AAPએ કોંગ્રેસ વિશે કહેલું- એકને લાયક પણ નથી, તો કેવી રીતે આપી 3 સીટો

PC: ndtv.com

લોકસભાની ચૂંટણી નજીક આવવા સાથે INDIA ગઠબંધનમાં સીટ શેરિંગ પર વાત બનતી દેખાઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (SP) વચ્ચે સીટ ફાળવણી બાદ હવે આમ આદમી પાર્ટી (AAP) સાથે પણ ડીલ ફાઇનલ થતી નજરે પડી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, બંને પાર્ટીઓ વચ્ચે દિલ્હીમાં 4-3 ફોર્મ્યૂલા પર વાત બની ગઈ છે. કોંગ્રેસ અને AAPની દોસ્તી પંજાબ છોડીને 3 રાજ્યોમાં નજરે પડશે.

કોંગ્રેસ અને AAP વચ્ચે સીટ ફાળવણીની ઔપચારિક જાહેરાત ગુરુવારે સાંજે કે શુક્રવાર સુધીમાં થવાની સંભાવના છે. દિલ્હીમાં કોંગ્રેસ અને AAP વચ્ચે 4-3 સીટો પર સહમતી બની ગઈ છે. AAP 4 સીટ પર લડશે તો કોંગ્રેસને 3 સીટો આપવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ પૂર્વી દિલ્હી, ઉત્તર-પૂર્વી દિલ્હી અને ચાંદની ચોકથી ચૂંટણી લડશે, તો AAP પશ્ચિમ દિલ્હી, દક્ષિણ દિલ્હી, નવી દિલ્હી અને દક્ષિણ પશ્ચિમ સીટ પર ઉમેદવાર ઉતારશે.

AAPએ કેવી રીતે બદલી પોતાની ઓફર

આ અગાઉ AAPએ જાહેરાત કરી દીધી હતી કે તે દિલ્હીમાં કોંગ્રેસને માત્ર 1 સીટ આપી શકે છે. AAPના રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકે તો પ્રેસ કોન્ફરન્સ કરતા અહી સુધી કહી દીધું હતું કે કોંગ્રેસ 1 સીટ આપવા લાયક પણ નથી, પરંતુ ગઠબંધન ધર્મનું પાલન કરતા 1 સીટ આપવામાં આવશે. તેમણે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી શૂન્ય સીટનો પણ ઉલ્લેખ કર્યો હતો. જો કે, AAPના આ તેવર બાદ પણ કોંગ્રેસના નેતાઓએ મૌન સાધી રાખ્યું અને વાતચીતનો ક્રમ આગળ વધારવામાં આવ્યો. માનવામાં આવ્યું કે, AAPએ પ્રેશર ગેમ હેઠળ એ હેઠળ આ પ્રકારની જાહેરાત કરી હતી.

દિલ્હીમાં 3 સીટોના બદલામાં AAPને શું મળ્યું

AAPએ દિલ્હીમાં કોંગ્રેસને 3 સીટો આપવાની જાહેરાત કરી છે તો બદલામાં ગુજરાતથી હરિયાણા સુધી હિસ્સેદારી હાંસલ કરી છે. જાણકારો મુજબ, કોંગ્રેસ ગુજરાતમાં AAPને 2 સીટ આપવા પર રાજી થઈ છે. હરિયાણામાં પણ તેને 1 સીટ પર લડવાનો અવસર આપવામાં આવશે. પંજાબમાં ભલે બંને પાર્ટીઓ અલગ લડશે, પરંતુ ચંડીગઢમાં કોંગ્રેસના ઉમેદવરને AAP સમર્થન આપશે. આ અગાઉ બંને પાર્ટી સાથે આવવાથી AAPના મેયર બની ચૂક્યા છે. એવા સમાચાર છે સાઉથ ગોવા સીટથી AAPએ પોતાની ઉમેદવારી પરત લેવાનો નિર્ણય લીધો છે.

છેલ્લા એક દશકમાં ભલે દિલ્હીમાં કોંગ્રેસને ખૂબ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો હોય, પરંતુ દેશની સૌથી જૂની પાર્ટીનું આ ખૂબ મજબૂત ગઢ રહ્યું છે. વર્ષ 2014 અને વર્ષ 2019માં ભલે કોંગ્રેસ એક પણ સીટ જીતવામાં સફળ થઈ ન હોય, પરંતુ વર્ષ 2009માં તેની 7 સીટો પર કબજો કર્યો હતો. રાજનીતિમાં AAPની એન્ટ્રી અગાઉ વિધાનસભામાં પણ સતત 15 વર્ષો સુધી કોંગ્રેસની સરકાર રહી. ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ વોટ શેરની બાબતે AAPથી આગળ રહી હતી. કોંગ્રેસે 22.50 ટકા વોટ પર કબજો કર્યો હતો, તો AAPને 18.10 ટકા વોટ મળ્યા હતા. ભાજપે 56 ટકા વોટ લઈને બધી સીટો પર કબજો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp