પાકિસ્તાનથી ગેરકાયદેસર આવેલી સીમા ગર્ભવતી, દાદાએ હાથ જોઈને કહ્યું છોકરો છે
વર્ષ 2023 પસાર થઈ ગયું અને નવું વર્ષ શરૂ થઈ ગયું છે, પરંતુ ગયા વર્ષે ભારતથી પાકિસ્તાન સુધી જે લવસ્ટોરીની ચર્ચા થઈ હતી, તે સીમા હૈદર અને સચિનની સ્ટોરી હતી. હવે નવા વર્ષને આવકારવાની સાથે સીમા હૈદરે એક મોટા ખુશખબર પણ આપ્યા છે. સીમા હૈદર આ વર્ષે સચિનના બાળકની માતા બનશે.
એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં સીમા હૈદરે પ્રેગ્નન્સી વિશે જણાવ્યું કે, તે જલ્દી જ માતા બનવાની છે. આના પર જ્યારે રિપોર્ટરે પૂછ્યું કે, શું તે હોળી સુધીમાં માતા બની જશે તો સીમા હૈદરે જવાબ આપ્યો કે આટલી જલદી નહીં, પરંતુ હા, મને અને સચિનને ચોક્કસ બાળક થશે.
સચિનના પિતાએ પણ સીમા હૈદરના ગર્ભવતી હોવાના સવાલને સમર્થન આપ્યું હતું. ઈન્ટરવ્યુ દરમિયાન સચિનના પિતા અને સીમા હૈદરના સસરાએ કહ્યું કે, તેઓએ પુત્રવધૂનો હાથ જોયો છે અને તે છોકરો હશે. સીમાના સસરાએ કહ્યું કે, તે હાથ જોઈને જે કહે છે તે ક્યારેય જુઠ્ઠું નથી હોતું.
સીમા હૈદરે ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, તે પોતે ઈચ્છે છે કે તેનો અને સચિનનો એક બાળક હોય. અહીં તમને જણાવી દઈએ કે, મોબાઈલ પર PUBG ગેમ રમતી વખતે પાકિસ્તાનની રહેવાસી સીમા હૈદરને UPના સચિન સાથે પ્રેમ થઈ ગયો, ત્યારપછી તે ગેરકાયદેસર રીતે પાકિસ્તાનથી નેપાળ થઈને ભારત આવી ગઈ હતી અને સીધી સચિન મીણાના ગામ પહોંચી ગઈ હતી.
બંનેએ નેપાળના એક મંદિરમાં લગ્ન કર્યા હતા, ત્યારપછી સીમાએ હવે કહ્યું છે કે, વર્ષ 2024માં તેના ઘરે એક નાનો મહેમાન આવશે. જોકે, સીમા હૈદર ગેરકાયદેસર રીતે ભારત આવ્યા પછી લોકોએ તેના પર પાકિસ્તાનની એજન્ટ હોવાનો આરોપ પણ લગાવ્યો હતો, જેના પછી સુરક્ષા એજન્સીઓએ સીમા હૈદરની ઘણા દિવસો સુધી પૂછપરછ પણ કરી હતી.
જ્યારે સીમા હૈદરે કહ્યું હતું કે, ભલે તે અહીં પોતાનો જીવ ગુમાવશે, પણ તે પાકિસ્તાન પરત નહીં ફરે. અહીં તમને જણાવી દઈએ કે, સીમા હૈદરને તેના પહેલા પતિ ગુલામ હૈદરથી ચાર બાળકો છે. સીમા તેના તમામ બાળકો સાથે પાકિસ્તાનથી ભારત આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સીમા પોતાના બાળકોને પણ પાકિસ્તાનથી પોતાની સાથે લાવી છે. સીમાને ચાર બાળકો છે, જેમાં એક પુત્ર ફરહાન અલી છે, હવે તેનું નામ બદલીને રાજ રાખવામાં આવ્યું છે. તેની ઉંમર 8 વર્ષની છે. જ્યારે ત્રણ પુત્રીઓ ફરવા, (નામ બદલીને પ્રિયંકા ઉંમર 6 વર્ષ), ફારીહા બતુલ (નામ બદલીને મુન્ની ઉંમર 4 વર્ષ) અને ફરહા બતુલનું નામ બદલીને પરી રાખવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp