અલ્હાબાદ કોર્ટ પરિસરની મસ્જિદને હટાવી લો, નહીં તો ધ્વસ્ત કરી દેવામાં આવશે: SC

PC: twitter.com

સુપ્રીમ કોર્ટે સોમવારે (13 માર્ચના રોજ) મોટો નિર્ણય સંભળાવતા અલ્લાહબાદ કોર્ટ પરિસરમાં બનેલી મસ્જિદને 3 મહિનાની અંદર હટાવવાનો આદેશ આપ્યો છે. આ પહેલા હાઇ કોર્ટે વર્ષ 2018માં જ સાર્વજનિક જમીન પર બનેલી મસ્જિદને હટાવવાના નિર્દેશ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે અધિકારીઓને હવે 3 મહિનાની અંદર અલ્લાહબાદ હાઇ કોર્ટ પરિસરમાં બનેલી મસ્જિદને હટાવવાનો નિર્દેશ આપ્યો છે, જેમાં મસ્જિદને હટાવવાનો વિરોધ કરનારા અરજીકર્તાઓએ જણાવ્યું કે, તેની સંરચના એક સમાપ્ત લીઝવાળી સંપત્તિ પર ઊભી હતી અને તેઓ સત્તાવાર રૂપે તેને ચાલુ રાખવાનો હવે કોઇ દાવો નહીં કરી શકે.

અરજીકર્તાઓ, વક્ફ મસ્જિદ હાઇ કોર્ટ અને ઉત્તર પ્રદેશ વકફ બોર્ડે નવેમ્બર 2017ના અલ્લાહબાદ હાઇ કોર્ટના આદેશને પડકાર આપ્યો હતો, જેમાં તેમને મસ્જિદને પરિસરથી બહાર કરવા મારે 3 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સોમવારે તેમની અરજી ફગાવી દીધી હતી. જો કે, જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ સી.ટી. રવિકુમારની પીઠે અરજીકર્તાઓને મસ્જિદ માટે પાસેની જમીન ફાળવવા માટે ઉત્તર પ્રદેશ સરકારને એક પ્રતિનિધિત્વ કરવાની મંજૂરી પણ આપી છે.

પીઠે કહ્યું કે, ‘અમે અરજીકર્તાઓ દ્વારા વિચારાધીન નિર્માણને ધ્વસ્ત કરવા માટે 3 મહિનાનો સમય આપીએ છીએ અને જો આજથી 3 મહિનાની અવધિની અંદર નિર્માણ ન હટાવવમાં આવ્યું તો હાઇ કોર્ટ અને અધિકારીઓ પાસે તેને ધ્વસ્ત કરવાનો અધિકાર હશે. તો મસ્જિદ મેનેજમેન્ટ કમિટીનો પક્ષ રાખી રહેલા કપિલ સિબ્બલે કહ્યું કે, મસ્જિદ 1950થી છે અને તેને આમ જ હટાવવા માટે નહીં કહી શકાય. વર્ષ 2017માં સરકાર બદલાઇ અને બધુ બદલાઇ ગયું. નવી સરકાર બદલાયાના 10 દિવસ બાદ એક જનહિતની અરજી દાખલ થઇ હતી.

હવે જ્યારે કોર્ટ મુજબ મસ્જિદ માટે જમીન આપવાની વાત કહેવામાં આવી છે તો અમને વૈકલ્પિક સ્થળ પર સ્થળાંતરીત કરવામાં કોઇ સમસ્યા નથી. વરિષ્ઠ એડવોકેટ રાકેશ દ્વિવેદીએ કહ્યું કે, પૂરી રીતે છેતરપિંડીનો કેસ છે. બે વખત નવીનીકરણના આવેદન આવ્યા હતા અને એ વાતના કોઇ પુરાવા નથી કે મસ્જિદ નિર્માણ કરવામાં આવી હતી અને તેનો ઉપયોગ જનતા માટે કરવામાં આવ્યો હતો. તેમણે નવિનીકરણની માગ કરતા કહ્યું કે, આવાસીય ઉદ્દેશ્યો માટે આવશ્યક છે. માત્ર એ તથ્ય કે તેઓ નમાજ પડી રહ્યા છે, તેને એક નહીં બનાવી દે. જો સુપ્રીમ કોર્ટના ઉંબરા કે હાઇ કોર્ટના ઉંબરમાં સુવિધા માટે નમાજની મંજૂરી છે તો એ મસ્જિદ નહીં બને.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp