સુપ્રીમનો SBIને આદેશ, કોણે કંઈ પોલિટિકલ પાર્ટીને દાન આપ્યું એ પણ જણાવો

PC: twitter.com

SBIએ આપેલો ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાએ  પોતાની વેબસાઇટ પર અપલોડ કરી દીધો છે, જેમાં કોણે કેટલા રૂપિયાના બોન્ડ ખરીદ્યા છે, તેની માહિતી છે અને કંઈ પોલિટિકલ પાર્ટીએ કેટલા રૂપિયા બોન્ડ દ્વારા લીધા છે, તેની માહિતી છે, પરંતુ આમાં કોણે કંઈ પોલિટિકલ પાર્ટીને બોન્ડ આપ્યા છે, તેની માહિતી નથી, જેને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં કોર્ટે SBIને આદેશ કર્યો હતો કે, કોણે કોને દાન આપ્યું છે, તે ડેટા આપવામાં આવ્યો નથી, તો આ માહિતી પણ આપવામાં આવે. આ અંગે 18 માર્ચના રોજ વધુ સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે SBIને કહ્યું- ઈલેક્ટોરલ બોન્ડની સંખ્યાનો પણ ખુલાસો કરવામાં આવે, જેથી દાન આપવાના અને લેનારા વચ્ચેની લિંક સ્પષ્ટ સ્થાપિત થાય.

ક્યાં ગયા યુનિક નંબર? ઇલેક્ટોરલ બોન્ડ પર SCએ SBIને ફરીથી લીધી આડેહાથ

ઇલેક્ટોરલ બોન્ડને લઈને સુપ્રીમ કોર્ટે SBI પાસે ફરી જવાબ માગ્યો છે. SBIએ ચૂંટણી પંચને બધી જાણકારી આપી નથી. સુપ્રીમ કોર્ટે SBIને નોટિસ જાહેર કરીને પૂછ્યું કે, તેણે બોન્ડના યુનિક નંબર ચૂંટણી પંચને કેમ ન આપ્યા? નોટિસ આપતા SBI પાસે સોમવાર સુધીમાં જવાબ માગ્યો છે. સુપ્રીમ કોર્ટના સખત આદેશ બાદ SBIએ બુધવારે ચૂંટણી પંચને ઇલેક્ટોરલ બોન્ડના ડેટા સોંપ્યા હતા. તો આદેશ મુજબ, ગુરુવારે જ ચૂંટણી પંચે આ ડેટાને પોતાની વેબસાઇટ પર અપલોડ કરી દીધા.

જો કે, તેમાં કોઈ પણ બોન્ડના યુનિક નંબર આપવામાં આવ્યા નથી. CJI ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી સંવૈધાનિક પીઠે SBIને કહ્યું કે, અમારો નિર્દેશ ખૂબ જ સ્પષ્ટ હતો. અમે આખું વિવરણ આપવા કહ્યું હતું, પરંતુ તેમને યુનિક નંબરની જાણકારી ન આપી. SBIએ તેની જાણકારી આપવી પડશે. કોર્ટે SBIને 18 માર્ચ સુધીનો સમય આપ્યો છે. સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કોર્ટને કહ્યું કે, SBIએ કંઇ કહેવું હોય તો તેને જ સવાલ કરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે 2 લિસ્ટ જાહેર કરી છે. એકમાં બોન્ડ ખરીદનારાઓની જાણકારી છે, તો બીજીમાં રાજનીતિક પાર્ટીઓને મળેલા ઇલેક્ટોરલ બોન્ડનું વિવરણ છે. જો કે, એ જાણકારી ન મળી કે કોણે કઇ પાર્ટીને કેટલું ફંડ આપ્યું છે. યુનિક નંબરથી એ જાણકારી મળી શકે છે કે કોણે કઇ રાજનીતિક પાર્ટીને કેટલું ફંડ આપ્યું છે. સીનિયર વકીલ પ્રશાંત ભૂષણે ADR તરફથી સુપ્રીમમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, બોન્ડના સીરિયલ નંબર આપવામાં આવ્યા નથી. તેનાથી એ જાણકારી મળશે કે આખરે બોન્ડ કોના માટે ખરીદવામાં આવ્યા છે.

SBIએ 12 એપ્રિલ 2019 થી 11 જાન્યુઆરી 2024 સુધીના ડેટા આપ્યા છે. તેમાં સૌથી વધુ ફ્યૂચર ગેમિંગ એન્ડ હોટલ સર્વિસિસનું નામ છે. આ કંપનીએ રાજનીતિક પાર્ટીઓને ઇલેક્ટોરલ બોન્ડના માધ્યમથી 1,368 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું છે. આ બોન્ડ 21 ઑક્ટોબર 2020 થી જાન્યુઆરી 2024 વચ્ચે ખરીદવામાં આવ્યા હતા. બીજું નામ મેઘા એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનું છે, જેણે 821 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા છે. સુપ્રીમ કોર્ટે પોતાના એક આદેશમાં ઇલેક્ટોરલ બોન્ડને અસંવૈધાનિક કરાર આપતા રદ્દ કરી દીધા હતા. 2017માં ભાજપ આ સ્કીમ લઈને આવી હતી અને તેને પારદર્શી બતાવી હતી.

જો કે, સુપ્રીમે આદેશ આપી દીધો કે, SBIએ નક્કી સમયની અંદર જ તેની સાથે જોડાયેલા ડેટા ચૂંટણી પંચને સોંપવા પડશે. SBIએ સુપ્રીમ કોર્ટને સમય વધારવા માટે અરજી કરી. બેંક 30 જૂન સુધીનો સમય માગી રહી હતી. સુપ્રીમે ફટકાર લગાવતા SBIને બધા ડેટા સોંપવા મટે એક દિવસનો સમય આપ્યો. એવામાં 12 માર્ચે SBIએ ઇલેક્ટોરલ બોન્ડના ડેટા ચૂંટણી પંચને સોંપી દીધા. ચૂંટણી પંચે 14 માર્ચે જ તેને પોતાની વેબસાઇટ પર અપલોડ કરી દીધા. આ આંકડા મુજબ એપ્રિલ 2019થી 15 ફેબ્રુઆરી 2024 વચ્ચે કુલ 12,156 કરોડ રૂપિયાનું રાજનીતિક ફંડ આપવામાં આવ્યું છે, જેમાંથી 48 ટકા ઇલેક્ટોરલ બોન્ડના માધ્યમથી આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp