સીમા હૈદરની યુટ્યુબ ચેનલ સસ્પેન્ડ થઇ ગઇ, લોકોને કરી આ વિનંતી

PC: npg.news

પાકિસ્તાનમાં રહેતી અને પતિને છોડીને સરહદ પાર પોતાના બાળકો સાથે ભારતમાં પ્રેમીની પાસે ભાગીને આવેલી સીમા હૈદર હજુ પણ ચર્ચામાં છે.સીમા હૈદર નાચવા-ગાવાની શોખીન છે. દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના નોઇડામાં પોતાના બાળકો સાથે પ્રેમી સચિન પાસે પહોંચેલી સીમાએ પોતાના નાચવા-ગાવાના શોખને યુટયુબના માધ્યમથી કમાણી પણ શરૂ કરી દીધી હતી.

સીમાએ જણાવ્યું હતું કે ઓક્ટોબરના અંતમાં યુટ્યુબે પહેલીવાર તેના ખાતમાં કમાણીની રકમ મોકલી હતી. પરંતુ હવે તેની ચેનલ સસ્પેન્ડ થઇ ગઇ છે. સીમા હૈદરે પોતે આ વાતની જાણકારી આપી છે.

સીમા હૈદરે પોતાના ચાહકોને જાણકારી આવી છે કે તેનું જુની યુટ્યુબ ચેનલ બ્લોક થઇ ગઇ છે. એ ચેનલ સીમા હૈદરના દિયરે બનાવી હતી, જેના પર 1 લાખથી વધારે ફોલોઅર્સ થઇ ચૂક્યા હતા.સીમા હૈદરનું કહેવું છે કે, યુટ્યુબે કન્ટેન્ટ કોપી રાઇટનો આરોપ મુકીને તેની યુટ્યુબ ચેનલને બ્લોક કરી દીધી છે.

આ યુટ્યુબ ચેનલ પર સીમા પોતાની નવી સાસુ એટલે કે સચિન મીણાની માતાની સાથે વીડિયો બનાવતી હતી અને તેમાં સાસુ-વહુનું જોરદાર બોન્ડિંગ જોવા મળતું હતું. સીમા મોટાભાગના વીડિયો તેની સાસુ સાથે બનાવીને અપલોડ કરતી હતી.

સીમાએ જુની ચેનલ બ્લોક થવાની જાણકારી એક નવી યુટ્યુબ ચેનલ મારફતે આપી છે. મતલબ કે સીમાએ એક નવી ચેનલ બનાવી દીધી છે.સીમાએ આ યુટ્યુબ ચેનલ પર એક વીડિયો અપલોડ કરીને ફેન્સને વિનંતી કરી છે કે તેઓ નવી ચેનલને જુની ચેનલની જેમ જ પસંદ કરે. સીમાએ નવી ચેનલ પર પોતાની સાસુ સાથે ખાવાનું બનાવતો વીડિયો અપલોડ કર્યો છે.

સીમાએ પોતાના પ્રેમી સચિન માટે કરવા ચૌથનું વ્રત રાખ્યું હતું. તે વખતે મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં સીમાએ યુટ્યુબ ચેનલ દ્રારા પોતાની પહેલી કમાણી વિશે જાણકારી આપી હતી.સીમાએ કહ્યું હતું કે, યુટ્યુબ દ્રારા તેણીની 45,000 રૂપિયાની કમાણી થઇ છે, જે યુટ્યુબ ચેનલે ઓક્ટોબરના અંતમાં તેના ખાતમાં જમા કરાવી હતી. પહેલી કમાણીથી સીમા-સચિન ખુશ નજરે પડ્યા હતા.

પાકિસ્તાનમાં રહેતી સીમા હૈદર અને ભારતના નોઇડામાં રહેતા સચિન મીણાને પબજી ગેમ રમતા રમતા પ્રેમ થઇ ગયો હતો અને બંને વચ્ચે લાંબા સમયથી વાત ચાલતી રહેતી હતી. એ પછી પોતાના પ્રેમી સચિનને પામવા સીમા પોતાના 4 બાળકો સાથે સરહદ પાર કરીને સચિનને મળવા આવી હતી અને આ લવ સ્ટોરી ભારે ચર્ચામાં રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp