કોર્ટનો સુપ્રીમ ચૂકાદો, આર્ટિકલ-370 હટાવવાનો નિર્ણય યોગ્ય, જુઓ શું કહ્યું કોર્ટે
સુપ્રીમ કોર્ટ તરફથી મોદી સરકારને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ-370 હટાવવાના નિર્ણયને યથાવત રાખ્યો છે. CJI ડી.વાઇ. ચંદ્રચૂડે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. તેની કોઈ આંતરિક સંપ્રભુતા નથી. 5 ઓગસ્ટ 2019ના રોજ મોદી દરકારે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ-370ના પ્રભાવને સમાપ્ત કરી દીધો હતો. સાથે જ રાજ્યને 2 હિસ્સા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વહેચી દીધું હતું અને બંનેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધું હતું.
કેન્દ્રના આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 23 અરજીઓ કરવામાં આવી હતી. બધાને સાંભળ્યા બાદ સપ્ટેમ્બરમાં કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. 370 હટ્યા બાદ 4 વર્ષ, 4 મહિના 6 દિવસ બાદ આજે સુપ્રીમ કોર્ટમાં 5 જજ જસ્ટિસ ડી.વાઇ. ચંદ્રચૂડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી.આર. ગવઇ અને જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે નિર્ણય સંભળાવ્યો.
સુપ્રીમ કોર્ટના નિર્ણયની મોટી વાતો:
સુપ્રીમ કોર્ટને આર્ટિકલ-370 હટાવવાનો હક્ક. આર્ટિકલ-370 હટાવવાના નિર્ણય સંવૈધાનિક રૂપે યોગ્ય હતો.
સંવિધાનના બધા પ્રાવધાન જમ્મુ-કાશ્મીર પર લાગૂ થાય છે. આ નિર્ણય જમ્મુ-કશ્મીરના એકીકરણ માટે હતો.
આર્ટિકલ-370 હટાવવામાં કોઈ દુર્ભાવના નહોતી.
જમ્મુ-કાશ્મીરમાં જલદી જ ચૂટણી માટે પગલાં ઉઠાવવામાં આવે. 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી થાય.
આર્ટિકલ-370 એક અસ્થાયી પ્રાવધાન હતું. જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. જમ્મુ-કાશ્મીર પાસે કોઈ આંતરિક સંપ્રભુતા નહોતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લદ્દાખને અલગ કરવાનો નિર્ણય કાયદેસર હતો.
નિર્ણય સંભળાવતી વખત CJIએ શું શું કહ્યું?
CJIએ જમ્મુ-કાશ્મીરમાં સંપ્રભુતાનો કોઈ ઉલ્લેખ નહોતો. જો કે, ભારતના સંવિધાનના પ્રસ્તાવમાં તેનો ઉલ્લેખ મળે છે. ભારતીય સંવિધાન આવવા પર આર્ટિકલ-370 જમ્મુ-કાશ્મીર પર લાગૂ થયો. આર્ટિકલ-370 જમ્મુ કશ્મીરના સંઘ સંવૈધાનિક એકીકરણ માટે લીધો હતો અને આ વિઘટન માટે નહોતું અને રાષ્ટ્રપતિ જાહેરાત કરી શકે છે કે આર્ટિકલ-370નું અસ્તિત્વ સમાપ્ત થઈ ગયું છે. આર્ટિકલ-370નું અસ્તિત્વ સમાપ્ત થવાની અધિસૂચના જાહેર કરવાની રાષ્ટ્રપતિની શક્તિ જમ્મુ-કાશ્મીર સંવિધાન સભાનો ભંગ થયા બાદ પણ બનેલી રહે છે.
CJIએ કહ્યું કે, આર્ટિકલ-370ને રદ્દ કરવાની અધિસૂચના આપ્યા બાદ રાષ્ટ્રપતિની શક્તિ જમ્મુ-કાશ્મીરની સંવિધાન સભાનો ભંગ થયા બાદ પણ બનેલી રહે છે. આર્ટિકલ-370ના પ્રાવધાનો હટાવવાનો અધિકાર જમ્મુ-કાશ્મીરના એકીકરણ માટે છે. રાષ્ટ્રપતિ દ્વારા આર્ટિકલ-370ને રદ્દ કરવાનો આદેશ સંવૈધાનિક રીતે કાયદેસર છે. CJIનું માનવું છે કે હવે પ્રાસંગિક નથી કે આર્ટિકલ-370ને રદ્દ કરવાની જાહેરાત કાયદેસર હતી કે નહીં. CJIએ ડિસેમ્બર 2018માં જમ્મુ-કાશ્મીરમાં લગાવવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસનની કાયદેસરતા આપવાનો ઇનકાર કર્યો કેમ કે તેને અરજીકર્તાઓએ વિશેષરૂપે પડકાર નહોતો આપ્યો.
CJIએ કહ્યું કે, જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગૂ થાય છે તો રાજ્યોમાં સંઘની શક્તિઓ પર સીમાઓ હોય છે. તેની ઉદ્વોષણા હેઠળ રાજ્ય તરફથી કેન્દ્ર દ્વારા લેવામાં આવેલો દરેક નિર્ણયને પડકારને આધિન નહીં હોય શકે. તેનાથી અરાજકતા ફેલાઈ શકે છે. બધા 5 જજ બેસી ગયા. CJI ડી.વાઇ. ચંદ્રચૂડે કહ્યું કે, જજોએ આ કેસમાં 3 નિર્ણય લખ્યા છે. જસ્ટિસ ચંદ્રચૂડ, જસ્ટિસ ગવઇ અને જસ્ટિસ સૂર્યકાંતે આ કેસમાં પોતાનો નિર્ણય લખ્યો છે. PDPએ દાવો કર્યો છે કે પ્રશાસને સુપ્રીમના નિર્ણય અગાઉ મેહબૂબા મુફ્તીને હાઉસ અરેસ્ટ કરી લીધા છે. એવો જ દાવો નેશનલ કોન્ફરન્સે કર્યો કે તેમના નેતા ઉમર અબ્દુલ્લાને હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યો છે. જો કે, ઉપરાજ્યપાલ મનોજ સિંહાની ઓફિસે જણાવ્યું કે, કોઈ પણ નેતાને કાશ્મીરમાં હાઉસ અરેસ્ટ કર્યા નથી. જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લા દિલ્હી સ્થિત પોતાના આવાસથી સુપ્રીમ કોર્ટ રવાના થયા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp