CAA પર સેલિબ્રેશન મનાવી રહેલો મતુઆ સમુદાય કોણ છે, જાણો શું છે રાજકીય કનેક્શન?

PC: indianexpress.com

મોદી સરકારે લોકસભાની ચૂંટણી અગાઉ ઐતિહાસિક પગલું ઉઠાવતા નાગરિકત સંશોધન કાયદો (CAA) લાગૂ કરી દીધો છે. કેન્દ્ર સરકારના આ પગલાં પર જ્યાં વિપક્ષી પાર્ટીઓમાં નારાજગી સામે આવી છે, તો બીજી તરફ સેલિબ્રેશન પણ મનાવવામાં આવી રહ્યું છે. મમતા બેનર્જીના રાજ્ય પશ્ચિમ બંગાળમાં CAAને લઈને ખુશીઓ મનાવવામાં આવી રહી છે. પશ્ચિમ બંગાળના મતુઆ સમાજના એક વર્ગે CAA પર દાવો કર્યો કે, આ તેના માટે સ્વતંત્રતા દિવસ છે. સોમવારે જેવો જ નરેન્દ્ર મોદી સરકારે CAA લાગૂ કર્યો, દેશભરથી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણામાં લોકો વચ્ચે અલગ જ માહોલ છે.

કોણ છે મતુઆ સમુદાય?

મૂળ રૂપે પૂર્વી પાકિસ્તાનથી આવનાર મતુઆ સમુદાય હિન્દુઓનો એક નબળો વર્ગ છે. આ લોકો ભારત અને પાકિસ્તાનના વિભાજન દરમિયાન અને બાંગ્લાદેશના નિર્માણ બાદ ભારત આવી ગયા હતા. પશ્ચિમ બંગાળમાં લગભગ 30 લાખની વસ્તીવાળો આ સમુદાય નદિયા અને બાંગ્લાદેશની સીમાથી નજીક ઉત્તર અને દક્ષિણ 24 પરગણા જિલ્લામાં રહે છે. રાજ્યની 30 કરતા વધુ વિધાનસભા સીટો તેનું પર પ્રભુત્વ છે.

મતુઆ સમુદાયનો ઇતિહાસ:

મતુઆ મહાસંઘ એક ધર્મસુધાર આંદોલન છે, જે વર્ષ 1860ની આસપાસ અવિભાજ્ય ભારતના બંગાળમાં શરૂ થયું હતું. વર્તમાનમાં મતુઆ સમુદાયના લોકો ભારત અને બાંગ્લાદેશ બંનેમાં છે. મતુઆ સમુદાય હિન્દુઓનો એક નબળો વર્ગ છે, જેના અનુયાયી વિભાજન અને બાંગ્લાદેશ નિર્માણ બાદ ભારત આવી ગયા હતા. હિન્દુઓની જાતિ પ્રથાને પડકાર આપનારા આ સમુદાયની શરૂઆત હરિચંદ્ર ઠાકુરે કરી હતી. હરિચંદ્ર ઠાકુરે પોતાના સમુદાયમાં એવી છાપ છોડી હતી કે, સમુદાયના લોકો તેમને ભગવાનનો અવતાર માનવા લાગ્યા હતા.

તેની સાથે જ સમુદાયનો વિસ્તાર પણ થયો. ત્યારબાદ ઠાકુર પરિવાર બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળ આવીને વસી ગયો. પેઢી દર પેઢી ઠાકુર પરિવાર સમુદાય માટે આરાધ્ય બનેલો રહ્યો. ત્યારબાદ હરિચંદ્ર ઠાકુર પ્રપૌત્ર પરમાર્થ રંજન ઠાકુર સમુદાયના પ્રતિનિધિ બન્યા. ઉલ્લેખનીય છે કે, CAA નિયમ જાહેર થયા બાદ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી 31 ડિસેમ્બર 2014 સુધી ભારત આવેલા અત્યાચારિત ગેર મુસ્લિમોને ભારતીય રાષ્ટ્રીયતા આપવાની શરૂઆત થઇ જશે. તેમાં હિન્દુ, સિખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp