શા માટે આર્ટિકલ 370 હટાવવા મજબૂર થવું પડ્યું? SCમાં કેન્દ્ર સરકારે આપ્યો જવાબ

PC: ndtv.com

પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019ના રોજ થયેલા આતંકી હુમલાના કારણે કેન્દ્ર સરકારને જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવા માટે મજબૂર થવું પડ્યું. સોલિસિટર જનરલ તુષાર મેહતાએ સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ 370 હટાવવા વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુનાવણીના સમયે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, આ નિર્ણયથી જમ્મુ-કાશ્મીરનો દેશના બાકી હિસ્સા સાથે પૂર્ણ વિલય થયો છે. આ દરમિયાન તેમણે નેશનલ કોન્ફરન્સ અને PDPના આરોપો પર પણ જવાબ આપ્યો હતો.

તેમણે કહ્યું કે, એ સત્ય છે કે આર્ટિકલ 370 સમાપ્ત કરી દેવામાં આવ્યું, પરંતુ તેનાથી રાજ્યમાં શાંતિ સ્થાપિત થઈ છે. આ દરમિયાન તેમણે આર્ટિકલ 35(A)નો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે, તેનાથી જમ્મુ-કાશ્મીરના લોકો વચ્ચે ભેદભાવ થતો હતો. ત્યાંના રહેવાસી લાખો લોકોને વોટ આપવા માટે, ભણવા અને રોજગારના સમાન અવસર જેવા મૂળ અધિકાર પણ મળ્યા નહોતા. તેમણે કહ્યું કે, આ વાતને ચીફ જસ્ટિસે પણ સ્વીકાર કર્યો છે કે આર્ટિકલ 35(A) લોકો સાથે ભેદભાવ કરનારો રહેતું હતું.

5 ઑગસ્ટ 2019ના નિર્ણયને યોગ્ય કરાર આપતા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, ત્યારબાદ એવો કોઈ નિર્ણય થયો નથી, જેનાથી સંવિધાનનું ઉલ્લંઘન થતું હોય. રાજ્યની મુખ્ય બે પાર્ટીઓ નેશનલ કોન્ફરન્સ અને PDPએ કેન્દ્રના નિર્ણય વિરુદ્ધ અપીલ દાખલ કરી છે. બંને પાર્ટીઓનું કહેવું છે કે તેના કારણે રાજ્યની સ્વાયતતા છીવાનાઈ છે. તેના પર કેન્દ્ર સરકારે કહ્યું કે, સત્ય તો એ છે કે આર્ટિકલ 370 હટવા અગાઉ લોકોને ઘણા મૂળ અધિકાર પ્રાપ્ત નહોતા.

સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, નેશનલ કોન્ફરન્સ અને PDP તરફથી લોકોને ભ્રમિત કરવામાં આવે છે. બંને પાર્ટીઓએ હંમેશાં જમ્મુ-કશ્મીરના પ્રાઈડ નામ પર લોકોને તેમના અધિકારોથી વંચિત કર્યા છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા અને રાજ્યના પુનર્ગઠન માટે ખોટી પ્રક્રિયા અપનાવવાનો પણ કેન્દ્ર સરકારે જવાબ આપ્યો. સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, વર્ષ 1966માં પંજાબના પુનર્ગઠન માટે જે પ્રક્રિયા અપનાવવામાં આવી હતી, એ જ પ્રક્રિયા જમ્મુ-કાશ્મીરને લઈને પણ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, વર્ષ 1966માં જ પંજાબનું પુનર્ગઠન થયું હતું અને હરિયાણા અને ચંડીગઢની રચના કરી હતી. એ દરમિયાન પંજાબમાં પણ જમ્મુ-કાશ્મીરની જેમ રાષ્ટ્રપતિ શાસન હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp