લોકસભાના સૌથી વયોવૃદ્ધ સાંસદ શફિકુર્રહમાનનું 94 વર્ષ નિધન, ફરી લડવાના હતા

PC: abplive.com

સમાજવાદી પાર્ટી (SP)ના વરિષ્ઠ નેતા અને સંભલથી સાંસદ શફિકુર્રહમાન બર્કનું મંગળવારે નિધન થઈ ગયું છે. તેઓ 94 વર્ષના હતા. શફિકુર્રહમાન બર્ક ઘણા દિવસથી બીમાર હતા અને મુરાદાબાદની એક હૉસ્પિટલમાં દાખલ હતા. ગત દિવસોમાં સપા પ્રમુખ અખિલેશ યાદવ તેમને મળવા માટે હૉસ્પિટલ પણ ગયા હતા. આગામી લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ તેમને સંભલથી ઉમેદવાર પણ બનાવ્યા હતા. શફિકુર્રહમાન બર્ક લોકસભામાં સૌથી વૃદ્ધ નેતા હતા. તેઓ 4 વખત ધારાસભ્ય અને 5 વખત સાંસદ રહ્યા છે.

શફિકુર્રહમાન બર્ક પહેલી વખત સમાજવાદી પાર્ટીની ટિકિટ પર વર્ષ 1996માં લોકસભાની ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા હતા. તો તેઓ વર્ષ 2014ની મોદી લહેરમાં પણ બહુજન સમાજ પાર્ટી (BSP)ની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેનારા શફિકુર્રહમાન બર્ક મુસ્લિમોના હિતોને લઈને હંમેશાં આગળ રહેતા હતા. શફિકુર્રહમાન બર્કના પુત્ર સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ધારાસભ્ય છે.

સપા સાંસદ શફિકુર્રહમાન બર્કના નિધન પર મુરાદાબાદથી સંસસદ ડૉ. એસ.ટી. હસને કહ્યું કે, ખૂબ અફસોસની વાત છે. મને અત્યારે ખબર પડી કે જનાબ શફિકુર્રહમાન બર્ક સાહેબ આપણી વચ્ચે નથી. તેમનું નિધન આપણાં બધા માટે, અમારી પાર્ટી માટે ખૂબ મોટું નુકસાન છે. દેશમાં એક ખૂબ મોટા નેતા આ દુનિયાથી દૂર થઈ ગયા. જેમણે ક્યારેય કોઈના ડરથી કામ કર્યું નથી. કદાચ એટલા બહાદુર અને ઈમાનદાર નેતા આખા દેશની અંદર ઘણા ઓછા રહી ગયા છે.

શફિકુર્રહમાન બર્કના નિધનના સમાચાર પર અખિલેશ યાદવે દુઃખ વ્યક્ત કર્યું છે અને લખ્યું કે, 'સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા, ઘણી વખતના સાંસદ જનાબ શફિકુર્રહમાન બર્ક સાહેબનું નિધન, અત્યંત દુઃખદ. તેમની આત્માને ભગવાન શાંતિ આપે. શોકાંતુર પરિવારને આ અસીમ દુઃખ સહન કરવાની શક્તિ મળે. ભાવભીની શ્રદ્ધાંજલિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp