સત્યપાલ મલિકે હરિયાણા ચૂંટણી પર શું કહ્યું? EVM અને જાટ-ગેર જાટ પર પણ બોલ્યા

PC: x.com/satyapalmalik6

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં લાગેલા ઝટકાને કોંગ્રેસ સ્વીકારી શકતી નથી તો તેની જીતની ભવિષ્યવાણી કરનારા વિશ્લેષક પણ મંથન કરી રહ્યા છે કે જનતાનો મૂડ જાણવામાં ક્યાં ભૂલ થઇ ગઇ. આ દરમિયાન જમ્મુ-કશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે પણ હરિયાણા ચૂંટણીના અલગ અલગ ફેક્ટર પર પોતાના વિચાર ખૂલીને વ્યક્ત કરી રહ્યા છે. એક અખબાર સાથે વાત કરતા સત્યપાલ મલિકે EVM, જાટ, ખેડૂત, કોંગ્રેસની હાર અને ભાજપની જીતના કારણો સાથે જોડાયેલા સવાલના જવાબ આપ્યા હતા.

હરિયાણા અને જમ્મુ-કશ્મીરના પરિણામ આવ્યા. તમારી પહેલી પ્રતિક્રિયા શું છે? આ સવાલ પર જમ્મુ-કાશ્મીરમાં તો એવા જ પરિણામ આવ્યા છે જેવી અપેક્ષા હતી. હરિયાણાના પરિણામ અપેક્ષા વિરુદ્ધ છે. કોંગ્રેસ પાર્ટી ફરી એક વખત EVM સાથે છેડછાડની આશંકા વ્યક્ત કરી રહી છે, પરિણામોને સ્વીકાર કરી શકતી નથી. તમને શું લાગે છે કોંગ્રેસની પોતાની ખામીઓ છે કે કંઇક બીજું? આ સવાલ પર તેમણે કહ્યું કે, હું તો કોંગ્રેસની પોતાની ખામીઓ માનીશ. કોંગ્રેસમાં એકતા નથી. અંતિમ દિવસ સુધી દેખાયું કે કોંગ્રેસમાં ભાગલા છે. કોંગ્રેસી લોકો મહેનત કરતા નથી, ભાજપના લોકો 24 કલાક રાજનીતિ કરે છે અને તેમના અનુષાંગિક સંગઠન છે. તેમની તુલનામાં આ લોકો ઓછી મહેનત કરે છે.

તમને શું લાગે છે હાર માટે ભૂપિન્દ્ર સિંહ હુડ્ડા જવાબદાર છે કે રાહુલ ગાંધી? કોઇ ઇન્ડિવિજ્યૂઅલ જવાબદાર નથી. રાહુલ ગાંધી તો ક્યારેય જવાબદાર નથી. ભુપિન્દર હુડ્ડા પણ જવાબદાર નથી. હરિયાણા ખેડૂત આંદોલનનું કેન્દ્ર રહ્યું, 2 વર્ષ અગાઉ અહી એટલું ઉગ્ર આંદોલન થયું હતું, પરંતુ ભાજપ પહેલાથી વધુ સીટ લઇને જીતી ગઇ, તમે શું કહેશો? સત્યપાલ મલિકે કહ્યું કે હું તેના પર કંઇ કહેવા માગતો નથી. પરંતુ એ સમજથી બહાર છે કેવી રીતે થયું.

ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂનીની ડિપોઝિટ જપ્ત થઇ ગઇ? સત્યપાલ મલિકે આ સવાલ પર કહ્યું કે, તેમણે લડવું જોઇતું નહોતું. ખેડૂત નેતા જ્યારે લડે છે, યુનિયનના લોકો, તેમને વોટ આપવા દેતા નથી. ખેડૂત આંદોલન બાદ પણ જો આ પ્રકારના પરિણામ આવ્યા છે તો તમે ખેડૂત આંદોલનનું શું ભવિષ્ય જુઓ છો? ખેડૂત આંદોલનનું વોટ સાથે કોઇ સંબંધ નથી. ખેડૂત આંદોલન ખેડૂત આંદોલન છે. વાસ્તવમાં જે આ પાર્ટીઓ છે. ખાસ કરીને કોંગ્રેસ, ભાજપમાં તો 50 અનુષાંગિક સંગઠન છે, 24 કલાક ભજાપના લોકો રાજનીતિ કરે છે.

કોંગ્રેસના લોકો રાજનીતિ કરતા નથી, સંઘર્ષ કરતા નથી. રસ્તાઓ પર રહેતા નથી. ક્યાંય લડતા દેખાતા નથી. તેમણે સંઘર્ષ કરવો જોઇએ. તમે પોતે કહો છો કે જાટ 300 વર્ષ સુધી બદલો ભૂલતા નથી. બીજી તરફ વિશ્લેષક કહે છે કે હરિયાણામાં ગેર જાટ એકજૂથ થઇ ગયા અને તેના કારણે ભાજપને ફાયદો થયો. તમને શું લાગે છે જાટ ક્યાં ગયા? આ સવાલ પર મલિકે કહ્યું કે, નહીં, હરિયાણામાં જાટ, ગેર-જાટ નહોતું. એટલું જરૂર છે કે સેલજાના કારણે દલિત વોટ કોંગ્રેસને ન મળ્યા. પછાત વોટ પણ બેકવર્ડ મુખ્યમંત્રીના કારણે તેમને મળી ગયા.

તમને નથી લાગતું કે જાટ વર્સિસ ગેર-જાટ થયું? તેમણે કહ્યું કે, નહીં. ક્યાંય નજરે ન પડ્યું. હું તો ગયો હતો ચૂંટણીમાં. જ્યાં કહી રહ્યા હતા કે કોંગ્રેસની જીત નક્કી છે, ત્યાં હારી ગઇ, તમને 4-5 મોટા કારણ કયા લાગે છે? મને સમજ પડતી નથી. તેનું મોટું કારણ છે કોંગ્રેસની આળસ, કોંગ્રેસ દ્વારા મહેનત ન કરવી, કામ ન કરવું, પરસ્પર ઝઘડો રાખવો અને વહેચાયેલી પાર્ટીના રૂપમાં ચૂંટણીમાં ઓળખાણ. ભાજપની શું મજબૂતી છે? ભાજપની તો મજબૂતી એ છે કે તેના ખૂબ અનુષાંગિક સંગઠન છે. ભાજપ 24 કલાક રાજનીતિ કરે છે. આ તેની મજબૂતી છે.

શું હરિયાણાના પરિણામોથી ભાજપને સંજીવની મળશે અને બીજા ચૂંટણી રાજ્યોમાં ફાયદો થશે? મલિકે કહ્યું કે, તેમને નેચરલી તાકાત તો મળશે, ફાયદો થશે. પરંતુ બીજા લોકોને પણ બોધ લેવો જોઇએ. મહેનત કરવી જોઇએ. હરિયાણામાં કોંગ્રેસની હાર માટે મુખ્ય રૂપે હુડ્ડા અને સેલજાની ખેચટાણને જવાબદાર માનો છો? સત્યપાલ મલિકે કહ્યું કે, એક હદ સુધી એ પણ નહીં. પરંતુ એ પણ જવાબદાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp