ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ ન થાય ત્યાં સુધી ખાઇશ કે પીશ નહીં, સીમા હૈદરનો ઉપવાસ

PC: news18.com

ભારતનું મૂન મિશન એટલે કે ચંદ્રયાન-3 આજે એટલે કે 23 ઓગસ્ટ, બુધવારે સાંજે ચંદ્રની સપાટી પર ઉતરવા માટે તૈયાર છે. ચંદ્રની સપાટી પર ઉતરતાની સાથે જ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ બની જશે. આ મિશને આખા ભારતને એક તાંતણે બાંધી દીધું છે. મંદિર, મસ્જિદ, ગુરુદ્ગારા,ચર્ચ દેશના ખુણે ખુણે લોકો ચંદ્રયાનની સફળતા માટે આરાધના કરી રહ્યા છે. ભારત માટે આજનો દિવસ ગૌરવશાળી સાબિત થવાની હવે ગણતરીની પળો બાકી છે.

પાકિસ્તાનથી 4 બાળકોને પ્રેમીને મળવા ભારત આવીને ચર્ચામાં આવેલી સીમા હૈદરે ચંદ્રયાન-3ના સફળતાપૂર્વકના લેન્ડિંગ માટે કામના કરીને ઉપવાસ રાખ્યો છે. સીમાએ પોતાનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. સીમાએ કહ્યું કે આમ તો મારી તબિયત અત્યારે સારી નથી, પરંતુ મેં ચંદ્રયાન-3ની સફળતા માટે વ્રત રાખ્યું છે. જ્યાં સુધી ભારતનું ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લેન્ડ ન થાય ત્યાં સુધી હું કશું ખાવાની કે પીવાની નથી.

વીડિયોમાં સીમાએ કહ્યું કે હું પ્રાર્થના કરું છું કે આપણા દેશનું ચંદ્રયાન-3 આજે સાંજે ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરે. આ મારા દેશ ભારતનું નામ રોશન કરશે. હું ભગવાન રાધે-કૃષ્ણમાં ઘણો વિશ્વાસ કરું છું. હું બધા દેવતાઓને પ્રાર્થના કરું છું કે ચંદ્રયાન-3 સફળ થાય.

સીમાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની પ્રગતિ માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. જો ચંદ્રયાન-3ને સફળતા મળશે તો આપણા દેશ ભારતનો દબદબો આખા વિશ્વા થશે. મારું ભારત મોખરે રહે એવી મારી પ્રાર્થના છે. રાધે-કૃષ્ણ, રાધે-કૃષ્ણ.

ભારતનું મૂન મિશન એટલે કે ચંદ્રયાન-3 આજે એટલે કે 23 ઓગસ્ટ, બુધવારે સાંજે ચંદ્રની સપાટી પર ઉતરવા માટે તૈયાર છે. ચંદ્રની સપાટી પર ઉતરતાની સાથે જ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ બની જશે.

ચંદ્રયાન-3નું લેન્ડર-રોવર ચંદ્ર પર 1 દિવસ કામ કરશે, જે પૃથ્વી પરના 14 દિવસની બરાબર છે. ISROના આ મહત્વાકાંક્ષી મિશન સાથે સમગ્ર દેશની આશાઓ જોડાયેલી છે. ચંદ્રયાન-3એ સમગ્ર દેશને એક કરી દીધો છે. મંદિરોમાં પ્રાર્થનાઓ થઈ રહી છે. મસ્જિદોમાં નમાજ પઢવામાં આવી રહી છે. આખો દેશ ચંદ્રયાન-3ને લઈને ઉત્સાહિત છે.

 

સોશિયલ મીડિયા પર અત્યારે ચંદ્રયાન જ છવાયેલું છે અને Chandrayaan ટ્રેન્ડ કરી રહ્યું છે.ચંદ્રયાન-3ની સફળતા માટે કાશી, હરિદ્વારમાં હવનપૂજા કરવામાં આવી તો તમિલનાડુના રામેશ્વરમાં પ્રાર્થના કરવામાં આવી.પુણેના સિદ્ધી વિનાયક મંદિરમાં લોકોએ પુજા-અર્ચના કરી. દેશના ખુણે ખુણામાંથી લોકો મૂન મિશનને સફળ થવાની કામના કરી રહ્યા છે.

ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગમાં સફળ થયા બાદ અંતરિક્ષ ક્ષેત્રે ભારત તરફથી આ એક મોટી છલાંગ હશે. કારણ કે ચંદ્રના આ ભાગ પર સોફ્ટ લેન્ડિંગ કરવામાં દુનિયાનો કોઈ દેશ કેમ સફળ રહ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp