ભીડ જોઈ મહિલાએ કોચ બદલવાની વિનંતી કરી, TTEએ હાથ જોડીને કહ્યું... વીડિયો વાયરલ

PC: navbharattimes.indiatimes.com

ટ્રેનના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. સામાન્ય કોચમાં તો એટલી ભીડ હોય છે કે તેમાં ચઢવાનું જેવા તેવાનું કામ નથી, રિઝર્વેશન કોચમાં પણ ઘણી વખત એવી હાલત હોય છે કે તેમાં ચઢી ગયા પછી આપણી પોતાની જગ્યાએ પહોંચતા ઘણી વાર લાગતી હોય છે, તાજેતરમાં જ એક વિડિયો એવો વાયરલ થયો હતો કે એક મુસાફરને વોશરૂમ જવા માટે સ્પાઇડરમેનની જેમ સામાન રાખવાની જગ્યાએ ઉપર ચઢીને જવું પડ્યું હતું. ઘણા વિડિયો ચોંકાવનારા હોય છે અને કેટલાક એવા હોય છે જેને જોયા પછી આપણે ચોંકી જઈએ છીએ. આવા જ એક વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે, જે હકીકતમાં એક TTE અને એક મહિલાનો છે. વીડિયોમાં બંને વાત કરતા જોવા મળે છે.

ઓખાથી કાનપુર સેન્ટ્રલ જતી ટ્રેન 22969માં એક મહિલા વારંવાર TTE પાસે બીજી સીટ આપવા માંગ કરી રહી છે. મહિલા જે કોચમાં બેસવાની હતી તેમાં ઘણી ભીડ હતી અને માત્ર પુરૂષ મુસાફરને જોઈને તેને બીજા કોચમાં તેની સીટ જોઈતી હતી. મહિલા TTEને કહેતી જોવા મળે છે કે, તેના કોચમાં ઘણી ભીડ છે અને કોઈ છોકરી કે મહિલા માટે તેમાં પ્રવેશવું મુશ્કેલ છે. એકલા મુસાફરી કરવી તો દૂરની વાત છે.

મહિલાને મદદ કરવાને બદલે TTE તેની સામે વિચિત્ર બહાના બનાવતો હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે મહિલા કહે છે કે, કોચમાં લોકોની એટલી બધી ભીડ છે કે, તેમાં પ્રવેશવું પણ મુશ્કેલ છે, ત્યારે TTE હાથ જોડીને કહેતા જોવા મળે છે, હું તેના વિશે કંઈ કરી શકતો નથી. હું વધુ ટ્રેનો નહીં બનાવી શકું, હું રેલવે પ્રધાન નથી. આ વીડિયો રોહિત ત્રિપાઠી નામના યુઝરે તેના હેન્ડલ @rohitt_tripathi પર શેર કર્યો છે.

આ પહેલા પણ TTE અને ટ્રેનોના આવા ઘણા વીડિયો સામે આવ્યા છે. ખાસ કરીને તાજેતરના સમયમાં આવા વીડિયો શેર કરવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. આ પહેલા પણ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં લોકો જનરલ કોચના ટોયલેટ પર બેસીને મુસાફરી કરતા જોવા મળ્યા હતા.

ઘણીવાર AC વગરના કોચમાં લોકોની આવી જ ભીડ જોવા મળે છે. ઘણી વખત AC કમ્પાર્ટમેન્ટમાં પણ લોકોની અતિશય ભીડ જોવા મળી છે. જો કે, આ વિડિઓ જોયા પછી તમારી પ્રથમ પ્રતિક્રિયા શું હતી? તમારો અભિપ્રાય અમને કોમેન્ટ જરૂર કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp