અમારા કેસોથી અલગ થાય CJI, PM મોદી ગણેશ પૂજામાં CJIના ઘરે આવતા ગુસ્સે આ નેતા

PC: x.com/narendramodi

શિવસેના (UBT) હવે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાઈ. ચંદ્રચૂડની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવી રહી છે. પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય રાઉતે તો CJIને શિવસેના સાથે જોડાયેલા કેસોથી અલગ થવાની સલાહ પણ આપી નાખી. સંજય રાઉતે સવાલ એવા સમયે ઉઠાવ્યા છે, જ્યારે એક દિવસ અગાઉ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, CJIના નિવસ્થાને પહોંચ્યા હતા અને ગણેશ પૂજામાં સામેલ થયા હતા. એ સિવાય ઘણા વકીલોએ પણ આ મીટિંગ પર સવાલ ઉઠાવ્યા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) એ તેને માત્ર પૂજામાં સામેલ થવાનો કરાર આપ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની સાથે જોડાયેલી તસવીર પણ સોશિયલ મીડિયા પર શે કરી છે. તેમણે લખ્યું કે, CJI ડીવાઈ ચંદ્રચૂડજીના નિવાસસ્થાન પર ગણેશ પૂજામાં સામેલ થયો. ભગવાન શ્રીગણેશ આપણને બધાને સુખ, સમૃદ્ધિ અને અદ્વભૂત સ્વાસ્થ્ય પ્રદાન કરે. સંજય રાઉતે CJIના ઘરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જવા પર સવાલ ઉઠાવ્યા છે. સમાચાર એજન્સી ANIના રિપોર્ટ મુજબ, તેમણે કહ્યું કે જુઓ, આ ગણપતિજીનો તહેવાર છે. વડાપ્રધાન અત્યાર સુધી કેટલા લોકોના ઘરે ગયા છે?

તેમણે વધુમાં જણાવ્યું કે, મને જાણકારી નથી. દિલ્હીમાં ઘણા સ્થળો પર ગણેશ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય ન્યાયાધીશના ઘર પર ગયા અને વડાપ્રધાન તેમજ મુખ્ય ન્યાયાધીશે સાથે મળીને આરતી કરી. ભગવાન બાબતે અમને એટલી ખબર છે કે જો સંવિધાનના રક્ષક આ પ્રકારે રાજનેતાઓ સાથે મળશે, તો લોકોને શંકા જશે. એક કેસમાં પાર્ટી વડાપ્રધાને મુખ્ય ન્યાયાધીશ સાથે એવી રીતે નજીકના થઈને વાત ન કરવી જોઈએ. છેલ્લા 3 વર્ષથી એક બાદ એક તારીખો આપવામાં આવી રહી છે. એક ગેરકાયદેસર સરકાર ચાલી રહી છે. તેમણે રાષ્ટ્રીયવાદી કોંગ્રેસ (NCP) અને શિવસેનાને તોડવા પર સવાલ ઉઠાવ્યા છે.

રાઉતે CJIને મહારાષ્ટ્ર સરકાર સાથે જોડાયેલા કેસથી હટવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, મને એમ લાગે છે કે એવી પરંપરા છે કે એવા કેસોમાં જો જજ અને પાર્ટીનો કોઈ સંબંધ હોય છે, તો તેઓ પોતાને કેસથી અલગ કરી લે છે. હવે મને લાગે છે કે ચંદ્રચૂડ સાહેબે પોતાને તેનાથી અલગ કરી લેવા જોઈએ. શિવસેના (UBT) નેતા સુનિલ પ્રભુએ મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકર રાહુલ નાર્વેકરના નિર્ણયને પડકાર આપ્યો છે. તો પ્રિયંકા ચતુર્વેદીએ લખ્યું છે, ઠીક છે, તહેવાર બાદ આશા છે કે CJI મહારાષ્ટ્ર પર સુનાવણી અને મહારાષ્ટ્રમાં સંવિધાનના અનુચ્છેદ 10ના ઉલ્લંઘન પર સુનાવણીને સારી રીતે સમજશે. અરે પરંતુ ચૂંટણી તો બસ આવી જ રહી છે, તે આગામી દિવસ માટે સ્થગિત કરી શકાય છે.

એડવોકેટ પ્રશાંત ભૂષણે પણ વડાપ્રધાન મોદીના CJIના આવાસ પર જવા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, હેરાની છે કે CJI ચંદ્રચૂડે અંગત મુલાકાત માટે મોદીને પોતાના ઘરે આવવા દીધા. તેનાથી ન્યાયપાલિક માટે ખરાબ સંકેત મળે છે. ન્યાયપાલિક, જેના પર કાર્યપાલિકાથી નાગરિકોના અધિકારોની સુરક્ષાની જવાબદારી છે અને એ સુનિશ્ચિત કરે છે કે સરકાર સંવિધાનના દાયરામા રહીને કામ કરે. આજ કારણ છે કે કાર્યપાલિક અને ન્યાયપાલિકમાં દૂરી હોવી જોઈએ.

ભાજપના વરિષ્ઠ નેતા બી.એલ. સંતોષે વિરોધીઓ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, રડવાનું શરૂ થઈ ગયું!!! આ વાંમપંથી ઉદારવાદીઓ માટે શિષ્ટાચાર, સૌહાર્દ, એકજૂથતા, દેશની યાત્રામાં સહયાત્રી, આ બધા અભિશાપ છે. એ સામાજિક હળવા-મળવાનું નહોતું. ગણપતિ પૂજાને પચાવી શકવી ખૂબ મુશ્કેલ છે. તેમણે એડવોકેટ ઇન્દિરા જયસિંહ પર સવાલ ઉઠાવ્યા હતા. જયસિંહે સીનિયર એડવોકેટ કપિલ સિબ્બલને ટેગ કરીને SCBA સાથે આ મુલાકાતની સાર્વજનિક રૂપે નિંદા કરવાની કરી હતી. તેમણે કહ્યું હતું કે તેના કારણે CJIની સ્વતંત્રતા પર ભરોસો ઉઠી ગયો છે.

ભાજપના પ્રવક્તા શાહજાદ પૂનાવાલાએ કહ્યું કે, ગણેશ પૂજામાં સામેલ થવાનો કોઈ ગુનો નથી. શુભ સમારોહ, લગ્ન, કાર્યક્રમોમાં ઘણી વખત ન્યાયપાલિક અને રાજનેતા મંચ શેર કરે છે, પરંતુ જો વડાપ્રધાન CJIના ઘર પર તેમાં સામેલ થાય છે તો ઉદ્ધવ સેનાના સાંસદ CJI અને સુપ્રીમ કોર્ટની અખંડિતતા પર સવાલ ઉઠાવે છે. કોંગ્રેસ ઇકોસિસ્ટમ સુપ્રીમ કોર્ટ પર એવી રીતે હુમલો કરે છે જેમ રાહુલ ગાંધીએ અગાઉ કર્યા હતા. એ ન્યાયપાલિકાની શરમજનક અવમાનના છે અને ન્યાયપાલિકનું અપમાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp