વૈજ્ઞાનિકની ચેતવણી, ભારતના મોટા શહેરોમાં આ કારણથી મોટા ભૂકંપ આવી શકે છે

PC: telegraphindia.com

નેપાળની National Earthquake Monitoring and Research Center (NEMRC)ના વરિષ્ઠ સિસ્મોલોજિસ્ટ ભરત કોઈરાલાએ ચેતવણી આપી છે કે પૃથ્વીની અંદર લાંબા સમયથી સક્રિય યુરેશિયન પ્લેટો વચ્ચે અથડામણ થઈ રહી છે, કોઈરાલાએ કહ્યું કે પશ્ચિમ નેપાળના ગોરખા (જિલ્લો)થી લઈને ભારતના દેહરાદૂન સુધી, ત્યાં એક ટેકટોનિક હિલચાલ છે. હિલચાલને કારણે ઘણી ઊર્જા એકઠી થઈ છે. ધરતીકંપ એ ઊર્જાને મુક્ત કરવાનો એકમાત્ર રસ્તો છે. એટલા માટે ભારતના શહેરોમાં ભૂકંપ આવી શકે છે. નેપાળમાં ભૂકંપની ઘટના હવે સામાન્ય બની ગઇ છે.

ભારતના પાડોશી દેશ નેપાળમાં શુક્રવારે રાત્રે આવેલા 6.4ની તીવ્રતાના ભૂકંપે ભારે તબાહી મચાવી છે. અત્યાર સુધીમાં 154 લોકોના મોત થયા છે, સેંકડો ઘાયલ થયા છે. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે નેપાળમાં અનેક મકાનો જમીનદોસ્ત થઈ ગયા હતા. સિસ્મોલોજિસ્ટ કહે છે કે ખતરનાક હિમાલયન સિસ્મિક ઝોન પર સ્થિત નેપાળ એક ખૂબ જ ભૂકંપ-સંભવિત દેશ છે અને તેના ભૂકંપથી પ્રભાવિત પશ્ચિમી પર્વતીય પ્રદેશમાં મોટા ભૂકંપનું જોખમ રહેલું છે.

ભૂકંપ વૈજ્ઞાનિક કોઈરાલાએ કહ્યું કે પશ્ચિમ નેપાળમાં ભૂકંપનું સૌથી વધુ જોખમ છે. તેમણે કહ્યું કે પશ્ચિમ નેપાળમાં છેલ્લા 520 વર્ષથી કોઈ મોટો ભૂકંપ આવ્યો નથી. તેથી ઘણી બધી ઉર્જાનો સંગ્રહ થઇ રહ્યો છે અને આ ઉર્જાને મૂકત કરવા માટે ભૂકંપ જ એક માત્ર વિક્લપ છે. એટલે જ નાના મોટા ભૂકંપના આંચકા આવી રહ્યા છે.

વૈજ્ઞાનિકોના કહેવા મુજબ વિશ્વની સૌથી નવી પર્વતમાળા હિમાલય છે. તેના દક્ષિણ છેડે, તિબેટ અને ભારતીય ખંડીય પ્લેટોની અથડામણના પરિણામે યુરેશિયન પ્લેટ સદીઓથી ટેક્ટોનિક રીતે વધી રહી છે અને વિકસિત થઈ રહી છે. આ પ્લેટ્સ દર 100 વર્ષે 2 મીટર આગળ વધી રહી છે, જેના પરિણામે સક્રિય ઊર્જા અચાનક પૃથ્વીની અંદર બહાર આવે છે, જેના કારણે પૃથ્વીના ઉપરના ભાગમાં હલનચલન થાય છે.

રિસર્ચના આંકડા દર્શાવે છે કે, 1 જાન્યુઆરી, 2023 થી નેપાળમાં 4.0 અને તેથી વધુની તીવ્રતાના કુલ 70 ભૂકંપ આવ્યા છે. તેમાંથી, 13ની તીવ્રતા 5 થી 6 ની વચ્ચે હતી, જ્યારે ત્રણની તીવ્રતા 6.0 થી ઉપર હતી. કોઈરાલે કહ્યું કે ટેકટોનિક પ્લેટની હિલચાલ દ્વારા સંચિત ઊર્જાને મુક્ત કરવા માટે સદીઓથી દરરોજ બે કે તેથી વધુ તીવ્રતાના ધરતીકંપો આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp