SBI માત્ર 3 કલાકના કામ માટે સુપ્રીમ કોર્ટ પાસે 3 મહિનાનો સમય માગતી હતી?

PC: indiatoday.in

સુપ્રીમ કોર્ટના આદેશ પછી SBIએ ઈલેક્ટોરલ બોન્ડના આલ્ફાન્યૂમેરિક કોડની માહિતી શેર કરી છે. આ કોડ્સ દ્વારા એ જાણી શકાય છે કે કઈ કંપની કે વ્યક્તિએ ચૂંટણી બોન્ડ હેઠળ કઈ પાર્ટીને દાન આપ્યું છે. આ એ જ માહિતી છે જેના માટે સ્ટેટ બેંકે સુપ્રિમ કોર્ટ પાસે આંકડા મેચ કરવા માટે 30 જૂન સુધીનો સમય માંગ્યો હતો.

ઇન્ડિયા ટુડેના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, સ્ટેટ બેંકે કહ્યું હતું કે, તમામ બોન્ડ ખરીદી સંબંધિત માહિતી એકત્રિત કરવામાં અને તેને મેચ કરવામાં ઘણો સમય લાગશે. જોકે, ઈન્ડિયા ટુડેના ડેટા ઈન્ટેલિજન્સ યુનિટે જે કામ માટે SBIના ચેરમેને 3 મહિનાનો સમય માંગ્યો હતો તેને પૂરુ કરવામાં માત્ર 3 કલાકનો સમય લાગ્યો હતો.

જાહેર ક્ષેત્રની આ ટોચની બેંકે ડેટા વિઝ્યુલાઇઝેશન અને એનાલિટિક્સ ટૂલ્સ માટે પૂરતા સંસાધનો હોવા છતાં કોર્ટ પાસેથી 3 મહિનાનો સમય માંગ્યો હતો. નિષ્ણાતો માને છે કે સુપ્રીમ કોર્ટ સમક્ષ આ 'બનાવટી' માંગણીએ SBI વડા અને તેમની ટીમની ઇમેજને ખરાબ કરી છે.

ઈન્ડિયા ટુડેની ટીમે જે ડેટા ભેગા કર્યા તે અનુસાર ભાજપને સૌથી વધુ 6,060 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. ભાજપને બોન્ડ ખરીદનાર ટોચની 10 કંપનીઓ પાસેથી રૂ. 2,123 કરોડનું દાન મળ્યું છે. જ્યારે TMCને ટોચની 10 કંપનીઓમાંથી રૂ. 1,198 કરોડ અને કોંગ્રેસને રૂ. 615 કરોડ મળ્યા હતા.

ઈન્ડિયા ટુડે ટીમના જણાવ્યા અનુસાર, ભાજપને સૌથી મોટા દાતાઓમાં મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ છે, જેણે ભાજપને 584 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ક્વિક સપ્લાય ચેઇન પ્રાઇવેટ લિમિટેડે રૂ. 375 કરોડનું દાન આપ્યું હતું. આ પછી વેદાંત લિમિટેડે 230 કરોડ રૂપિયા, ભારતી એરટેલે 197 કરોડ રૂપિયા અને મદનલાલ લિમિટેડે 176 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.

મમતા બેનર્જિની પાર્ટી TMCને સૌથી વધારે દાન ફ્યૂચર ગેમિંગ એન્ડ હોટલ સર્વિસીઝ દ્રારા મળ્યું છે. જેમાં TMCને 542 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું છે. એ પછી હલ્દિયા એનર્જિએ 281 કરોડ રૂપિયા, ધારીવાલ ઇન્ફ્રાસ્ટ્રચરે 90 કરોડ રૂપિયા અને MKJ એન્ટરપ્રાઝીસે 46 કરોડ અને એવીસ ટ્રેડીંગ ફાયનાન્સે 46 કરોડનું દાન TMCને આપ્યું છે.

કોંગ્રેસને વેદાંતા લિમિટેડે સૌથી વધારે દાન આપ્યું છે. વેદાંતાએ 125 કરોડ રૂપિયાનું ફંડ કોંગ્રેસને આપ્યું છે. એ પછી વેસ્ટર્ન યુપી પાવર ટ્રાન્સમિશન કંપનીએ 110 કરોડ રૂપિયા, MKJ એન્ટરપ્રાઝિસે 91.6 કરોડ રૂપિયા, યશોદા સુપર સ્પેશિયાલીટી લિમિટેડે 64 કરોડ રૂપિયા અને એવીસ ટ્રેડીંગ ફાયનાન્સ લિમિટેડે 53 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp