મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી વચ્ચે સીટ શેરીંગની બબાલ
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરે થવાની છે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર થવાના છે. બધી પાર્ટીઓએ પોત પોતાની તૈયારી શરૂ કરી છે. મહાવિકાસ અઘાડીની સીટ શેરિંગ માટે બેઠક મળી હતી, જેમાં બબાલ ઉભી થઇ છે.
ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ વિદર્ભમાં વધારે ટિકીટ આપી છે, પરંતુ કોંગ્રેસ ટિકીટ આપવા તૈયાર નથી. કોંગ્રેસ મુંબઇ અને મરાઠવાડમાં પણ ટિકીટ આપવા નથી માંગતી. શિવસેના UBTની દલીલ છે કે, જ્યારે લોકસભા 2024માં અમે રામ ટેક અને અમરાવતીની અમારી પરંપરાગત બેઠક કોંગ્રેસને આપી દીધી હતી તો વિધાનસભામાં આ જિલ્લામાં અમે સીટ માંગીઓ તો એમાં વાંધો શું છે? અમારે પણ અમારી પાર્ટી ટકાવવાની છે.
સમાજવાદી પાર્ટીએ પણ મહારાષ્ટ્રમાં 12 ટિકિટોની માંગ કરેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp