પાંચમા ધોરણની વિદ્યાર્થિની સાથે પ્રિન્સિપાલે કરી અશ્લિલ હરકત, ચૂપ રહેવા 10 રૂ...

PC: fairtrials.org

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં પાંચમા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિની સાથે અશ્લીલ હરકત કરવાના આરોપમાં એક સરકારી પ્રાથમિક શાળાના આચાર્યની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે. પોલીસ અધિક્ષક અશોક કુમાર મીણાએ જણાવ્યું કે, આરોપી આસિફ જમાલ (ઉંમર 42 વર્ષ), રોજા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એક સરકારી પ્રાથમિક શાળાનો પ્રિન્સિપાલ છે. આ ઘટના શુક્રવારે ત્યારે સામે આવી, જ્યારે છોકરીના પરિવારે એક ફરિયાદ નોંધાવી. પરિવારે ફરિયાદ નોંધાવી હતી કે પ્રિન્સિપાલે રૂમમાં છોકરી સાથે અશ્લીલ હરકત કરી અને ચૂપ રહેવા માટે તેને 10 રૂપિયા આપ્યા હતા.

તેમણે કહ્યું કે, જ્યારે તેઓ પ્રિન્સિપાલ અંગે પૂછપરછ કરવા ગયા તો અન્ય વિદ્યાર્થિનીઓએ પણ ઉત્પીડનની એવી ઘટનાઓ બતાવી. પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. તેની વિરુદ્ધ POCSO એક્ટ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (ST/SC અત્યાચાર નિવારણ), અધિનિયમ 1989ની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બેઝિક શિક્ષણ અધિકારી રણવીર સિંહે જણાવ્યું કે, શુક્રવારે એક ગ્રામીણે મને ફોન કરીને ઘટનાની જાણકારી આપી હતી. ત્યારબાદ હું શાળાએ પહોંચ્યો. હેડ માસ્ટર અને છોકરીઓ સાથે વાત કરી. ઘટનાની તપાસ માટે 3 સભ્યોની એક સમિતિ બનવવામાં આવી છે, જેમાં એક મહિલા સભ્ય પણ હશે. તપાસ બાદ વિભાગીય કાર્યવાહી શરૂ કરવામાં આવશે. 

તો બે દિવસ અગાઉ જ રાજસ્થાનના કોટા શહેરમાં NEETની પરીક્ષાની તૈયારી કરી રહેલી સગીર વયની વિદ્યાર્થિની સાથે બળાત્કાર કરવા અને તેને ધમકાવવાના કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કોચિંગ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ટિફિન લવાનારા છોકરા અને એક હૉસ્ટેલના માલિકને NEETની તૈયારી કરી રહેલી 15 વર્ષીય વિદ્યાર્થિની સાથે વારંવાર બળાત્કાર કરવા અને તેને ધમકાવવાન કેસમાં શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. છોકરી બિહારની રહેવાસી છે અને પોતાની બહેન સાથે અહી હૉસ્ટેલમાં રહેતી હતી. વિદ્યાર્થિનીએ મંગળવારે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, ટિફિન લાવનાર છોકરાએ વારંવાર તેની સાથે બળાત્કાર કર્યો.

ગયા મહિને એવી જ એક ઘટના ઉત્તર પ્રદેશમાં જ સામે આવી હતી. અયોધ્યા જિલ્લાના રુદોલી તાલુકાના મવઈ વિસ્તારમાં એક પરિષદીય વિદ્યાલયના પ્રિન્સિપાલ દ્વારા પાંચમા ધોરણની વિદ્યાર્થિની સાથે શાળાના રૂમમાં બંધક બનાવીને તેની સાથે અશ્લીલ હરકત કરવાની ઘટના સામે આવી હતી. વિદ્યાર્થિનીના કપડાં ઉતાર્યા અને તેના પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરવાના આરોપમાં પ્રિન્સિપાલ રિઝવાન અહમદની ધરપકડ કરવામાં આવી હતી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp