શું તમારી પાસે છે SBI કાર્ડ? તો તમને હવે મળશે આ નવી સુવિધા

PC: vtvgujarati.com

જો તમારી પાસે SBIનો કાર્ડ હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. રિપોર્ટ અનુસાર, SBI પોતાના કાર્ડ ધારક ગ્રાહકો માટે એક નવી સુવિધા શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. SBI કાર્ડના પ્રબંધ નિદેશક અને CEO અશ્વિની કુમાર તિવારીએ કહ્યું કે, કંપની પોતાના ગ્રાહકોને તેમનો ક્રેડિટ સ્કોર જોવાની સુવિધા ઉપલબ્ધ કરાવવા અંગે વિચાર કરી રહી છે. ગ્રાહક આ સુવિધા અંતર્ગત પોતાના ક્રેડિટ કાર્ડ ખાતાઓ પર લોગ ઈન કરીને ક્રેડિટ સ્કોર જોઈ શકશે.

તેમણે કહ્યું કે, કેટલીક બાબતો અહીં લાગુ કરવામાં આવી શકે છે. તેમાંથી એક બાબત છે ક્રેડિટ કાર્ડ ધારકો માટે ક્રેડિટ બ્યૂરો સ્કોરનું પ્રાવધાન છે. જ્યારે પણ કાર્ડ ધારક પોતાના ખાતા પર લોગ ઈન કરશે, ત્યારે તેઓ ક્રેડિટ સ્કોર જોઈ શકશે. તેને માટે કોઈ વધારાનો ચાર્જ લેવામાં નહીં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, મેં આ અંગે પોતાની ટીમ સાથે ચર્ચા કરી છે. તેને લાગુ કરવામાં આવી શકે છે. અમે હાલ તેની રીતો પર કામ કરી રહ્યા છીએ. તેને કારણે કાર્ડ ધારક કોઈપણ સમયે એ જાણી શકશે કે ક્રેડિટ બ્યૂરોના સ્કોરની પ્રવૃત્તિ શું છે.

અશ્વિની કુમાર તિવારીએ કહ્યું કે, કો-બ્રાન્ડેડની પણ શરૂઆત કરવામાં આવી શકે છે. અહીં કાર્ડ કંપનીઓ અને બેંક કોઈ યોજનાને લઈને ગઠજોડ કરશે જેને છૂટક કંપનીઓ ચલાવે છે. તેમણે અમેરિકાનું ઉદાહરણ આપતા કહ્યું કે, USમાં જો કોઈ છૂટક દુકાનમાંથી સામાન ખરીદે અને તેની પાસે કાર્ડ ના હોય તો તે તેને ઉપલબ્ધ કરાવવા માટે કહી શકે છે.

જો વ્યક્તિ સહમત હોય તો તે તેના દ્વારા માત્ર સામાજિક સુરક્ષા સંખ્યા પૂછશે અને જો ગ્રાહકનો ક્રેડિટ સ્કોર સારો હશે તો તેને 5થી 10 મિનિટમાં કાર્ડ ઉપલબ્ધ કરાવી દેશે. બની શકે કે, કાર્ડ બાદમાં આવે પરંતુ નંબર જાણવા મળી જશે. સંબંધિત વ્યક્તિ તેના દ્વારા ખરીદીનો લાભ પણ ઉઠાવી શકે છે. તિવારીએ કહ્યું કે, આપણે આ દિશામાં કામ કરવું જોઈએ, જેથી છૂટક દુકાનદારોની પાસેથી પોઈન્ટ ઓફ સેલ પર કાર્ડ જાહેર કરી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp