મુંબઇમાં આ વાયરસનો મળ્યો બીજો કેસ, 15 વર્ષીય છોકરીનો રિપોર્ટ પૉઝિટિવ

મુંબઇમાં ઝીકા વાયરસનો બીજો કેસ સામે આવ્યો છે. બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) તરફથી મંગળવારે આ જાણકારી આપવામાં આવી હતી. BMCની જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, પહેલો કેસ 23 ઑગસ્ટના રોજ સામે આવ્યો હતો. બીજી દર્દી 15 વર્ષીય છોકરી છે, જે મ્યુનિસિપલ કોર્પોરેશનના L વોર્ડ હેઠળ આવનારા પૂર્વી મુંબઈના કુર્લા ઉપનગરમાં રહે છે. આ અગાઉ ચેમ્બુરના 79 વર્ષીય વ્યક્તિના વાયરલ સંક્રમણની ઝપેટમાં આવ્યા બાદ શહેરમાં ઝીકા વાયરસનો પહેલો કેસ સામે આવ્યો હતો.
મ્યુનિસિપલ કોર્પોરેશને 23 ઑગસ્ટના રોજ તેની જાણકારી આપી હતી. પાલિકા તરફથી થોડા દિવસ બાદ કહેવામાં આવ્યું કે, તે પૂરી રીતે સારો થઈ ચૂક્યો છે. પૂણે સ્થિત રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાન સંસ્થાએ પુષ્ટિ કરી હતી કે ઉપનગર ચેમ્બુરના રહેવાસી વ્યક્તિ ઝીકા વાયરસથી સંક્રમિત હતો. તેમાં 19 જુલાઇ 2023ના રોજ તાવ, નાક બંધ રહેવા અને ખાંસી જેવા લક્ષણ દેખાયા હતા. તેને વ્યક્તિગત રૂપે પ્રેક્ટિસ કરી રહેલા ડૉક્ટર પાસે લક્ષણોની સારવાર કરી. દર્દી સારો થવા પર 2 ઑગસ્ટના રોજ હૉસ્પિટલથી રજા આપી દેવામાં આવી.
આ દર્દીની 20 વર્ષ અગાઉ એન્જિયોપ્લાસ્ટી થઈ હતી અને તેને સુગર, રક્તછાપ સહિત અન્ય બીમારીઓ પણ છે. નાગરિક સંસ્થાએ કહ્યું કે, લોકોએ ગભરાવું નહીં કેમ કે ઝીકા સંક્રમણ એક સીમિત બીમારી છે. ઉલ્લેખનીય છે કે, ઝીકા વાયરસ મુખ્ય રૂપે એડિઝ મચ્છરોથી ફેલાય છે. ગર્ભાવસ્થા દરમિયાન સંક્રમણથી બાળકોમાં કેટલાક જન્મ દોષ થઈ શકે છે. ઝીકા માટે કોઈ વેક્સીન કે દવા નથી. તેમાં દાવ, ફોલ્લા પડવા, માથાનો દુઃખાવો, સાંધામાં દુઃખાવો, આંખો લાલ થવી અને માંસપેશીઓમાં દુઃખાવા જેવા લક્ષણ હોય છે.
ઝીકા વાયરસથી સંક્રમિત દર્દી પોતે જ સારા થઈ જાય છે અને તેનાથી સંક્રમિત 80 ટકા લોકોને કોઈ લક્ષણ નજરે પડતા નથી. બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું કે અગાઉ દર્દીના ઘરની આસપાસ સ્થિત ઘરોમાં સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અન્ય કેસ ન મળ્યો.
ઝીકા વાયરસથી બચાવની ટિપ્સ:
ઝીકા વાયરસથી બચવું હોય તો મચ્છરોના ડંખથી બચવું જોઈએ.
ઘરની આસપાસ સ્વચ્છતા રાખો જેથી મચ્છરો ન ઉદ્વભવે.
આ વાતાવરણમાં ફૂલ સ્લીવ્સ કપડાં પહેરો.
પથારી કે મચ્છરદાની લગાવીને ઊંઘવું જોઈએ.
ઇમ્યુનિટીને બુસ્ટર કરો.
પોતાને હાઇડ્રેટ રાખો અને જ્યૂસ કે નારિયેળ પાણી પીતા રહો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp