જે કામ સાંસદ-ધારાસભ્ય ન કરી શક્યા, તેને મહિલા સરપંચે કરી દેખાડ્યું

PC: news18.com

આજે આપણે મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લાની સીમા પર સ્થિત બડકી ચોકી પંચાયત અંતર્ગત આવતા દેવગઢ ગામ બાબતે વાત કરી રહ્યા છીએ, જેમનું જનપદ તો બડવાહ લાગે છે, પરંતુ વોટ મહેશ્વર વિધાનસભામાં નાખવામાં આવે છે. અહી રહેનારા ગ્રામજનોને આજ સુધી પાકો રસ્તો નસીબ થયો નથી. રોજ તેમને પર્વત પર પથ્થરવાળા રસ્તાથી થઈને પસાર થવું પડે છે. અતિ દુર્ગમ આ રસ્તાના નિર્માણ માટે વર્ષોથી ગ્રામજનો અધિકારીઓ અને નેતાઓને વિનંતી કરી રહ્યા હતા, પરંતુ કોઈ પણ તેની તસ્દી લેવા તૈયાર નથી.

સારા રસ્તા ન હોવાથી ઘણી દુર્ઘટનાઓ થઈ ચૂકી છે. સુગમ રસ્તાની જે માગને આટલા વર્ષોમાં સાંસદ અને ધારાસભ્ય ન પૂરી કરી શક્યા. તેને માત્ર 18 મહિનાના કાર્યકાળમાં ગામની મહિલા સરપંચ શ્યામા બાઈએ કરી દેખાડ્યું છે. સરપંચના આ કાર્યના દરેક વખાણ કરી રહ્યું છે. રસ્તો પૂરો બન્યા બાદ લોકોને ઘણી હદ સુધી રાહત મળશે. અત્યારે દેવગઢ ગામમાં દુર્ગમ પર્વતોની નીચે સાડા ત્રણ કિલોમીટરનો રસ્તો છે જે ખૂબ જ ખતરનાક છે. ભૂતકાળમાં ઘણી દુર્ઘટનાઓ થઈ ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે. આ ગામ વિંધ્યાનચલ પર્વત પર વસેલું હોવાના કારણે મુખ્ય માર્ગથી ગામ સુધી પહોંચવા માટે 3.5 કિલોમીટરના દુર્ગમ પર્વતોને પાર કરવાનું હોય છે. બીમાર કે ગર્ભવતી મહિલાને હૉસ્પિટલ લઈ જવાનું પણ મુશ્કેલ હોય છે. ગ્રામજનોની આ સમસ્યાને ગંભીરતાથી લેતા દેવગઢની બહુ અને બડકી ચોકીના સરપંચ શ્યામ બાઈના પતિ ચન્નૂ લાલ ખડાના સતત પ્રયાસોથી માત્ર 18 મહિનાના કાર્યકાળમાં જ પર્વત પર મનરેગા હેઠળ કામ શરૂ કરાવી દીધું.

સરપંચ શ્યામબાઈ અને તેમના પતિ ચન્નૂ બતાવે છે કે આખા ગામે એકમત થઈને તેમને સરપંચ બનાવ્યા છે એટલે તેમણે પણ આ પથ્થરવાળા રસ્તાને સારો કરવાનો વાયદો કર્યો હતો. સતત અધિકારીઓ સાથે સંપર્ક સાધ્યા બાદ અંતે સફળતા મળી અને હવે રોડનું કામ થઈ રહ્યું છે. વિગત 8 દિવસોથી રસ્તા પર મરમ નાખવાનું કામ ચાલી રહ્યું છે. તે બતાવે છે કે આ દેવગઢ ગામ, જે જિલ્લા સહિત મહેશ્વર વિધાનસભાનું છેવાડાનું ગામ છે. જનપ્રતિનિધિઓ ઉદાસીનતાના કારણે અહી અત્યારે વિકાસ થયો નથી.

સરપંચ શ્યામાબાઈનું કહેવું છે કે, ગામમાં સરકારી શાળા સિવાય બીજું કંઇ નથી. એટલે તેમણે આ બેડો ઉઠાવ્યો છે કે અહીની બધી સમસ્યાઓને દૂર કરીને ગામને એક અલગ ઓળખ અપાવશે પાણીની સમસ્યાને દૂર કરવા માટે નલજલ યોજના હેઠળ બધા ઘરો સુધી પાણી પહોંચાડવાનું કાર્ય પણ આ જ કાર્યકાળમાં થયું છે. તેમની ઈચ્છા છે કે ગામમાં ફોર વ્હીલ સરળતાથી પહોંચી શકે. જેથી અહી સ્થિત પ્રાચીન તુમ્બઈ માતાનું દર્શન દરેક ભક્ત સરળતાથી કરી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp