્યો હતો.

અધિકારીએ જણાવ્યું કે, સોમવારે અહી ઉમરખેડ પોલીસ સ્ટેશનમાં સંજય રાઉત વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડ (IPC)ની કલમ 124(A) (રાજદ્રોહ), 153(A) (ધર્મ, જાતિ, જન્મસ્થળ, નિવાસ, ભાષા વગેરેના આધાર પર વિભિન્ન સમુદાયો વચ્ચે દુશ્મનીને પ્રોત્સાહન આપવું) અને 505 (2) (સમુદાયો વચ્ચે શત્રુતા, ધૃણા કે દ્વેષ ઉત્પન્ન કરવા કે પ્રોત્સાહન આપનારું નિવેદન) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસે કહ્યું કે, અમે ફરિયાદના આધાર પર કેસ નોંધી લીધો છે અને તેની તપાસ કરીશું. રાજદ્રોહ સંબંધિત કાયદો સરકાર પ્રત્યે અસંતોષ ઉત્પન્ન કરવાના કેસમાં 124(A) હેઠળ મહત્તમ આજીવન કેદની સજાનું પ્રાવધાન છે.  ભૂટાડાએ આરોપ લગાવ્યો કે આ લેખમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો. સંજય રાઉતે કોંગ્રેસને ચેતવણી આપતા કહ્યું કે, જો ગાંધી પરિવારના નજીકના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનુકૂળ રાજનીતિ કરતા રહેશે તો દેશની સૌથી જૂની પાર્ટીને વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં હજુ મુશ્કેલીનો સામનો કરવો પડશે.

પાર્ટી મુખપત્ર ‘સામના’માં પ્રકાષ્ટ સાપ્તાહિક સ્તંભ ‘રોખઠોક’માં રાઉતે EVM સંબંધિત શંકાઓને ઉઠાવવાનું આહ્વાન કર્યું. તેમણે દાવો કર્યો કે, મધ્ય પ્રદેશમાં જ્યારે પોસ્ટલ બેલેટની ગણતરી થઈ રહી હતી ત્યારે કોંગ્રેસ 199 સીટ પર આગળ ચાલી રહી હતી, પરંતુ EVMની ગણતરી શરૂ થવા સાથે જ પરિસ્થિતિ બદલાઈ ગઈ. ભાજપે હાલમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં જીત હાંસલ કરી છે, જ્યારે કોંગ્રેસ તેલંગાણામાં જીતી છે. આ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ 3 ડિસેમ્બરે જાહેર થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp