શું પાકિસ્તાન માટે કામ કરી રહી છે અંજૂ, સીમા હૈદરના દાવામાં કેટલો દમ?

PC: hindustantimes.com

ભારતથી પોતાના ફેસબુક પ્રેમી માટે પાકિસ્તાન જનારી અંજૂ ફરી એક વખત ચર્ચામાં છે. ભિવાડી પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. પૂછપરછ માટે પોલીસ હરિયાણાના સોનીપત પહોંચી હતી. પોલીસે અંજૂને 12 સવાલ પૂછ્યા, જેનું વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવી છે. અંજૂ તરફથી પોલીસને આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે પોતાની મરજીથી પાકિસ્તાન ગઇ હતી. આ દરમિયાન પાકિસ્તાનથી ભાગીને ભારત આવનારી સીમા હૈદરે અંજૂના કેસ પર મોટું નિવેદન આપ્યું છે. રિપોર્ટ્સ મુજબ, એક ઇન્ટરવ્યૂમાં સીમાએ અંજૂ પર શંકા વ્યક્ત કરી છે.

સીમા હૈદરે કહ્યું કે, જે છોકરી ભારત જેવો સુંદર દેશ છોડીને પાકિસ્તાન જઇ શકે છે. ત્યાં મહિનાઓ રહીને પાછી ભારત આવી ગઇ છે તો જરૂર તેના મનમાં કંઇક ચાલી રહ્યું છે. એ સિવાય સીમા હૈદરેએ અંજૂની તપાસની માગ કરી છે. તેનું કહેવું છે કે આ વાતની તપાસ થવી જોઇએ કે ક્યાંક અંજૂને પાકિસ્તાને કોઇ ખતરનાક ઇરાદાથી તો પર નથી મોકલી. ઉલ્લેખનીય છે કે, જુલાઇમાં અંજૂ પોતાના પ્રેમી નસરુલ્લા માટે પાકિસ્તાન જતી રહી હતી. તે વિઝા લઇને પાકિસ્તાન ગઇ હતી.

અંજૂ પરિણીત છે અને તેના બાળકો પણ છે. અંજૂ પાકિસ્તાન ગયા બાદ તેના ભારતીય પતિએ કેસ નોંધાવ્યો હતો. ભિવાડીના SP યોગેશ દાધીચનું કહેવું છે કે અંજૂના પતિએ કેસ નોંધાવ્યો હતો. એ જ સિલસિલામાં પૂછપરછ કરવા માટે અધિકારીઓને મોકલવામાં આવ્યા હતા. અંજૂએ પાકિસ્તાનમાં કાઇને ખ્રિસ્તી ધર્મ છોડીને ઇસ્લામ ધર્મ કબૂલી લીધો હતો. પૂછપરછમાં અંજૂએ કહ્યું કે, તે ખ્રિસ્તી ધર્મને માને છે અને તેને હિન્દુ ધર્મના નિયમોની જાણકારી નથી.

અંજૂ ભારત આવ્યા બાદ અરવિંદે મીડિયાથી દૂરી બનાવી છે, પરંતુ હાલમાં જ તેણે એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું. આ ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે તે આગળના નિર્ણય બાળકો પર છોડે છે. જો બાળકો કહેશે તો કેસ પણ પાછો લઇ લેવામાં આવશે. અંજૂ અને નસરુલ્લા વિરુદ્ધ અરવિંદે કેસ નોંધાવ્યો હતો. અંજૂનો પિતા અરવિંદ ગ્વાલિયરમાં રહે છે અને તેણે અંજૂ સાથેના સંબંધ પર સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. તેણે કહ્યું કે, અંજૂને પરિવારનો કોઇ સભ્ય નહીં મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp