SBIની ફિક્સ ડિપોઝીટ પર નવા વ્યાજદર, સિનિયર સિટિઝન્સને મોટો ફટકો

PC: livemint.com

થોડા વર્ષો પહેલાં ફિક્સ ડિપોઝીટમાં રસ હોવાને કારણે બેંકિંગનો સૌથી નફાકારક સોદો માનવામાં આવતો હતો. જો કે, છેલ્લા કેટલાક સમયથી બેન્કો દ્વારા FD પરના વ્યાજ દરમાં સતત ઘટાડો કરવામાં આવ્યો છે અને તેને લીધે લોકો હવે તેમાં રસ દાખવી નથી રહ્યા. એસબીઆઇએ ફરી પોતાના આવાં ગ્રાહકોને મોટો ઝટકો આપી દીધો છે.

દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ FD પરના ગ્રાહકોને મોટો ઝટકો આપતા 2 કરોડ રૂપિયાથી નીચેની FD પર 0.15 %નો વ્યાજ દર ઘટાડી દીધો છે. આ ઘટાડો એકથી 10 વર્ષ સુધીની FD પર 10 જાન્યુઆરીથી અમલમાં આવી ગઇ છે. આનો અર્થ એ થયો કે જો કોઈ ગ્રાહકને 2 કરોડ રૂપિયાથી ઓછીની FD કરાવી રાખી છે, તો તેને પહેલા કરતા ઓછું વ્યાજ મળશે. એક વર્ષથી10 વર્ષની બેંક ફિક્સ ડિપોઝિટ પર નવા પરિવર્તન હેઠળ વ્યાજદર 6.25 %થી ઘટાડીને 6.10 % કરી દેવામાં આવી છે.

સાત દિવસથી 45 દિવસ અને 46 દિવસથી 179 દિવસની FD રકમ પર બેંક અનુક્રમે 4.50 અને 5.50 % વ્યાજ ચૂકવશે. 180 દિવસથી એક વર્ષના ટૂંકા ગાળાના FD પરનું વ્યાજ 5.80 % રહેશે. બેંક સિનિયર સિટીઝનને 0.50 % વધુ વ્યાજ આપે છે. તેમના માટે એક વર્ષથી 10 વર્ષના સમયગાળાની FD પરનું વ્યાજ 6.60 % રહેશે. અગાઉ એસબીઆઈએ નવેમ્બરમાં ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજના દરમાં 0.15 %નો ઘટાડો કરી 0.75 % કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp