સમલૈંગિક લગ્ન અંગે સુપ્રીમે આપી દીધો ઐતિહાસિક ચુકાદો, જાણો શું કહ્યું ?

PC: ndtv.com

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાઇ. ચંદ્રચૂડની આગેવાનીવાળી સુપ્રીમ કોર્ટની પાંચ જજોની સંવિધાન પીઠે મંગળવારે સમલૈંગિક લગ્નને મૌલિક અધિકારના રૂપમાં કાયદાકીય માન્યતા આપવાનો ઇનકાર કરી દીધો. કોર્ટે સમલૈંગિક કપલોને સામેલ કરવામાં નિષ્ફળ રહેવાના કારણે સ્પેશિયલ મેરેજ એક્ટના પ્રાવધાનોને શૂન્ય કે ગેરકાયદેસર માનવાથી પણ ઇનકાર કરી દીધો. સુપ્રીમ કોર્ટની બેન્ચ તેના પર સહમત થઈ કે સમાન લિંગવાળા કપલોને સામેલ કરવા માટે સ્પેશિયલ મેરેજ એક્ટના પ્રાવધાનોને શબ્દોમાં નહીં વાંચી શકાય.

પીઠનું માનવું છે કે સ્પેશિયલ મેરેજ એક્ટમાં કોઈ પણ પ્રકારના બદલાવ કરવો વિધાયી ક્ષેત્રમાં ઘૂસણખોરી સમાન હશે. સ્પેશિયલ મેરેજ એક્ટમાં બદલાવને લઈને કાયદાકીય અડચણના કારણે જ સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવાનો ઇનકાર કરી દીધો. જો કે, કોર્ટે સરકારને એક સમિતિ બનાવવાનો નિર્દેશ આપતા LGBTQ સમુદાયની ચિંતાઓ પર ધ્યાન તેમજ તેમને કોઈ પણ પ્રકારના ઉત્પીડનથી બચાવવાની આવશ્યકતા પર ભાર આપ્યો.

સુપ્રીમ કોર્ટના બેંચનું સ્પષ્ટ માનવું હતું કે, સમલૈંગિકને કાયદાકીય માન્યતા પ્રાપ્ત કરવા માટે કાયદાકીય આધાર ઉપયુક્ત નથી. તેના માટે સેકડો કાયદામાં સંશોધનની આવશ્યકતા હશે. તેની સાથે જ વ્યક્તિગત કાયદાઓની હાલની વ્યવસ્થા અને કોઈ પણ સામાન્ય નાગરિક સંહિતાની અનુપસ્થિતિ, એ મુખ્ય કારણ રહ્યા જેના કારણે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધો. કોર્ટે સમલૈંગિક સમુદાયની ફરિયાદોને દૂર કરવા માટે કેન્દ્ર સરકારના સૂચન મુજબ એક વિશેષ સમિતિ બનાવવાનો વિકલ્પ પસંદ કર્યો.

CJI ડી.વાઇ. ચંદ્રચૂડ અને જસ્ટિસ એસ.કે. કૌલે પોતાના નિર્ણયમાં કહ્યું કે, સમલૈંગિક કપલોને દત્તક લેવાનો અધિકાર છે. જો કે, જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટ, હિમા કોહલી અને પી.એસ. નરસિંહાએ તેના પર અસહમતી દર્શાવી અને CARA નિયમોને યથાવત રાખ્યા. જેમાં સમલૈંગિક અને અપરિણીત કપલને સામેલ ન કરવામાં આવ્યા. CJIએ કહ્યું કે, જીવન સાથે પસંદ કરવું જીવનનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. સાથી પસંદ કરવા અને એ સાથી સાથે જીવન જીવવાની ક્ષમતા, જીવન અને સ્વતંત્રતાના અધિકારના દાયરામાં આવે છે. જીવનના અધિકાર અંતર્ગત જીવન સાથી પસંદ કરવાનો અધિકાર છે. LGBTQ સમુદાય સહિત બધા વ્યક્તિને સાથી પસંદ કરવાનો અધિકાર છે.

CJIએ આપ્યા નિર્દેશ:

CJIએ કેન્દ્ર અને રાજ્ય સરકારોને સમલૈંગિક અધિકારોને સુનિશ્ચિત કરવા માટે ઉચિત પગલાં ઉઠાવવાના નિર્દેશ આપ્યા.

CJIએ કેન્દ્ર સરકારને મુખ્ય સચિવની અધ્યક્ષતામાં કમિટી બનાવવા કહ્યું.

આ કમિટી રાશન કાર્ડોમાં સમલૈંગિક કપલોને પરિવારના રૂપમાં સામેલ કરવા પર નિર્ણય લેશે.

કમિટી તેના પર વિચાર કરશે કે શું ચિકિત્સા નિર્ણય, જેલ યાત્રા, શબ પ્રાપ્ત કરવાના અધિકાર હેઠળ પરિવાર માની શકાય છે.

એ સિવાય કમિટી સંયક્ત બેંક ખાતા માટે નામાંકન કરવા, નાણાકીય લાભ, પેન્શન, ગ્રેચ્યુટી વગેરે સાથે મળવાના અધિકાર સુનિશ્ચિત કરવાના મુદ્દે વિચાર કરશે

CJIએ કેન્દ્ર અને રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા કે તેઓ સુનિશ્ચિત કરે કે સમલૈંગિક સમુદાય માટે સેફ હાઉસ, ડૉક્ટરના ટ્રીટમેન્ટ, એક હેલ્પલાઈન ફોન નંબર જેના પર તેઓ પોતાની ફરિયાદ કરી શકે. સામાજિક ભેદભાવ ન હોય, પોલીસ તેમને પરેશાન ન કરે. જો તેઓ ઘર ન જાય તો તેમને બળજબરીપૂર્વક ન મોકલે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp