વધુ એક દિલ્હી જેવી ઘટના, સ્વિગી ડિલિવરી બોયને દૂર સુધી ઘસડી લઇ ગયો કાર સવાર, મોત

PC: indiatoday.in

દિલ્હીના કંઝાવાલામાં થયેલા અકસ્માતની જેમ જ નોએડામાં થયેલા એક અકસ્માતમાં એક યુવકના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના સેક્ટર-12A ફ્લાઇઓવર પાસે થઇ અને કાર યુવકને ધસડીને લગભગ 500 મીટર સુધી લઇ ગઇ અને કર ચાલક ત્યાં જ શબ છોડીને ફરાર થઇ ગયા છે. યુવકની ઓળખ ઇટાવાના રહેવાસી કૌશલ યાદવના રૂપમાં થઇ છે. કૌશલ યાદવના લગ્ન દોઢ વર્ષ અગાઉ થયા હતા અને તે નોએડા અને દિલ્હીમાં સ્વિગી તરફથી ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો.

આ અંગે કૌશલ યાદવના ભાઇ અમિત કુમારે પોલીસ સ્ટેશન ફેઝ-1માં ફરિયાદ નોંધાવી છે. પોલીસને આપવામાં આવેલી જાણકારી મુજબ, 1 જાન્યુઆરીની રાત્રે લગભગ 1 વાગ્યે અમિત કુમારે પોતાના ભાઇ કૌશલને ફોન કર્યો હતો. કોઇ અજાણી વ્યક્તિએ ફોન ઉપડ્યો. ફોન પર વાત કરનારા વ્યક્તિએ તેને જણાવ્યું હતું કે, તેના ભાઇનું એક્સિડેન્ટ થઇ ગયું છે. તેના ભાઇને કોઇ અજાણ્યા વાહને સેક્ટર-14 ફ્લાઇઓવર પાસે ટક્કર મારી દીધી અને ખેચતું શનિ મંદિર સુધી લઇ ગયું છે.

અમિતે જણાવ્યું કે, જાણકારી મળ્યા બાદ તે શનિ મંદિર પહોંચ્યો હતો, જ્યાં કૌશલનું શબ પડ્યું હતું. ઘટનાસ્થળ પર પોલીસ પણ ઉપસ્થિત હતી. આ અંગે અમિતે પોલીસ સ્ટેશન ફેઝ-1 પોલીસને અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. આ ઘટનામાં પોલીસ તપાસ કરી રહી છે. જ્યાં આ અકસ્માત થયો ત્યાં નોએડા ઓથોરિટીની ગૌ શાળા અને શનિ મંદિર બહાર CCTV લાગ્યા છે. જો કે, ગૌ શાળાની CCTV ફૂટેજમાં કશું જ સ્પષ્ટ દેખાઇ રહ્યું નથી. શનિ મંદિરના સંચલકે જણાવ્યું હતું કે, 2 જાન્યુઆરોના રોજ પોલીસ અહીં આવી હતી.

તેમણે CCTV ફૂટેજ જોઇ, પરંતુ ધુમ્મસ વધુ હોવાના કારણે સ્પષ્ટ કશું જ દેખાઇ રહ્યું નથી. પોલીસે CCTV ફૂટેજ લઇ લીધી છે. FIR બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. તે દિલ્હી અને નોએડા તરફથી મુખ્ય રોડ પર લાગેલા CCTV ફૂટેજ શોધી રહી છે. કહેવામાં આવ્યું કે, ટક્કર જ્યાં થઇ એ એરિયા નોએડાનો છે અને માત્ર થોડે દૂર જ દિલ્હીની બોર્ડર છે. પોલીસ કહ્યું કે, ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને જલદી જ આરોપી કાર અને ચાલક બંનેને પકડી લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp