કમ્પ્યુટર સાયન્સ ગ્રેજ્યુએટ મહિલા માગી રહી છે ભીખ, જાણો કઈ રીતે થઈ આવી હાલત

PC: dddirectnews.in

મોટા ભાગે કહેવામાં આવે છે કે જીવનમાં ભગવું-ગણવું ખૂબ જરૂરી છે કેમ કે તેનાથી એક સારું જીવન મળે છે પરંતુ, કેટલાક લોકો માટે પરિસ્થિતિઓ એટલી વિપરીત થઈ જાય છે કે તેમનું શિક્ષણ પણ તેમના કામમાં આવતું નથી અને આ જ કારણે તેમણે જિંદગીના ખરાબ દિવસ ઝીલવા મજબૂર થવું પડે છે. હાલમાં જ વારણસીથી એક વીડિયો વાયરલ થયો છે જેમાં સ્વાતિ નામની એક મહિલા અસ્સી ઘાટ પાસે ખૂબ જ માઠા સમયમાં છે અને આવતા જતા લોકો પાસેથી ભીખ માંગીને પોતાનું પેટ ભરી રહી છે.

આશ્ચર્યની વાત એ છે કે સ્વાતિ કડાકેદાર ઇંગ્લિશ બોલી શકે છે અને તેણે કમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએટ કર્યું છે. સ્વતિનો આ વીડિયો બનારસ હિન્દુ યુનિવર્સિટીની વિદ્યાર્થિની શારદા ત્રિપાઠીએ શેર કર્યો છે. આ વીડિયો આવ્યા બાદ જ સોશિયલ દુનિયામાં સ્વાતીને લઈને વાતો થઈ રહી છે અને અત્યાર સુધી તેના વીડિયોને 58 હજારથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોમાં પોતે સ્વાતિ બતાવી રહી છે કે તે દક્ષિણ ભારતથી છે અને 3 વર્ષ પહેલા વારાણસી આવી હતી.

ત્યારથી તે અહીં જ છે અને ગુજરાન ચલાવવા માટે અવસરની શોધ કરી રહી છે. ગરીબ પરિસ્થિતિમાં નજરે પડતી સ્વતિને રૂપિયા કે શરણ જોઈતું નથી. તે ઈચ્છે છે કે તેને તેના અભ્યાસ મુજબ કોઈ નોકરી મળી જાય જેથી સ્વાભિમાન સાથે તે પોતાનું જીવન જીવી શકે. સ્વાતિને કમ્પ્યુટર સાથે જોડાયેલા કાર્યોની સારી એવી જાણકારી છે સાથે જ તે ટાઈપિંગ પણ જાણે છે. સ્વાતિએ એમ પણ કહ્યું કે, સંતાનોને જન્મ આપ્યા બાદ તેની અડધી બોડી પેરાલાઈઝ્ડ થઈ ગઈ હતી.

સ્વાતિના આ વીડિયો બાદ ઘણા લોકો તેની પ્રત્યે હમદર્દી દેખાડી રહ્યા છે. સ્વાતિ ભણેલી ગણેલી છે. ઇંગ્લિશ જાણે છે અને સભ્ય છે છતા પણ તે આજે આ પરિસ્થિતિમાં છે એવામાં સમાજની વ્યવસ્થાને લઈને કેટલાક સવાલ ઉઠે છે. આખરે પ્રતિભાશાળી વ્યક્તિ કેમ આ રીતે પાછળ રહે છે. સ્વાભિમાનથી જીવનની તેની ઈચ્છા દમ તોડી રહી છે અને આ સમાજ સાથે જોડાયેલા દરેક વ્યક્તિની હાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp