ખનિજો પર ટેક્સને લઇને SCના નિર્ણયથી કેન્દ્રને ઝટકો અને આ રાજ્યોની બલ્લે-બલ્લે

PC: news18.com

સુપ્રીમ કોર્ટે ખનિજ પર ટેક્સને લઇને રાજ્યો અને કેન્દ્ર વચ્ચે મતભેદ પર મોટો ચૂકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ખનિજો પર લગતી રોયલ્ટીને ટેક્સ નહીં માની શકાય. કોર્ટની સંવિધાનિક બેન્ચે 8:1ના બહુમતથી આપેલા નિર્ણયમાં કહ્યું કે, સંસદ પાસે સંવિધાનના પ્રાવધાનો હેઠળ ખનિજ અધિકારો પર કર લગાવવાની શક્તિ નથી. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) ડી.વાઇ. ચંદ્રચૂડે કહ્યું કે, ન્યાયાધીશ બીવી નાગરત્નાએ એ વાત પર અસહમતિપૂર્ણ નિર્ણય લીધો છે કે ખનિજો પર અપાતી રોયલ્ટી કર છે કે નહીં. તો અન્ય 8 જજોએ એકમતથી કહ્યું કે, તેને ટેક્સ નહીં માની શકાય.

આ પ્રકારે સંવિધાન પીઠે વ્યવસ્થા આપી કે ખનિજો પર અપાતી રોયલ્ટી કર નથી. આ મહત્ત્વના નિર્ણયને સંભળાવનારી બેન્ચમાં ચીફ જસ્ટિસ ડી.વાઇ. ચંદ્રચૂડ સિવાય જસ્ટિસ ઋષિકેશ રૉય, એ.એસ. ઓકા, જે.બી. પારદીવાલા, મનોજ મિશ્રા, બી.વી. નાગરત્ના, ઉજ્જવળ ભૂયાં, સતીશ ચંદ્ર શર્મા, ઓગસ્ટીન જોર્જ મસીહ સામેલ હતા. બેન્ચમાં સામેલ એકલા જસ્ટિસ બી.વી. નાગરત્ના એવા જજ હતા, જેમણે બહુમતથી અલગ વિચાર રાખ્યા.

ચીફ જસ્ટિસે પોતાની અને 7 અન્ય જજો તરફથી નિર્ણય સંભળવતા કહ્યું કે, સંવિધાન મુજબ કેન્દ્ર કે સંસદ પાસે અધિકાર નથી કે તેઓ ખનિજ પર ટેક્સ લગાવી શકે. કોર્ટે સંવિધાનની લિસ્ટ 2ની એન્ટ્રી 50 હેઠળ આ વ્યવસ્થા આપી. તેમાં ખનિજો પર ટેક્સને લઇને વર્ણન કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી ખનિજોના મામલે સમૃદ્ધ ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોને ખૂબ ફાયદો થશે.

હવે આ મામલે બુધવારે ફરી સુનાવણી થશે, જેમાં કોર્ટ એ વિચાર કરશે કે આ નિર્ણયને પાછલા દિવસોથી લાગૂ કરવામાં આવે કે નિર્ણય બાદથી લાગૂ કરવામાં આવે. ચીફ જસ્ટિસે પોતાના નિર્ણયમાં 1989માં સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયને પણ ખોટો ગણાવ્યો. એ નિર્ણયમાં કોર્ટે કહ્યું હતું કે, ખાનિજો પર લાગતી રોયલ્ટી એક ટેક્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp