SBIએ ઈલેક્ટોરલ બોન્ડથી ઘણી કમાણી કરી, સરકાર પાસેથી આટલા કરોડનું કમિશન લીધું

PC: zeebiz-com.translate.goog

ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમમાંથી રાજકીય પક્ષોને જંગી દાન મળ્યું હતું. હવે માહિતી આવી છે કે, SBIને પણ આ સ્કીમનો ઘણો ફાયદો થયો છે. 2018 થી 2024 સુધી, લગભગ 30 તબક્કામાં ચૂંટણી બોન્ડનું વેચાણ પૂર્ણ થયું હતું. આ તબક્કાઓ દરમિયાન, SBIએ વિવિધ શુલ્ક વસૂલ્યા અને કેન્દ્રીય નાણાં મંત્રાલયને કમિશન તરીકે રૂ.10.68 કરોડનું બિલ રજૂ કર્યું.

મીડિયા સૂત્રોએ RTI દ્વારા આ માહિતી મેળવી છે. તેમના અહેવાલ મુજબ, SBI દ્વારા વસૂલવામાં આવેલ ચાર્જ અલગ-અલગ કિંમતના હતા. સૌથી ઓછી ફી રૂ.1.82 લાખ હતી. સૌથી વધુ ફી રૂ.1.25 કરોડ હતી. આ ફી 9મા તબક્કામાં લાદવામાં આવી હતી, જ્યારે 2019ની લોકસભા ચૂંટણી પહેલા કુલ 4,607 ઈલેક્ટોરલ બોન્ડ વેચવામાં આવ્યા હતા.

બેંકે ફી વસૂલવા માટે નાણાં મંત્રાલયને વારંવાર કહેવડાવ્યું પણ હતું. એકવાર ફેબ્રુઆરી 2019માં, તત્કાલિન SBI અધ્યક્ષ રજનીશ કુમારે આર્થિક બાબતોના સચિવ SC ગર્ગને એક પત્ર પણ લખ્યો હતો. તે સમયે SBIએ નાણા મંત્રાલય પાસેથી 77.43 લાખ રૂપિયા વસૂલવાના હતા.

આ પત્રમાં SBIના અધ્યક્ષે એ પણ જણાવ્યું હતું કે, આ કમિશન કેવી રીતે નક્કી કરવામાં આવે છે. આ અંતર્ગત ફિઝિકલ કલેક્શન પર 50 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન અને ઓનલાઈન કલેક્શન પર 12 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન કહેવામાં આવ્યું હતું. ચેરમેને 100 રૂપિયા દીઠ 5.5 પૈસા કમિશનની વાત કરી હતી.

SBI દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે, કમિશન પર 18 ટકા GST ચૂકવવો જોઈએ, જ્યારે એક પ્રસંગે બેંકે GST પર 2 ટકા TDS લાદવા માટે મંત્રાલયને ફરિયાદ કરી હતી. 11 જૂન, 2020ના રોજ મોકલવામાં આવેલા E-mailમાં, SBIએ રૂ.3.12 કરોડની કમિશન પેમેન્ટ સામે કાપવામાં આવેલા 6.95 લાખ રૂપિયા તાત્કાલિક રિફંડની માંગણી કરી હતી.

આ પહેલા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને ગેરબંધારણીય ગણાવીને રદ કરી દીધી હતી. કોર્ટે SBIને ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત માહિતી ચૂંટણી પંચને સોંપવાનો આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે, ચૂંટણી પંચે આ માહિતી પોતાની વેબસાઈટ પર પ્રકાશિત કરવી જોઈએ.

આ આદેશ પછી SBIએ માહિતી આપવા માટે 18 જૂન સુધીનો સમય માંગ્યો હતો, પરંતુ કોર્ટે SBIને કહ્યું હતું કે, માહિતી તાત્કાલિક આપવી પડશે. આ પછી SBIએ ચૂંટણી પંચને આ માહિતી આપી હતી. ત્યાર પછી બેંકને કઈ કંપની અને વ્યક્તિએ કઈ રાજકીય પાર્ટીને કેટલું દાન આપ્યું, તેની માહિતી આપવા પણ કહેવામાં આવ્યું હતું. ત્યાર પછી, બેંકે ચૂંટણી પંચ સાથે બોન્ડના વિશેષ નંબરો વિશેની માહિતી પણ શેર કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp