નિર્ભયા કેસમાં મોડું, સુપ્રીમ કોર્ટે મોતની સજા માટે નક્કી કરી નવી ગાઈડલાઈન

PC: livelaw.in

નિર્ભયા ગેંગરેપના દોષિતોને ફાંસીની સજા આપવામાં મોડુ થવા મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા નવી ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે મોતની સજાથી જોડાયેલા ગુનાહિત મામલાઓમાં સુનાવણી માટે 6 મહિનાનો સમય નક્કી કર્યો છે.

જો હાઈકોર્ટ કોઈને મોતની સજા સંભળાવે છે, તો તે દિવસની આવતા 6 મહિનાની અંદર સુપ્રીમ કોર્ટના 3 જજોની બેંચ તે મામલે સુનાવણી કરશે.

સુપ્રીમ કોર્ટે 12 ફેબ્રુઆરીના રોજ આ નવી ગાઈડલાઈન નક્કી કરી છે. ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટમાં સ્પેશ્યિલ લીવ પિટીશન દાખલ કરતા જ રજિસ્ટ્રી મોતની સજા સંભળાવનારી કોર્ટને 60 દિવસ(કે જે પણ સમય કોર્ટ નક્કી કરે)ની અંદર દરેક દસ્તાવેજો સોંપવાનો આદેશ આપશે.

જો રજિસ્ટ્રીને મામલા સાથે સંકળાયેલ વધારેના દસ્તાવેજોની જરૂર પડી, તો 30 દિવસનો વધુ સમય આપવામાં આવશે. જો દસ્તાવેજ નહીં મળે, તો મામલાને રજિસ્ટ્રાર કોર્ટની સામે જજના ચેમ્બરમાં રજૂ કરવામાં આવશે.

જણાવી દઈએ કે, નિર્ભયા ગેંગરેપ મામલામાં નિચલી અદાલતે 31 જાન્યુઆરીના રોજ બીજા આદેશ સુધી ચારેય દોષિતો( મુકેશ કુમાર સિંહ, પવન ગુપ્તા, વિનય કુમાર શર્મા અને અક્ષય કુમાર)ને ફાંસી આપવા પર રોક લગાવી દીધી હતી. આ ચારેય દોષિતો હાલમાં તિહાડ જેલમાં બંધ છે.

નિર્ભયા સાથે 16-17 ડિસેમ્બર, 2012ના રોજ દક્ષિણી દિલ્હીમાં ચાલતી બસમાં 6 લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો અને હેવાનિયત પછી તેને રસ્તા પર ફેંકી દીધી હતી. નિર્ભયાનું ત્યાર બાદ 29 ડિસેમ્બર, 2012ના રોજ સિંગાપુરની એક હોસ્પિટલમાં મોત થયું હતું. આ 6 દોષિતોમાંથી એક રામ સિંહે તિહાડ જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. તો છઠ્ઠો આરોપી સગીર હતો, જેને 3 વર્ષ સુધાર ગૃહમાં રાખ્યા બાદ 2015માં છોડી દેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp