કોંગ્રેસ અને શિવસેના UBT વચ્ચે વર્ચસ્વની લડાઈ શરૂ, સંજય રાઉત બોલ્યા-ચૂંટણી બાદ..

PC: ndtv.com

શિવસેના નેતા સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે બુધવારે રંગશારદામાં આયોજિત શિવસેનાના પદાધિકારી સંમેલનમાં દાવો કર્યો કે, મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં સત્તા પરિવર્તન થશે અને નવી સરકારનું નેતૃત્વ ઉદ્ધવ ઠાકરે જ કરશે. મહાવિકાસ અઘાડી (MVA)માં શિવસેના ઉદ્ધવ ઠાકરેએ અત્યારથી મુખ્યમંત્રી પદ પર દાવો ઠોકી દીધો છે. સંજય રાઉતે પોતાના નિવેદનમાં કહ્યું કે, તમારા બધાનો સહયોગ મળ્યો. આપણે બધા શિવ સૈનિક બાળાસાહેબના વિચારો પર આગળ વધી રહ્યા છીએ, એટલે હું દાવા સાથે કહી રહ્યો છું કે આગામી 4 મહિનામાં સત્તા પરિવર્તન થશે. એ સરકારનું નેતૃત્વ ઉદ્ધવ ઠાકરે જ કરશે.

લોકસભાની ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ મહાવિકાસ અઘાડીના ઘટક દળ કોંગ્રેસ અને શિવસેના ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફરીથી વર્ચસ્વની લડાઈ શરૂ થઈ ગઈ છે. મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં પહેલા માત્ર એક સાંસદ હોવાના કારણે કોંગ્રેસ સૌથી નાની પાર્ટી હતી, પરંતુ 2024ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું. ત્યારબાદ હવે કોંગ્રેસ મહાવિકાસ અઘાડીમાં મોટા ભાઈની ભૂમિકામાં આવવા માગે છે. તો કોંગ્રેસને મોટો ભાઈ માનવા શિવસેના UBT તૈયાર નથી. આ જ કારણ આગામી દિવસોમાં કોઇક ને કોઇક મુદ્દા પર બંને જ પાર્ટીના નેતાઓ વચ્ચે વિવાદ જોવા મળી રહ્યો છે.

આ અગાઉ મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણીને લઈને બંને જ દળો વચ્ચે વિવાદ જોવા મળ્યો છે. કોંગ્રેસ પાર્ટીના પદાધિકારીઓ સાથે ચર્ચા કર્યા વિના જ ઉદ્ધવ ઠાકરેએ વિધાન પરિષદની ચારે સીટો પર પોતાના ઉમેદવાર ઊભા કરી દીધા છે. એવામાં નારાજ ચાલી રહેલી કોંગ્રેસે પણ 2 સીટો પર ઉમેદવારોનું નામાંકન દાખલ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભા પરિષદની આ 4 સીટો મુંબઈ સ્નાતક, મુંબઈ શિક્ષક, કોકણ સ્નાતક અને નાસિક શિક્ષણ છે. સીટ ફાળવણી વિવાદને હલ કરવા માટે ઉદ્ધવ ઠાકરે સાથે નાના પટોલે સતત સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, તેમના ફોનનો માતોશ્રી તરફથી કોઈ જવાબ મળી રહ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp