ચિરાગના યુવા સાંસદ સંસદમાં કરી ગયા ખેલ, પહેલી સ્પીચમાં જ બિહાર માટે કરી આ માગ

PC: hindutamil.in

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન યુવા સાંસદોને પણ બોલવાનો અવસર મળ્યો, પરંતુ આ દરમિયાન પોતાને મોદીના હનુમાન બતાવનાર ચિરાગ પાસવાનની પાર્ટીના એક યુવા સાંસદ ખેલ કરી ગયા. પોતાની પહેલી જ સ્પીચમાં તેમણે બિહાર માટે એવી વસ્તુ માગી લીધી, જેને પૂરી કરવી મોદી સરકાર માટે સરળ નહીં હોય. એવી માગ વર્ષોથી મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી JDU કરતી રહી છે. JDU હોય કે કોંગ્રેસ દરેક પાર્ટી બિહાર માટે વિશેષ રાજ્યના દરજ્જાનો માગ કરતી રહી છે.

ભાજપ પણ સૂરમાં સૂર મળાવે છે, પરંતુ કેટલાક એવા પ્રાવધાન છે કે કેન્દ્ર સરકાર કોઈ રાજ્યને આમ જ વિશેષ દરજ્જો આપતી નથી. જ્યારે કેન્દ્રમાં ત્રીજી વખત મોદી સરકાર બની અને JDU કિંગમેકરની ભૂમિકામાં આવી ગઈ તો વિપક્ષ એવું ઇચ્છતું હતું કે નીતિશ ત્યારે જ સમર્થન આપે, જ્યારે વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો વાયદો કરવામાં આવે, પરંતુ JDUને હકીકત ખબર પડી ગઈ. એટલે તે વિશેષ રાજ્યના દરજ્જાની માગ છોડીને વિશેષ પેકેજની માગ પર આવી ગઈ. JDU નેતા દરેક વખત આ જ બાબતે વાત કરે છે.

લોકસભામાં જ્યારે સમસ્તીપુરથી ચૂંટાઈને આવેલા લોક જનશક્તિ પાર્ટી (R)ના યુવા સાંસદ શાંભવી ચૌધરીને બોલવાનો અવસર મળ્યો તો તેમણે ફરી એક વખત વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ કરી દીધી. લોકસભામાં પોતાની પહેલી સ્પીચમાં તેમણે કહ્યું કે, અમે બિહારથી આવીએ છીએ અને બિહારે વર્ષ 2005થી સતત NDAને સમર્થન આપ્યું છે. બિહારના યુવાઓની વર્ષોથી સતત માગ રહી છે કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. હું બિહારનું પ્રતિનિધિત્વ કરું છું એટલે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે માગ કરું છું કે તેના માટે જો નીતિ આયોગમાં કેટલાક બદલાવની જરૂરિયાત હોય તો તેના પર તેમની દૃષ્ટિ હોવી જોઈએ.

શાંભવી ચૌધરીએ કહ્યું કે, હું શાળા-કૉલેજથી બાપુના વિચારોને વાંચતી આવી છું અને હવે એમ કહી શકું છું કે જો કોઈ બાપુના વિચારોને આગળ લઈને જઇ રહ્યું છે તો એ NDAની સરકાર છે. તેમનો વિચાર હતો કે ગરીબોને મુખ્ય ધારા સાથે જોડવામાં આવે. NDA સરકાર આ કામ ખૂબ સારી રીતે કરી રહી છે. દેશમાં 4 કરોડ લોકોને ઘર મળ્યા છે. 55 કરોડ લોકોને આયુષ્યમાન કાર્ડ મળ્યો છે. 25 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા. NDAની સરકાર ધર્મ-જાતિ પૂછ્યા વિના ગરીબોનો ઉદ્ધાર કરી રહી છે. મહિલાઓને 33 ટકા અનામત આપ્યું છે. તેમનો અવાજ બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp