ચારેય શંકરાચાર્યો વચ્ચે મતભેદની ચર્ચા અંગે નિશ્ચલાનંદ સરસ્વતીએ કહ્યું અમારી..

PC: zeenews.india.com

અયોધ્યાં બની રહેલા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં લગભગ એક સપ્તાહ બાકી છે અને તે દરમિયાન આ મુદ્દે શંકરાચાર્ય વચ્ચે મતભેદ હોવાના અહેવાલો છે. પુરીના શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતી કહે છે કે રામ મંદિરમાં જીવનના અભિષેકને લઈને શંકરાચાર્યોમાં કોઈ મતભેદ નથી. તેમણે કહ્યું કે શાસ્ત્ર સંમતિ વિધાન મુજબ પ્રાણ પ્રતિષ્ઠા થવી જોઇએ. શંકરાચાર્ય નિશ્ચલાનંદ ફરી ગુસ્સે થયા છે અને કહ્યું છે કે ખોટી વાતો ફેલાવવમાં આવી રહી છે.

ન્યૂઝ એજન્સી ANIને આપેલા એક ઇન્ટરવ્યૂમાં શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતીએ કહ્યુ કે, એ વાત ખોટી છે કે રામ મંદિરને લઇને શંકરાચાર્યોમાં મતભેદ છે. તેમણે કહ્યુ કે, ભગવાન રામની સ્થાપના તે જ જગ્યાએ થાય તે જરૂરી છે.. પરંતુ તે પણ જરૂરી છે કે શાસ્ત્રો અનુસાર નિયમોનું પાલન કરીને જ તેમની સ્થાપના કરવામાં આવે.

તેમણે કહ્યુ કે, જ્યારે તમે કોઇ પણ દેવી દેવતાની પ્રાણ પ્રતિષ્ઠા કરો ત્યારે પ્રતિમામાં વિધિવત ભગવત તેજનો પ્રવેશ થાય છે. જો તમે વિધિવત પૂજા, પ્રતિષ્ઠા નહીં કરો તો પ્રતિમાં ભૂત પ્રેતનો વાસ થઇ જાય છે અને પ્રદેશમાં તબાહી મચાવી મુકે છે. એટલે અમે કહી રહ્યા છીએ કે અયોધ્યા રામ મંદિરમાં શાસ્ત્રના નિયમ મુજબ જ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે. એટલે આ બાબતે શંકરાચાર્યોમાં કોઇ પણ પ્રકારના મતભેદનો સવાલ જ ઉભો થતો નથી.

આ પહેલા ઉત્તરાખંડના જ્યોતિર મઠના પ્રમુખ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પણ કહી ચૂક્યા છે કે તેઓ અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવાના નથી. તેમણે કહ્યું હતું કે, મંદિરનું કામ પુરુ થયા પહેલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવું એ શાસ્ત્રોની વિરુદ્ધની વાત છે. એટલે હું અયોધ્યા જવાનો નથી.

શ્રૃગેંરી શારદા પીઠ, ગુજરાતની દ્વારકા શારદાપીઠ, જ્યોતિર પીઠ અને જગન્નાથપુરીની ગોવર્ધન પીઠના શંકરાચાર્યો અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવાના નથી. એ પછી એ વાતોએ જોર પકડ્યું હતું કે ચારેય શંકરાચાર્યો નારાજ છે.

જો કે તે પછી વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારનું એક નિવેદન સામે આવ્યું હતું, જેમાં કહેવમાં આવ્યું હતું કે, શ્રૃગેંરી શારદા પીઠ અને દ્વારકા શારદા પીઠના શકરાચાર્યોએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું સ્વાગત કર્યું છે. બંને આચાર્યોએ ખુશ છે અને તેમને કોઇ ફરિયાદ નથી. આલોક કુમારે દાવો કર્યો હતો કે, પુરીની ગોવર્ધન પીઠના શંકરાચાર્ય નિશ્વચલાનંદ સરસ્વતીએ પણ કહ્યું હતું કે, તેઓ અયોધ્યા રામં મંદિરના નિર્માણથી ખુશ છે અને તેઓ તેમની સુવિધા અનુસાર અયોધ્યા રામ મંદિરના દર્શન કરવા જશે.

વિશ્વ હિંદુ પરિષદના નેતાએ કહ્યું હતું કે, માત્ર જ્યોતિર પીઠના શંકરાચાર્યએ જ ટીપ્પણી કરી છે. ચારેય શંકરાચાર્ય આ 4 પીઠના પ્રમુખ છે જેની સ્થાપના 8મી સદીમાં આદિ શંકરાચાર્યએ કરી હતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp