રામલલાના દર્શન માટે પગપાળા અયોધ્યા જશે સીમા હૈદર, UP સરકાર પાસે માગી મંજૂરી

PC: zeebiz.com

ભગવાન રામલલાના દર્શન માટે સીમા હૈદર 645 કિલોમીટર પગપાળા ચાલીને અયોધ્યા જશે. તેના માટે સીમા હૈદરે યોગી સરકાર પાસે મંજૂરી માગી છે. સચિનના પ્રેમ માટે પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર પોતે હિન્દુ ધર્મને માનનારી બતાવે છે. ઘણી વખત તેની ભક્તિભાવ ભરેલી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. તે પોતાને કૃષ્ણ ભક્ત બતાવે છે. અત્યારે 14 ફેબ્રુઆરીએ તે સુંદરકાંડનો પાઠ કરતી નજરે પડી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

સીમા હૈદર કહે છે કે, તેણે હિન્દુ ધર્મ અપનાવી લીધો છે. તેમનો દાવો છે કે પાકિસ્તાનમાં રહેતા પણ તેઓ હિન્દુ તહેવારોને છાનીમાની સેલિબ્રેટ કરતી હતી. સોશિયલ મીડિયા પર તેની સારી એવી ફેન ફોલોઇંગ છે. તે હવે પોતાને હિન્દુ બતાવે છે. ઉલ્લેખનીય છે કે, સચિનના પ્રેમ માટે સીમા હૈદર ગેરકાયદેસર નેપાળના માર્ગે પોતાના 4 બાળકો સાથે ભારત આવી ગઈ હતી. તે અહી નોઇડામાં સચિન સાથે રહેતી હતી.

એ સમયે સીમા હૈદર ખૂબ ચર્ચામાં આવી ગઈ હતી. હવે સીમા હૈદરે કહ્યું છે કે તે પગપાળા ચાલીને અયોધ્યા દર્શન માટે જવા માગે છે. તેના માટે સીમા હૈદરે યોગી સરકાર પાસે મંજૂરી માગી છે. સીમા હૈદરે અયોધ્યા દર્શન માટે ઘણી વખત ઈચ્છા જાહેર કરી છે. હવે તેણે યોગી સરકાર પાસે મંજૂરી માગી છે. હવે જોવાનું એ રહેશે કે યોગી સરકાર સીમા હૈદરને રામલલાના દર્શન માટે પગપાળા જવાની મંજૂરી આપે છે કે નહીં. સીમા હૈદરના વકીલ તેને ભારતીય નાગરિકતા અપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

તેમના વકીલ એ.પી. સિંહે કહ્યું કે, સીમાના અયોધ્યા જવા માટે કાયદાકીય પ્રક્રિયા પૂરી કરવામાં આવી રહી છે. સીમાનું કહેવું છે કે તે સચિન અને આખા પરિવાર સાથે રામલલાના દર્શન માટે જવા માગે છે. તે ગ્રેટર નોઇડાના રબૂપુરા ગામથી અયોધ્યા સુધી લગભગ 645 કિલોમીટર સુધી જ જવા માગે છે. એવામાં જો સીમાને અયોધ્યા પગપાળા જવાની મંજૂરી મળી જાય છે તો તેણે ઘણા દિવસ સુધી પગપાળા ચાલવું પડશે. તે પોતાના વકીલ એ.પી. સિંહને ભાઈ બતાવે છે. વકીલ એ.પી. સિંહનું કહેવું છે કે, સીમા કાયદાકીય રૂપે પગપાળા અયોધ્યા જશે. હાલમાં પ્રક્રિયાનું પાલન કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp