વર્લ્ડ કપ ફાઇનલના દિવસે બીગ બીને કોઇ ટાપુ પર મોકલી દો: સોશિયલ મીડિયા શું ચાલે છે

PC: twitter.com

સદીના મહાનાયક અને બોલિવુડના મહાન અભિનેતા અમિતાભ બચ્ચનને સોશિયલ મીડિયા પર લોકો એવું કહી રહ્યા છે, કે સર, ICC મેન્સ વન-ડે વર્લ્ડકપની ફાઇનલ તમે ન જોતા. કેટલાંકે તો એવું કહી રહ્યા છે કે બચ્ચન સરને કોઇ ટાપુ પર લોક કરી દો. અચાનક સોશિયલ મીડિયા પર બિગ બી સામે લોકો કેમ આવું કહી રહ્યા છે.? ભારતે બુધવારે સેમી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને પછાડીને ફાઇનલમાં પ્રવેશ કરી દીધો છે. 19 નવેમ્બર, રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ફાઇનલ મેચ રમાવવાની છે. ટીમ ઇન્ડિયા અમદાવાદ પહોંચી ગઇ છે.

ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમી ફાઇનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવ્યું હતું. હવે ફાઈનલમાં ભારતનો મુકાબલો દક્ષિણ આફ્રિકા અથવા ઓસ્ટ્રેલિયા બેમાંથી એક ટીમ સાથે થશે. બંને વચ્ચે બીજી સેમીફાઈનલ રમાઈ રહી છે. બીજી તરફ ટીમ ઈન્ડિયા માટે અભિનંદન સંદેશાઓનું ઘોડાપુર ચાલી રહ્યું છે. પરંતુ કેટલાક લોકો પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનને ફાઈનલ મેચ બિલકુલ ન જોવાનું કહી રહ્યા છે.

તો એનું કારણ એવું છે કે બુધવારે 15 નવેમ્બરે મેચ પુરી થયા પછી બધા ચાહકોની જેમ અમિતાભ બચ્ચને પણ ટીમ ઇન્ડિયાને x પ્લેટફોર્મ પર શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો, પરંતુ પોતાના મજાકિયા અંદાજમાં.

બિગ બીએ x પ્લેટફોર્મ પર મજાકમાં જે લખ્યું તેને લોકોએ સિરિયસલી લઇ લીધું. તેમની પોષ્ટ પર રિએક્શનું જાણે પૂર આવી ગયું. બચ્ચને લખ્યુ હતું કે, when i don't watch we WIN !

Zucker Doctor નામના હેન્ડલ પરથી લખવામાં આવ્યું છે કે બિગ બીને જવાબ આપતાં એક તસવીર પોસ્ટ કરી જેમાં તે આંખે પાટા બાંધેલા છે. એટલે કે તે કહી રહ્યો છે કે મેચ ન જુઓ, માત્ર કોમેન્ટ્રી સાંભળો.

તો એક યૂઝરે લખ્યું છે કે, સર, મહેરબાની કરીને વર્લ્ડકપ ફાઇનલની મેચ જોશો નહીં. એક યૂઝરે લખ્યું કે, સર પ્લેયર ઓફ ધ સિઝન તમને જ મળશે. એક યૂઝરે લખ્યુ કે એમને ફાઇનલ મેચના દિવસે કોઇ રિમોટ આઇલેન્ડ પર લોક કરવાનો પ્રબંધ કરવામાં આવે. એક યૂઝરે લખ્યું કે, સર, છેલ્લી મેચ કઇ જોયેલી.

ભાઈ, આ બધી મજાક છે. કોઈને ગંભીરતાથી ન લો. અંધશ્રદ્ધા બહુ ખરાબ વસ્તુ છે.અમિતાભ બચ્ચન પણ રમૂજી ટ્વિટ પરની ટિપ્પણીઓને મજાક તરીકે લેશે. તેઓ વર્લ્ડકપ ફાઇલની મેચ જરૂર જોશે. તેમને ક્રિક્રેટ અને ફુટબોલમાં જબરદસ્ત રસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp