સંજય સિંહના શપથ શું અડચણ છે? જાણો શું કહે છે રાજ્યસભાના નિયમ
દિલ્હીથી રાજ્યસભા માટે ફરી ચૂંટાયેલા આમ આદમી પાર્ટી (AAP)ન નેતા સંજય સિંહ માટે સંસદના શપથ લેવાનું મુશ્કેલ થતું જઇ રહ્યું છે. જો તેમની હાંકલપટ્ટીનો કેસ સંસદના વિશેષાધિકાર સમિતિ પાસે જાય છે તો સ્થિતિ ખૂબ જ ગુંચવણવાળી થઈ શકે છે. રાજ્યસભા સચિવાલય સાથે જોડાયેલા જાણકારો મુજબ, આ મામલે નિયમાવલી કહે છે કે સંજય સિંહનો મામલો વિશેષાધિકાર સમિતિ પાસે જઇ ચૂક્યો છે, તો હવે સમિતિ જ તેના પર નિર્ણય લેશે. જો કે, અત્યાર સુધી વિશેષાધિકાર સમિતિની બેઠકની તારીખ પણ નક્કી થઈ નથી.
રિપોર્ટ્સ મુજબ, એક વખત તારીખ નક્કી થયા બાદ બેઠક થશે. આ બેઠકમાં કોરમ પૂરી થયા બાદ બેઠકના એજન્ડામાં સંજય સિંહના વ્યવહારની સમીક્ષાનો મુદ્દો પણ રાખવામાં આવશે. એટલું બધુ થયા બાદ વિશેષાધિકાર સમિતિ આ મામલે વિચાર કરશે. સંભવ છે કે સમિતિ સામે સંજય સિંહને બોલાવવામાં આવે. એટલું બધુ થયા બાદ સમિતિ રિપોર્ટ તૈયાર કરશે. ત્યારબાદ રિપોર્ટ રાજ્યસભામાં રજૂ થશે.
સદનમાં રજૂ થયેલા રિપોર્ટ પર વિચાર કરીને નક્કી કરવામાં આવે કે સંજય સિંહ માટે સદનના દરવાજા ક્યારે અને કેવી રીતે ખોલવામાં આવે. સદનની લીલી ઝંડી મળ્યા બાદ પણ એક પ્રક્રિયા બાકી રહે છે. આ સંબંધમાં રાજ્યસભા સચિવાલય તરફથી પણ સમન્સ આપવામાં આવશે. આ સમન્સ શપથ ગ્રહણ માટે હશે. સમન્સમાં બતાવવામાં આવેલી તારીખ પર સંજય સિંહ નિશ્ચિત જગ્યાએ ઉપસ્થિત થશે, પછી સભાપતિ તેમને પદના શપથ અપાવશે.
એ પણ એ સમયે જ નક્કી થશે કે શપથ વિધિ ક્યાં થશે. હવે એ સંજય સિંહ પર નિર્ભર કરશે કે તેઓ AAPના નેતાની જેમ રાજ્યસભા સચિવાલયના સમન્સને પણ ટાળતા રહે, ત્યાં સુધી જ્યાં સુધી રાજ્યસભાનું સત્ર શરૂ ન થઈ જાય અને તેઓ સદનમાં શપથ લઈ શકે. હાલમાં તો પ્રક્રિયાઓની અંતજાળમાં શપથ વિધિ મુશ્કેલ લાગે છે. સંજય સિંહને આબકારી નીતિ કૌભાંડ સાથે જોડાયેલા ધનશોધન કેસમાં ધરપકડ કરવામાં આવી છે. EDના વકીલે કોર્ટમાં કહ્યું કે, સંજય સિંહ 2021-22માં આવેલી દિલ્હી આબકારી નીતિ સાથે સંબંધિત કૌભાંડ સાથે થયેલી ગેરકાયદેસર આવકને રાખવા, છુપાવવા, ઉપયોગ કરવા અને લેવડ-દેવડમાં સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp